________________
૩૫
વાઈમને કાંઠે કરેલે ગોકીરો ધીમા પડયા પછી પૂજ્યશ્રીએ તેમને સમજાવ્યાં કે અમે ભગવાન લેવા નથી આવ્યા. અને આ ભગવાન અહીં જ રાખવાના છે, કયાં ય લઈ જવાના નથી.
પિલા લેકને પૂજ્યશ્રીની આ વાત પર વિશ્વાસ બેઠો. પછી તે તેમણે જ ઢોલ-નગારાં લાવીને પૂજ્યશ્રીનું સામૈયું કર્યું.
આ પછી અહીં ઝવેરી ડાહ્યાભાઈ કપુરચંદના કુંટુબીઓએ જિનાલય બંધાવ્યું હતું. તેમાં એ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની હતી. તે પણ શેરીસાની પ્રતિષ્ઠા પછી તરત કરી લેવાને નિર્ણય થયે.
ચૈત્રમાસમાં ૧-૨ માઈલને ધીમે ધીમે વિહાર કરીને દસેક મુકામે પૂજ્યશ્રી શેરીસા પહોંચ્યા. ત્યાં વૈશાખશુદ દશમના દિવસે ઘણાં ઠાઠમાઠપૂર્વક મૂળનાયક શ્રીશેરીસા પાર્શ્વનાથ, તથા ભેંયરામાં એક ગોખલામાં પ્રાચીન શ્રી પાર્શ્વનાથ, બીજા ગેખલામાં શ્રી કેસરિયાજી પ્રભુ વગેરે જિનબિંબ અને દેરાસરની બહાર બે ચેકિયાળામાં શ્રી અંબિકાદેવી તથા શ્રી પદ્માવતી દેવી વગેરેની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રસંગે પૂજ્યશ્રીના અનન્ય ભક્તશ્રાવક શેઠ પ્રતાપસિંહભાઈની ભાવના અંજનશલાકા કરાવવાની હતી. પણ તેઓ બે મહિના પહેલાં જ મુંબઈમાં સ્વર્ગ વાસી થયા, એટલે એમની એ ભાવના સફળ ન થઈ શકી.
શેરીસાથી વામજ પધારીને ત્યાં વૈશાખ શુદિ તેરશે પ્રતિષ્ઠા કરાવી. પછી પુનઃ અમદાવાદ પધાર્યા. સાબરમતીના સંઘને માસા માટે અતિઆગ્રહ થયે, પણ ક્ષેત્રસ્પર્શનાએ સં. ૨૦૦૨નું આ માસું પણ અમદાવાદ-પાંજરાપોળે બિરાજ્યાં. ચોમાસામાં નિશાળ-દેવશાને પાડો વગેરે સ્થળોના દેરાસરોમાં શ્રીસિદ્ધગિરિજી વગેરે તીર્થોના પટાની પ્રતિષ્ઠા કરાવી. બીજા પણ મહોત્સવ થયાં.
ચોમાસું પૂર્ણ થતાં જ વઢવાણના આગેવાને આવી પહોંચ્યાં. એ આગેવાનોએ અભિગ્રહ ધાર્યો હતો કે–પૂજ્યશ્રી વઢવાણુ પધારીને પ્રતિષ્ઠા ન કરાવે, ત્યાં સુધી “ધી” ત્યાગ. તેઓ એમ પણ નકકી કરીને આવેલાં કે-અમુક જણાએ વિહારમાં છેક સુધી સાથે રહેવું.
એમની આવી ભાવના અને વિનંતિ જોઈને પૂજ્યશ્રીએ તે તરફ વિહાર કરવાનો નિર્ણય કર્યો. અને માગશર વદ ૧૧ના દિવસે વિહાર શરૂ કર્યો.
પહેલે મુકામ એલિસબ્રીજ વિસ્તારમાં આવેલાં શેઠ હીરાચંદ રતનચંદના “શાન્તિસદને બંગલે કર્યો. પાંજરાપોળથી આ બંગલે દેઢ માઈલ દૂર હતા. પૂજ્યશ્રીનું શરીર ઘાયું અશક્ત બની ગયું હતું. આટલે ટુંકે પંથ કાપતાં પણ કેટલીયે વાર વિસામા માટે બેસવું પડયું. બે-ત્રણવાર તે સૂઈ જવું પણ પડયું. બે વાર ચકકર આવી ગયા. ટુંકમાં-ઘણાં પરિશ્રમે બંગલે પહોચ્યાં. તબિયતના કારણે બંગલે આઠ દિવસ સ્થિરતા કરી. આ બધે બનાવ વઢવાણુવાળા ભાઈઓએ નજરે જોયો. તેમને થયું કે – આવી અવસ્થાએ અને તબિયતે ગુરુમહારાજને વઢવાણુ લઈ જવા વ્યાજબી નથી. તેમ તેઓશ્રી આ વર્ષે આવશે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org