________________
[૫૫]
ભાવના-સિદ્ધિ
શ્રીસિદ્ધગિરિરાજના દક્ષિણ પૃષ્ઠભાગમાં હિશાળા ગામ હતું. અહીંથી રહિશાળાની પાજના રસ્તે ગિરિરાજની યાત્રા કરી શકાતી. ઘણા લેકે પાલિતાણાથી યાત્રા કરવા ચઢતાં, ને પાછલાં તે અહીં ઉતરીને કદંબગિરિ તરફ જતાં. આ ગામમાં પૂજ્યશ્રીના દીર્ઘદ્રષ્ટિભર્યા ઉપદેશથી કદંબગિરિની પેઢીએ કેટલાંક વીઘાં જમીન ખરીદેલી. તે જમીનમાં શિખરબંધી દેરાસર તેમજ ધર્મશાળા વગેરેનું નિર્માણ પૂજ્યશ્રીના ઉપદેશ થઈ રહ્યું હતું. આ વર્ષે એ દેરાસરની પ્રતિષ્ઠા કરવાને પેઢીએ નિર્ણય કર્યો. પૂજ્યશ્રીએ એ માટેના અંજનશલાકા મહોત્સવના શુભમુહૂર્તો મહા ફાગણ માસમાં ફરમાવ્યા.
આ દેરાસરમાં ૨૭ ઈંચના મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુ (સપરિકર) તથા અન્ય નવ બિંબ ભરાવીને પધરાવવાનો આદેશ શેઠ ચીમનલાલ લાલભાઈ (કદંબગિરિની પેઢીના પ્રમુખ)એ લીધે. શિખર ઉપર ચૌમુખજીને આદેશ શેઠ કસ્તુરચંદ સાંકળચંદવાળા શા. મોહનલાલ સાકળચંદ તથા શા. ચંદુલાલ ચુનીલાલે લીધે. આ સિવાય–શેઠ જેશી*ગભાઈ કાળીદાસે ત્રણ બિંબને, તથા શેઠ ભગુભાઈ ચુનીલાલ સુતરિયાએ, શેઠ જમનાભાઈ ભગુભાઈએ, અને પૂનાના એક ગૃહસ્થ-એક એક બિંબનો આદેશ લીધો.
આ પ્રસંગે પહોંચવા માટે પૂજ્યશ્રીએ બેટાથી ધીમેધીમે વિહાર કર્યો. અનુક્રમે વળા પધાર્યા. અહીં ચાર માળના ભવ્ય દેરાસરનું કામ ઘણુ ખરું થઈ ગયું હતું, અને બાકીનું ચાલુ હતું. તે અંગે થોડા દિવસ રહીને ઉમરાળા આવ્યા. પૂજ્યશ્રીની ભાવના બારેબાર ઘેટીના રસ્તે રેહિશાળા જવાની હતી. પણ પાલિતાણના સંઘને એ વાતની જાણ થતાં તે તરત વિનંતિ કરવા આવ્યા. આગ્રહ કરીને પાલિતાણું પધારવાનું નક્કી કરી ગયે. એટલે સસરાનેધણવદર-હલ-જમણવાવ-રાથળી થઈને પાલિતાણા પધાર્યા. સાથળીમાં પાલિતાણાના ના. ઠાકોર સાહેબ શ્રી બહાદુરસિંહજી એકલા જ ઘોડા ઉપર ફરતાં આવ્યા. પૂજ્યશ્રી આજે અહીં બિરાજે છે, એવી ખબર પડતાં જ તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. દર્શન કરી, શાતા પૂછીને તેઓ ગયા. તેમના મનમાં પૂજ્યશ્રી પ્રત્યે અખૂટ સદૂભાવ હતો. તેઓ વારંવાર પૂજ્યશ્રીની ખબર મેળવતા રહેતા.
પાલિતાણામાં પ્રથમ દિવસે ગામ બહાર આવેલા મદી ધરમશી જસરાજના બંગલે પૂજ્યશ્રી રહ્યા. ત્યાં પૂ. સાગરજી મ.નો મેળાપ થયો. નાની ટેળી-સંઘના આગેવાનો તેમજ પં. શ્રી મંગળવિજયજી મ. (નીતિસૂરિજી મ.ના શિષ્ય) વગેરે મુનિવરે ઉજમફઈની ધર્મશાળાએ ૧ મહુવા-જેસર વિ. ગામવાળા કાર્તિકી પૂનમ આદિ દિવસે પ્રાયઃ આ પાગે ચઢીને યાત્રા કરે છે.
તથા ૯૯ યાત્રાવાળા દરેક ત્રણ ગાઉની પ્રદક્ષિણામાં રોહિશાળાની પાગે ઉતરી, ત્યાં દેરીએ ચૈત્યવંદન કરી. પાછાં ઉપર ચડી, દાદાની યાત્રા કરી, જયતળાટીએ ઉતરી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org