________________
ભાવના-સિદ્ધિ પધારવાની વિનંતિ કરવા આવતાં તેને સ્વીકાર કર્યો. બીજે દિવસે સવારે સામૈયાપૂર્વક ત્યાં પ્રવેશ કર્યો. પાલડી (રાજસ્થાન) વાળા સંઘવી અમીચંદજીના સુપુત્ર શેઠ કેશરીમલજીએ સંઘને આદેશ મેળવી આ સામૈયાને લાભ લીધે.
સાતેક દિવસ રોકાઈને અહીંથી રોહિશાળા આવ્યા. અહીંયા તેઓશ્રીના ઉપદેશથી શેઠ ચીમનલાલ લાલભાઈ, શેઠ જેશીંગભાઈ કાળીદાસ, શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરિયા તથા શિવગંજવાળા શેઠ ફત્તેચંદજી ગેમરાજજી વગેરે શ્રેષ્ઠિવએ ૨૪–૨૪ જિનબિંબ (એક એક ચાવીશી) ભરાવવાનો આદેશ લીધે. શા. ચંદુલાલ ચુનીલાલ ૩૯ અને શા. શકરચંદ દલસુખભાઈએ ૧૫ બિંબ ભરાવવાનો આદેશ લીધે. આ સિવાય બીજાં અનેક ગૃહસ્થોએ પણ પિતાની શક્તિ અને ભાવના પ્રમાણે જિનબિંબને આદેશ લીધે.
એ બધાં બિંબ કદંબગિરિ-વાવડી પ્લેટના મૂર્તિ–ભંડારમાંથી લાવવાના હતા. પૂજ્યશ્રીના દૂરંદેશીભર્યા વિચારના ફલસ્વરૂપે પેઢીએ ત્યાં બે મજલાનું ભવ્ય મકાન બનાવેલું. એમાં જયપુરના કારીગરો પાસેથી દર વર્ષે લેવાતી સેંકડો નાની મોટી મૂર્તિઓનું સંરક્ષણ થતું. એમાંથી પસંદ કરીને આ બધાં બિંબ લાવવાના હતા, એટલે પૂજ્યશ્રી કદંબગિરિ આવ્યા. કેટલાક દિવસે રહી, બિંબની પસંદગી કરીને પુનઃ રહિશાળા આવ્યા. એ બિંબ પણ રહિશાળા લાવવામાં આવ્યા. - દર વખતની જેમ જ આ વખતે પણ મહત્સવની વિશાળ તૈયારીઓ કરવામાં આવી, જિનદાસ ધર્મદાસની પેઢીના વહીવટદારે તથા બીજાં પૂજ્યશ્રીના ભક્ત ગૃહસ્થાએ એમાં તન-મન અને ધનને સહકાર આપે.
મહોત્સવની તૈયારીઓમાં મુખ્ય તૈયારી જમણની કરવાની હતી. એ તૈયારી કરતાં સૌથી પહેલી એક મુશ્કેલી આવી-ખાંડની. ખાંડનું કડક રેશનિંગ અત્યારે ચાલતું હતું. બે-પાંચ હજાર માણસોને માટે તે આ શ્રેષ્ઠિવ જ સ્વયં પહોંચી વળે તેમ હતા. પણ અહીં તે બારથી પંદર હજાર માણસે એકત્ર થવાની ધારણા હતી. એટલી બધી ખાંડ આ કડક રેશનિંગમાં કયાંથી મળે ?
વિચારણા કરતાં ઘણાને મત થયે કે-ખાંડને બદલે ગોળને ઉપયોગ કર. પણ પૂજ્યશ્રીની સાથે વાતચીત કરતાં શેઠ ચીમનભાઈને થયું કે-ગોળ વાપરે એગ્ય નથી. ગમે તે રીતે પણ ખાંડ મેળવવી જ જોઈએ. આપણે ભાવનગરના દિવાન સાહેબ પાસે જઈએ, અને આ મુંઝવણ દૂર કરવા વિનંતિ કરીએ, તો કંઇક રસ્તે નીકળે. આ વિચાર તેમણે સૌને જણાવ્યું. પછી પૂજ્યશ્રીની સંમતિ મળતાં તેઓ તથા કામદાર અમરચંદભાઈ વગેરે ગૃહસ્થ ભાવનગર ગયા. ત્યાં રહેતાં પેઢીના પ્રતિનિધિ શેઠ ભેગીલાલ મગનલાલ તથા વોરા ખાંતિલાલ અમરચંદ વગેરેને લઈને દિવાનસાહેબ શ્રી અનંતરાય પટ્ટણીને તેઓ મળ્યા.
ઔપચારિક વિધિ થયા પછી તેમણે વાત કરી કે : સાહેબ ! પ. પૂ. શાસનસમ્રાટ શ્રીગુરુમહારાજ રેહિશાળામાં પ્રતિષ્ઠા કરાવે છે. ત્યાં પધારવાની આપને વિનંતિ કરવા અમે આવ્યા છીએ.
પટ્ટણી સાહેબે તરત કહ્યું કે મહારાજશ્રીને મારી વંદના સાથે કહેજે કે-હું ચોક્કસ આવીશ. રાજ્યના શમિયાણા-તંબૂ વગેરેની માંગણી કરતાં તેમણે તરત જ તે બધી વસ્તુઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org