________________
છેલ્લી પ્રાણપ્રતિષ્ઠા પ્રતિષ્ઠા માટે જવાનું હોવાથી અત્યારે કંપમાં પ્રવેશ કરવાનું નક્કી થયું. બીજે દિવસે કેપના સંઘે ઘણાં ઉત્સાહ સહિત સામૈયું કર્યું. અનેક ગામના સંઘે આ સામૈયામાં હાજર રહ્યાં.
પ્રવેશ પછીના મંગલાચરણ વખતે સંઘને પૂજ્યશ્રીને ચોમાસું રાખવાની ભાવના જાગી. તરત જ વિનંતિ કરી. હવે–દેવળિયા મુકામે બોટાદને સંઘ ચોમાસાની વિનંતિ માટે આવેલે, ત્યારે પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શને જણાવેલી. પણ બેટાદવાળા પૂજ્યશ્રી પાસે એટલું તે નકકી કરી ગયેલાં કે – અમને જણાવ્યા સિવાય બીજાં ગામની જય ન બોલાવવી, એવી અમારી વિનંતિ છે. એ અનુસાર પૂજ્યશ્રીએ બેટાદવાળાને બેલાવવાનું કહ્યું. તરત જ બોટાદ સમાચાર મોકલાયા. એ મળતાં જ બેટાદ-સંઘના પચાસેક ભાઈઓ આવી પહોંચ્યા, અને ચોમાસાને આગ્રહ કરવા લાગ્યા. થોડી વાર તે બન્ને સંઘ વચ્ચે રસાકસી જામી. છેવટે પૂજ્યશ્રીએ સ્વયંમેવ નિર્ણય આપ્યું કે અહીં (વઢવાણ કૅપમાં) એકેય ચાતુર્માસ કર્યું નથી. માટે ક્ષેત્રસ્પર્શનાએ આ ચોમાસું અહીં કરીશું.
વઢવાણ કંપને સંઘ ભારે આનંદમાં આવી ગયે. ઉપાશ્રય જયજયકારથી ગાજી રહ્યો.
[૫૭] છેલ્લી પ્રાણપ્રતિષ્ઠા
હવે વઢવાણમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનાં દિવસે નજીક આવી રહ્યા હતા. એની તૈયારીઓ ચાલી રહી હતી. આમંત્રણ પત્રિકાઓ સર્વત્ર મોકલવામાં આવી. અંજનશલાકા અંગેની–પ્રભુજી પર શિલાલેખ લખાવવા-વ. તૈયારીઓ માટે પૂજ્યશ્રીની હાજરી જરૂરી જણાતાં સંઘે વઢવાણ પધારવા વિનંતિ કરી. એટલે પૂજ્યશ્રી ભવ્ય સ્વાગત સાથે વઢવાણ પધાર્યા.
સ્ફટિકની, પાષાણની તથા ધાતુની લગભગ ૪૦૦ મૂર્તિએ ઠેર ઠેરથી અંજન માટે આવેલી. તેના પર લેખ લખાવવાનું કાર્ય શરૂ થયું. મેરૂપર્વત, સમવસરણ તથા હસ્તિનાપુરી વગેરે તીર્થોની મનરમ રચનાઓ કરવામાં આવી.
મૂળનાયક શ્રી શાન્તિનાથ પ્રભુ (સપરિકર) તથા ધ્વજ-દંડ-કલશ વગેરેની પ્રતિષ્ઠાને આદેશ શેઠ જીવણ અબજીના સુત્ર શેઠશ્રી શાંતિલાલભાઈએ રૂ. ૫૧ હજારમાં લીધે.
વૈશાખ સુદ ૧૦થી મહોત્સવને મંગલ પ્રારંભ થયો. સંધની ધર્મભાવના અને શ્રદ્ધા તથા પૂજ્યશ્રીની પાવન નિશ્રાના સુમેળ વાતાવરણમાં રંગત જમાવી દીધી. પાંચે કલ્યાણકની ઉજવણપુરઃસર . વ. પાંચમના દિવસે શુભ લગ્ન પૂજ્યશ્રી આદિ સૂરિવએ ૪૦૦ પ્રભુજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી.
છે. વ. ૬ ના દિવસે શુભ ચોઘડિયે પ્રભુજીને ગાદીનશીન કર્યા. સંઘના એકેએક ભાવિન કને ઉલ્લાસ અપાર હતે. જીવણ અબજીવાળાએ પ્રભુજીના આદેશ સહિત અબેલ ખાતામાં તથા સાધર્મિક ભકિત વગેરેમાં લગભગ ૧ લાખ રૂપિયાને સદ્વ્યય કર્યો. શા. શાંતિલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org