SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રાટું અને બન્યું પણ એમ જ. પૂજ્યશ્રીએ આ સગમાં આ વર્ષે વઢવાણ જવાની ના ફરમાવી. શાન્તિસદનથી પાછા ફરી શેઠ ભગુભાઈ સુતરિયાના બંગલે તેમના આગ્રહથી સાત દિવસ રહ્યા. ત્યાંથી જૈન સંસાયટીમાં પધાર્યા. ત્યાં શા. રતિલાલ કેશવલાલે અઠ્ઠાઈ મહેત્સવ કર્યો. આ પ્રસંગે સલેન ફુલચંદ છગનલાલના સંસારી સુપુત્રી – સાધ્વીજી શ્રીહે પ્રભાશ્રીજી મ. ને પૂજ્યશ્રીએ વડી દીક્ષા પણ આપી. અહીં અમદાવાદને સંધ ચેમાસાની વિનંતિ કરવા આવ્યા. સાબરમતી-રામનગરના સંઘની પણ વિનંતિ હતી. એમને ગઈ સાલથી આગ્રહ હોવાથી, તેમજ અમદાવાદમાં બે ચોમાસાં કર્યા હોવાથી પૂજ્યશ્રીએ સાબરમતી-સંઘની વિનંતિ સ્વીકારી. અને ફલંગ-બે ફર્લાગ જેટલે વિહાર કરી, તે તે ગૃહસ્થના આગ્રહથી તેમના બંગલે સ્થિરતા કરતાં કરતાં બાર મુકામે સાબરમતી પધાર્યા. અવસ્થાને કારણે અશક્તિનું પ્રમાણ દિનાનુદિન વધતું હતું. હવે તે બે માણસ ઝાલી રાખે ત્યારે જ ચાલી શકે, એવી નબળાઈ આવી ગઈ હતી. તબિયતની ગ્લાનિ મુખ પર વર્તાતી હતી. તે પણ તેઓશ્રીનું મબળ ગજબનું મક્કમ હતું. શિષ્યગણ અને ભક્તગણુ વારંવાર ડળીના ઉપયોગ માટે વિનવતા. પણ પૂજ્યશ્રી પૂરી મક્કમતાથી ના જ પાડતાં. અને બે ફર્લગ, પણ ચાલીને જ જતાં. સં. ૨૦૦૩નું ચોમાસુ સાબરમતી-રામનગરમાં બિરાજ્યા. અહીંના સંઘ પર પૂજ્યશ્રીના અસીમ ઉપકાર હતા. સંઘની સવાઁમુખી આબાદીમાં પૂજ્યશ્રીને પુણ્યપ્રભાવ જ મુખ્ય કારણ છે, એ વાત આજે પણ ત્યાંના વૃદ્ધ આગેવાને-શ્રાવકો નિઃશંકપણે કબૂલે છે. એક જમાનામાં આ સાબરમતીમાં જેનેના આઠ ઘર પણ પરાણે હતાં. પણ પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવે એ ક્ષેત્રના ભાગ્ય જાગ્યા. એના ફલસ્વરૂપે-આજે એ જ સાબરમતીમાં સુખ-સંપત્તિ અને ધર્મશ્રદ્ધા ધરાવનાર આઠસે ઉપરાંત શ્રાવક-ઘરની વસતિ છે. દર રવિવારે પૂજ્યશ્રીના દર્શન માટે શહેરમાંથી ૧૦૦-૧૨૫ માણસે આવતાં જ રહેતાં. બહારગામથી પણ સેંકડો ભાવિકે આવ્યા કરતાં. એ બધાંની ભક્તિને લાભ સત્યવાદી શા. જસવંતલાલ મણિલાલ વગેરે ભક્તિવાળા ભાવિકો ઘણી હોંશપૂર્વક લેતા હતાં. ચાતુર્માસ-સમાપ્તિ પ્રસંગે જસવંતલાલ મણિલાલ સત્યવાદીની વિનંતિ થતાં તેમને ત્યાં ઠાણુઓ ઠાણું કર્યું. તેમણે તે પ્રસંગે ઉદ્યાપન મહેત્સવ કર્યો. આ પ્રસંગે ભાવનગરથી શેઠ ભેગીલાલ મગનલાલ, વેરા ખાંતિલાલ અમરચંદ, પાલિતાણાથી નગરશેડ વનમાળીદાસ, મેદી ધરમશી જસરાજ વગેરે આવ્યા હતા. વઢવાણના આગેવાને પણ આવેલા. તેઓ તે એક જ આગ્રહ લઈને બેઠાં કે–આ વખતે તો કોઈ પણ હિસાબે આપને વઢવાણ પધારવું પડશે. અમારે આપની નિશ્રામાં જ પ્રતિષ્ઠા કરવાની છે. અમારા પર તથા ઝાલાવાડના ગામે પર આપને અનહદ ઉપકાર છે. તેમાં વિશેષ વૃદ્ધિ કરવા માટે પણ આપ ત્યાં પધારે જ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy