________________
૨૯૨
શાસનસમ્રાટ અપાવી. એટલું જ નહિ, પણ એ બધી વસ્તુઓ હિશાળા લઈ જવા માટે રાજ્યની બે મેટ પણ આપી.
હવે મુદ્દાની વાત રજૂ કરી કે : સાહેબ ! પ્રતિષ્ઠા તે લીધી છે, પણ ખાંડની મોટી તકલીફ છે. ૧૫થી ૨૦ હજાર માણસ ભેગું થાય, તેમને ખાંડ શી રીતે પૂરી પાડવી ? એ મુંઝવણ ઊભી થઈ છે. માટે અમને ખાંડ મળે એ કઈ રસ્તો કાઢી આપે.
પટ્ટણી સાહેબ કહે ? એ કઈ રીતે બને ? શ્રીવળામાં અમારા ભાઈઓમાં લગ્નપ્રસંગ છે, ત્યાં પણ ખાંડ નથી આપી.
આ સાંભળીને ચીમનભાઈ વગેરેએ અરજ કરી કે આપની વાત બરાબર છે. છતાં કઈ માર્ગ તો આપે કાઢી આપવું જ પડશે.
પટ્ટણી સાહેબ માર્ગ વિચારવામાં પડ્યા. તે વખતે ત્યાં બેઠેલા એક અધિકારી શ્રીગજા. નનભાઈને એકાએક રસ્તે સૂઝી આવ્યું. તેમણે પૂછયું : ખાંડને બદલે સાકર ચાલે નહિ ? (કારણ કે રેશનિંગ ખાંડનું હતું, સાકરનું નહિ)
સૌએ આ વાતને વધાવી લેતાં કહ્યું : “સાકર તો જરૂર ચાલશે, સાહેબ !” એટલે તરત જ પટ્ટણી સાહેબના હુકમથી સાડા પાંચ મણિયા પચીસ કોથળા સાકર દસ રૂપિયાના ભાવથી આપવામાં આવી. આમ મોટી ચિંતા દૂર થવાથી સૌ ખૂબ આનંદિત થઈને રોહિશાળા આવ્યા.
વઢવાણ કંપમાં શ્રીબારોટ સાહેબ કરીને એક ડેપ્યુટી પોલિટિકલ એજન્ટ હતા. તેમણે પણું આ ગૃહસ્થની વાત ધ્યાનમાં લઈને ચેક-દાઠાના થાણદારને હુકમ કર્યો કે : “વરા જોગ ખાંડ આપવી.” આથી એ થાણદારેએ પણ આ ગૃહસ્થને કહી દીધું કે : આ હકમ છે, માટે તમારે જોઈએ તેટલી ખાંડ લઈ જાવ. હવે કાંઈ વાંધો નથી.
આ રીતે પૂજ્યશ્રીના આશીર્વાદથી ખાંડને પ્રશ્ન હલ થઈ જતાં બાકીની તમામ તૈયારીઓ ઝડપભેર કરીને મહાવદિ દશમે મહોત્સવની શરૂઆત કરવામાં આવી. મહોત્સવમાં સૌની ધારણ મુજબ પંદર હજારથી વધુ માણસે એકત્ર થયા. અંજનશલાકા માટે ૫૦૦ ઉપરાંત જિનબિંબે આવ્યા હતા. ફાગણ શુદિ બીજના દિવસે એ બધાની અંજનશલાકા પૂજ્યશ્રી આદિ સૂરિવએ કરી. અને ફાગણ શુદિ ત્રીજના દિવસે શુભ ચોઘડિયે દેરાસરમાં મૂળનાયક શ્રી આદીશ્વરપ્રભુ સહિત વીસ જિનબિંબને ગાદી સ્થાપનવિધિ થયા. પૂજ્યશ્રીની ઘણાં વર્ષોની દીર્ઘદૃષ્ટિભરી ભાવના પૂર્ણ થઈ. ૧. આ ગામ શેત્રુંજી નદીના કિનારા પર હતું. કેટલાંક વર્ષો પછી સરકાર તરફથી શેત્રુંજી નદીના
બંધ (ડેમ) ની યોજના અમલમાં આવતાં નદી કિનારાના ઘણાં ગામે પાણીમાં ગયા. એ સાથે આ રોહિશાળા પણ પાણીમાં ગયું. એ વખતે હિંમતવાન બાહોશ શ્રાવકાએ આ દેરાસરમાંના તમામ જિનબિંબો તથા અન્ય ઘણી સામગ્રી લઈ લીધી, દેરાસર પાણીમાં ગયું. ડૂબેલા ગામના લોકોને તેમની માંગણી અનુસાર સરકારે બીજી જમીન તથા સારી રકમનું વળતર આપ્યું. એ જમીનમાં તે ગામો નવાં વસ્યાં. જિનદાસ ધર્મદાસની પેઢીની રોહિશાળામાં ૩૨ વીઘાં જમીન હતી. તેની ફેરબદલીમાં પાલિતાણાથી છ માઈલ દૂર આવેલ શેત્રુંજી ડેમની નિકટમાં ઈરીગેશન ખાતાએ ખાસ પસંદ કરેલી (એકવાયર કરેલી ) નવ વીઘાં જમીન પેઢીએ સરકાર પાસે માગી. તે વખતના ગુજરાતના ઈરીગેશન ખાતાના ચીફ ઓફ એંજિનીયર શ્રી નટવરલાલભાઈ સંઘવી સાહેબના પૂરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org