________________
૨૯૬
શાસનસમ્રાટ
પૂર્વે-જિનદાસ ધર્મદાસની પેઢીને વેચાણ આપેલી ૧૩ થી ૧૪ હજાર વાર જમીનની સાથે સંકળાયેલી એક વિશાળ જમીન (લગભગ ૪ થી ૫ હજાર વાર) ભેટ જાહેર કરી. આ વાત પૂજ્યશ્રીએ જાણ હતી. તેઓશ્રીએ આ વખતે એ જમીન ભેટ સ્વીકારવા ના ફરમાવી. ઠાકેરશ્રીએ ઘણે આગ્રહ કર્યો. પણ છેવટે પૂજ્યશ્રીની સૂચનાનુસાર તેઓએ પર્વવત્ આ જમીન પણ નજીવી કિંમતે પેઢીને વેચાતી આપી. વેચાણખત પણ કરી આપ્યું. પૂજ્યશ્રીની અજબ દીર્ઘદ્રષ્ટિ અને નિરીહતા ઠાકરશ્રીના દિલમાં વધુ ને વધુ અનુરાગ ઉપજાવતી હતી.
ખંભાતને સંધ અહીં પણ આવ્યા. એની અંતરની ભાવનાને પૂજ્યશ્રીએ સ્વીકારી, અને પછેગામથી વિહાર કરીને લીંબડા આવ્યા. ત્યાં આ શ્રીવિજયનંદનસૂરિજી મને એકાએક ૬૦ જેટલાં ઠલ્લા થઈ ગયા. લીવરને દુઃખાવે, ગેસને ભરો વગેરેની તકલીફે જેર કર્યું. તરત જ પછેગામથી શ્રી ઈશ્વર ભટ્ટના દીકરા વૈદ્ય ભાસ્કરરાવ, વૈદ્ય નાગરદાસ તથા ડે ભદાસ ભાયાણી વગેરે આવી ગયા. તેમણે એગ્ય ઉપચાર શરૂ કર્યા. એમાં ભાસ્કરભાઈની દવા અનુકૂળ લાગી. એનાથી ઠલ્લાં બંધ થયા, પણ નબળાઈ ઘણી આવી ગઈ વળા અને પછેગામના શ્રાવકેએ પુના પડેગામ પધારવા વિનંતિ કરી. વૈદ્યોની પણ એ જ સલાહ મળી. ખંભાતવાળા હાજર હતાં. તેમને પૂજ્યશ્રીએ કહ્યું કે આ સ્થિતિમાં પહેગામ જવાની પણ તાકાત નથી. તે ખંભાત કયાંથી અવાય ? માટે હમણાં ખંભાતનું અનિશ્ચિત છે.
હવે શ્રીનંદનસૂરિજી મ. ને પછેગામ કઈ રીતે લઈ જવા ? એ વિચાર ચાલતું હતું. પણ બીજે દિવસે સવારે તેમણે પોતે જ મક્કમ આત્મબળ દાખવ્યું. અને ધીમે ધીમે ચાલીને પછેગામ આવ્યા.
દસેક દિવસ રહ્યા. સંપૂર્ણ આરામ અને એગ્ય ઔષધોપચારથી તબિયત સુધારા પર આવવા લાગી. એ જોઈને આજ સુધી વૈયાવચ્ચ માટે હાજર રહેલા ખંભાતના શ્રાવકોએ ખૂબ આગ્રહ કર્યો કે : સાહેબ ! હવે તો આપ ચોમાસાની હા પાડે, પછી જ અમે પચ્ચકખાણ પારીશું.
આ દઢ આગ્રહ થતાં પૂજ્યશ્રીએ એ સ્વીકાર્યો, અને શ્રીનંદનસૂરિ મ.ની તબિયત બિલકુલ સ્વસ્થ બની જતાં ખંભાત તરફ વિહાર કર્યો. વળા થઈને બરવાળા આવ્યા. ત્યાં ત્રણ દિવસ રહી ધોલેરા આવ્યા. અહીંને સંઘ પૂજ્યશ્રીનો અનન્ય ગુણાનુરાગી હતો, એના આગ્રહથી અહીં સાતેક દિવસ રહ્યા. સંઘે ગુરુભક્તિ અને તે નિમિત્તે પ્રભુભક્તિનો ઘણો સારો લાભ લીધે. ધોલેરાથી આંબલી-કેટરી–પીપળીભેળાદ–નાની બોરૂ થઈને મોટી બેરૂ આવ્યા. અહીંથી થોડે દૂર સાબરમતી નદીને માટે પેટ-આરે આવતું હતું. એ આરે ઓળંગીને સામે ગામ જવાય. દરિયામાં પાણીનો જુવાળ આવે, ત્યારે અહીં પણ પુષ્કળ પાણી ભરાય. દરિયામાં ઓટ હોય, ત્યારે પણ અહીં ઢીચણપૂર પાણી કાયમ રહેતું. પૂજ્યશ્રીને આ આરે ઉતરવાના દિવસે ખંભાતથી ૩૦૦ જેટલાં ગૃહસ્થો હાજર રહ્યા હતા. મોટી બોરથી નીકળીને ભેમિયાએ દેખાડેલા રસ્તે ધીમે ધીમે આરો ઓળંગીને સામે કાંઠે પહોંચ્યા, ત્યારે તેઓશ્રી થાકી ગયા. અહીંથી સામું ગામ પાંચ માઈલ દૂર હતું. એટલે પંથ ચાલવાની પૂજ્યશ્રીની અશક્તિ જણાતાં ગૃહસ્થાએ ત્યાં જ તંબૂ-રાવટીઓ નાખી દીધી. નાનાશા સંઘના પડાવ જેવી ગોઠવણ થઈ ગઈ. એ દિવસે ત્યાં રહ્યા. બીજે દિવસે મીટલીઆખાલ-વહૂચી થઈને ખંભાત ગામ બહાર પધાર્યા. સ્ટેશનના રસ્તે આવેલા શેઠ મૂળચંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org