________________
૩૦૮
શાસનસમ્રાટ
હતા. પૂજ્યશ્રીને વળાવવા તેમ જ સંઘમાં આવેલા હજારો ભાવિકે સજળ નેત્રે આ દશ્ય જોઈ રહ્યાં.
છેવટે ભક્તિને વિજય થયે, અનિચ્છા છતાં પણ શરીરવાની અનુકૂળતા માટે શિષ્યની આજીજી પૂજ્યશ્રીએ સ્વીકારી, અને ડેળીમાં બિરાજ્યા. પૂજ્યશ્રીના શાસ્ત્રાનુસારી શુદ્ધ જીવનમાં કદાચ આ સર્વ પ્રથમ અપવાદને આશ્રય લેવાને પ્રસંગ હતા,–તબિયતના કારણે. - પૂજ્યશ્રીના પરમ ભક્ત શ્રેષ્ઠિ શ્રાવકે ડાળી ઉપાડવા માટે પડાપડી કરવા લાગ્યા. સાબરમતીથી ખરજ થઈને શેરીસા પધાર્યા. ત્યાં ત્રણ દિવસ સંઘ સાથે રહ્યા. તીર્થમાળાદિ વિધિ કરાવ્યો.
ત્યાંથી ડાભલા-ગોધાવીના રસ્તે સાણંદ પધાર્યા. અહીંના સંઘના અતિ આગ્રહથી આઠ દિવસ સ્થિરતા કરી. આ દરમ્યાન–અમદાવાદથી હરરોજ સેંકડે માણસે વંદનાથે ઉમટવા માંડ્યા. આટલું બધું માણસ કાયમ આવતું જોઈને સૌને આશ્ચર્ય થવા લાગ્યું. આઠ દિવસમાં તે લગભગ અમદાવાદની મોટા ભાગની જેમ જનતા વંદન કરી ગઈ હશે. જાણે સૌને ભાસ થયો હોય કે-હવે પૂજ્યશ્રી પુનઃ અમદાવાદ નહિ આવે. સાણંદના સંઘે એ બધાં સાધમિકેની ભક્તિ પણ અપૂર્વ કરી.
વઢવાણના આગેવાને અહીં પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે આવ્યા. પૂજ્યશ્રીએ હૈ. વ. છઠને દિવસ શુભ મુહુર્ત તરીકે ફરમાવે.
- સાણંદથી ગોરજ-બોર-તલસાણું આદિ ગામના રસ્તે વિહાર કર્યો. સાબરમતીથી વઢવાણ સુધીને આખાયે વિહારમાં પૂજ્યશ્રીની સાથે અનેક ભકત શ્રાવકે રહ્યાં. એમાં મુખ્યતાઓપાલિતાણાના વકીલ વીરચંદ ગવરધનદાસ, જેસરના કામદાર અમરચંદ પાનાચંદ અને સંઘવી ભગવાનદાસ મેઘજી, તથા સલત ફુલચંદ છગનલાલ, છોટાલાલ કસ્તુરચંદ માણી – (ખંભાતવાળા), સાબરમતીના શા. ચીમનલાલ ફુલચંદ, ડોકટર છેટાલાલ કુલચંદ, તથા બચુભાઈ ફુલચંદ (ત્રણે ભાઈ એ-કેઠના) પાલિતાણના, મીસ્ત્રી નાકુભાઈ વગેરે હતાં. વઢવાણના ભાઈએ પણ હતાં. તેઓ બધાં ખડેપગે પૂજ્યશ્રીની સેવામાં હાજર રહેતાં. ડોળી ઉપાડવા માટે પાલિતાણાના ઓળીવાળા-કાનાભાઈ નારણભાઈ, જાદવભાઈ તથા લખાભાઈ એમ ચાર માણસ સાથે હતાં. તે પણ પૂજ્યશ્રીની સેવાને લાભ લેવાની અભિલાષાથી સાથે રહેલાં એ ગૃહસ્થ પિતે વારાફરતી ડોળી ઉપાડવાને લાભ પણ લેતાં. દરેક મુકામોની વ્યવસ્થા, હંમેશાં દર્શનાર્થે આવતાં સેંકડો ભાવિકેની સગવડ વગેરે કામ પણ તેઓ જ સંભાળતાં. ટુંકમાંદરેક મુકામે નાના-શા સંઘના પડાવ જેવું સ્વરૂપ થતું. રેજ બેટાદ-વઢવાણ શહેર-વઢવાણું કપ-લીંબડી વગેરે જુદાં જુદાં ગામના સંઘો વંદન માટે આવતાં હતાં.
આમ અસ્વસ્થ તબિયત છતાં ઉલાસમય વાતાવરણમાં પૂજ્યશ્રી અનુક્રમે રાજપર આવ્યા. ત્યાંથી શેઠ રતિલાલ વર્ધમાનના બંગલે એક દિવસ રહ્યાં. અહીં–વઢવાણ કૅ૫ (સુરેન્દ્રનગર) તથા શહેરના સંઘે વચ્ચે સામૈયા માટે રસાકસી ચાલી. બંને સંઘે પ્રથમ પ્રવેશ પિતાને ત્યાં કરવાનો આગ્રહ કરવા લાગ્યા. છેવટે પૂજ્યશ્રીની સૂચના મુજબ-વઢવાણ શહેરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org