________________
એક જ ધ્યેય : તીન્નતિ
૨૮૯ બંધાવો શરૂ કર્યો. મધ્યભૂતલ, ભૂમિગૃહ, અને શિખર એમ ત્રણે ભૂમિમાં પ્રભુજી પધશવવાના વિચારથી આ પ્રાસાદનું કામ શરૂ થયું.
આમ એક પછી એક સ્થાયી કાર્યોના નિર્ણય લેવાતા ગયા, ને સંઘને ઉમંગ વધતે જ ગયે. પર્યુષણ પર્વ આવ્યા. આરાધકે સર્વ બાહ્ય વ્યાપારોને ત્યાગ કરીને પૂજ્યશ્રીની નિશ્રામાં આરાધના કરવા તત્પર બન્યા. પૂજ્યશ્રીના શ્રીમુખે થતાં કલ્પસૂત્રના વાંચનને લાભ લેવા સંઘને નાનામાં નાનો બાળક પણ અચૂક હાજર રહેતો. એમાંયે ગણધરવાદના શ્રવણ માટે તે સુરેન્દ્રનગર, લીંબડી, વગેરે અનેક ગામોના શ્રાવકે તથા રાજ્યાધિકારીઓ પણ આવેલા.
જોતજોતામાં પર્વના દિવસે પૂરા થયા. સંઘે અઠ્ઠાઈ મહત્સવ કર્યો.
ચોમાસા દરમ્યાન એકવાર ભાવનગરના મહારાજા શ્રીકૃષ્ણકુમારસિંહજી ખાસ પૂજ્યશ્રીના દર્શનાથે આવ્યા. એ વખતે ગૃહસ્થાએ એક મોટા ખંડના એક ભાગમાં સુંદર ગાલીચો પાથરી તેના પર ગાદી-તકિયે વગેરે બિછાવી રાખ્યું. મહારાજા આવ્યાં કે તરત સ્વાગત વિધિપૂર્વક તેમને એ ખંડમાં લઈ જવાયા. તેઓ ગાદી ઉપર બેઠા. હવેતેમની સમજ એવી હતી કે—મહારાજશ્રી પણ અહીં ગાદી પર જ બેસો. - થોડીવારમાં પૂજ્યશ્રી પરિવાર સાથે પધાર્યા. ના. મહારાજાએ ઊભાં થઈને વંદન કર્યું. પછી તેઓ ઊભાં જ રહ્યા. મહારાજશ્રી ગાદી ઉપર બેસે, તેની રાહમાં તેઓ હતા. ત્યાં જ પૂજ્યશ્રી તે સાધુએ ભૂમિપ્રમાજનપૂર્વક પાથરેલા આસન પર બિરાજી ગયા. એ જોઈને ના. મહારાજાએ ગાદી ઉપર પધારવા વિનંતિ કરી. ત્યારે પૂજ્યશ્રીએ સાધુધર્મ પ્રમાણે એના પર પગ પણ ના મૂકાય, એ સમજાવ્યું. ના. મહારાજા આ સાંભળીને ઘણું આશ્ચર્ય પામ્યા. એની સાથે આવાં કડક સાધુધર્મ પ્રતિ તેઓના બહુમાનમાં વૃદ્ધિ થઈ. પછી તેઓ પણ જમીન પર જ બેસી ગયા. શ્રાવકેએ ગાદી ઉપર બેસવા કહ્યું તો તેઓ કહેઃ “ગુરુ મહારાજથી ઊંચા આસને મારાથી ન બેસાય. અને તેઓ નીચે જ બેઠા. પછી તે લગભગ બેથી અઢી કલાક સુધી ધર્મોપદેશ સાંભળે.
પૂજ્યશ્રી જ્યાં બિરાજમાન હોય, ત્યાં હંમેશા તેઓશ્રીને વંદન કરવા માટે સેંકડો અનુરાગીઓ આવ્યા જ કરતાં. તેમાં જૈન પણ આવતાં ને જૈનેતર પણ નજીકના ગામોમાંથી આવતાં, ને દૂરના ગામમાંથી પણ. આવીને પૂજ્યશ્રીને ભાવપૂર્વક વાંદતાં. ઉપદેશ શ્રવણ કરતાં, કાંઈક સેવા ફરમાવવા વિનવતા, યથાશક્તિ સેવા કરતાં, ને કંઈક પામ્યાની તૃપ્તિ અનુભવતા. અહીંયા પણ એકવાર–પાડીવ (રાજસ્થાન)થી શેઠ અષભદાસ મૂળચંદજી અને જાવાલથી શેઠ કપૂરચંદજી હાંસાજી વંદનાથે આવ્યાં. કાંઈક ધર્મકાર્યને લાભ આપવા વિનંતિ કરી. ત્યારે પૂજ્યશ્રીએ કદંબગિરિમાં ત્રીજી ટુંક-વાવડી પ્લેટમાં એક જિનાલય બંધાવવા ઉપદેશ કર્યો. તેઓ બન્નેએ ભાગીદારીમાં એ વાત હર્ષથી સ્વીકારી લીધી, ને એ દેરાસરને આદેશ લઈ લીધો.
ચોમાસું પૂર્ણ થતાં શેઠ કુલચંદ છગનલાલ સલતની વિનંતિથી તેમને ત્યાં ઠાણાઓઠાણું કર્યું. તેમણે એ પ્રસંગે અઠ્ઠાઈ–મહોત્સવ, શાંતિસ્નાત્ર વગેરે ધર્મકાર્યો કર્યા. ૩૭
-~-~ --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org