________________
વાર્ધક્યને કાંઠે :
૭૦૭
પણ પૂજ્યશ્રીની નાજુક તબિયત જતાં કઈ પણ કહી શકે કે – પૂજ્યશ્રીથી હવે આટલે વિહાર ન જ થાય. તેઓશ્રીએ જવાબમાં એ જ કહ્યું કે આવી તબિયતે મારાથી આટલે લાં વિહાર થઈ શકે તેમ નથી. - ત્યારે વઢવાણવાળા કહે: તે સાહેબ ! આપ ડોળીમાં બેસીને વિહાર કરે. અમે બધાં સાથે જ રહીશું. આપના શરીરને જરા પણ તકલીફ ન પડે તેવી રીતે ડોળીમાં આપને લઈ જઈશું.
પણ ડોળીમાં બેસવાની પૂજ્યશ્રીની બિલકુલ અનિચ્છા હતી. આજ સુધીમાં આ વાત ઘણીવાર તેઓશ્રી પાસે મુકાયેલી. પશુ તેઓશ્રી પૂર્ણ દઢતાથી એને ઈન્કાર કરતાં. ૧૯૮૧માં ચાણસ્મામાં તેઓશ્રીની તબિયત વધુ પડતી બગડી, ત્યારે નગરશેઠ કસ્તૂરભાઈએ કહેલું કેઃ સાહેબ ! આપ ડોળીમાં બેસીને મહેસાણા પધારે, તે આપની તબિયત અંગે યોગ્ય ઉપચારે સારી રીતે કરાવી શકાય. ડેકટરોને તથા અમને સૌને પણ આવવા-જવાની અનુકૂળતા રહે.
આના જવાબમાં પૂજ્યશ્રીએ નાદુરસ્ત તબિયતે પણ કડક શબ્દોમાં કહેલું કે: “એકવાર આ દેહ પડી જાય, કે ઉપરથી દેવતા આવીને વિનવે, તે પણ આ દેહે ઓળી કે મિયાનાને ઉપયોગ કરવાની ભાવના નથી.” અને તે વખતે કે તે પછી આજ સુધીમાં ક્યારેય તેઓશ્રીએ ડોળીને ઉપગ નહોતે જ કર્યો. આ વખતે વઢવાણવાળાએ એ વાત મૂકી, ત્યારે પણ તેઓશ્રીએ એ જ દઢતાથી એને ઈન્કાર કર્યો.
સામે વઢવાણવાળા પણ મકકમ હતાં. તેમણે પિતાની વિનંતિ ભારપૂર્વક ચાલુ રાખી. ત્રણ ત્રણ વર્ષથી એમની વિનંતિ હતી. શ્રદ્ધાપૂર્ણ ભક્તિ હતી. અત્યારે પણ એ શ્રદ્ધા જ આ આગ્રહ કરાવી રહેલી. એટલે પૂજ્યશ્રી ને ન પાડી શક્યા. ક્ષેત્રસ્પર્શનાએ વઢવાણું પધારવાની હા કહી. આથી સર્વત્ર આનંદ વ્યાપી ગયો.
હવે સાબરમતીથી વિહાર કરવાની તૈયારી ચાલી. પૂજ્યશ્રીની પુનિત ભાવના અને પ્રેરણનુસાર શ્રી જૈન તત્વવિવેચક સભા'ના નામથી તે સભાના સભ્ય સત કુલચંદ છગનલાલ વગેરેએ પૂજયશ્રીની નિશ્રામાં સાબરમતીથી શેરીસા તીર્થના છરી’ પાળા સંઘ કાઢવાને નિર્ણય કર્યો. સંઘપતિનું શ્રીફળ કુલચંદભાઈ એ લીધું.
મહા વદમાં શુભ દિવસે પૂજ્યશ્રીએ શિષ્ય પરિવાર તથા સંઘ સમેત પ્રયાણ કર્યું. પૂજ્યશ્રી હવે આપમેળે ચાલી શકતા નહોતાં. એટલે બને બાજુએ બે જણને હાથ ઝાલીને ધીમે ધીમે ગામ બહાર પહોંચ્યા. આટલું ચાલવામાં ય તેઓશ્રી ખૂબ પરિશ્રાન્ત થઈ ગયા. હજી તે સામું ગામ ત્રણ માઈલ દૂર હતું. એટલે માર્ગ પૂજ્યશ્રીથી કેમ ચલાશે ? એ મૂંઝવણ સૌને થતી હતી.
વિહારનું નક્કી થયું, ત્યારથી ડળીમાં બેસીને વિહાર કરવાની આજીજી કરતો શિષ્યગણુ તથા ભક્તગણુ અત્યારે પણ ખૂબ કરગરવા લાગ્યો. શિવે અને ભક્તોની અનન્ય ભક્તિ ડળીમાં બેસવા વિનતી રહી હતી, જ્યારે આજ સુધી પોતાના સર્વ નિર્ણમાં અફર રહેનાર અને ગમે તે ભેગે પણ અપવાદ ન સેવવાનો આગ્રહ રાખનાર પૂજ્યશ્રી એને ઈન્કાર કરી રહ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org