SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ શાસનસમ્રાટ આપ્યું. મુહૂર્ત ફાગણ માસમાં હતું, એટલે તેઓશ્રી ગામડાઓમાં વિચરતાં વિચરતાં તળાજા પધાર્યા. ત્યાં તીર્થના વહીવટ અંગે થોડા દિવસ રહીને પુનઃ રાજપરા પધાર્યા. - - - સંઘે ઘણું ઉલ્લાસથી પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રારંભે. મહા વદ તેરશે એ શરૂ થશે. ફા.. પાંચમના મંગલ દિવસે પૂજ્યશ્રીના પવિત્ર સાંનિધ્યમાં એ ત્રણે બિંબને ગાદીનશીન કરવામાં આવ્યા. આઠ દિવસ સંઘજમણું અને પ્રતિષ્ઠાદિને ગામઝાંપે ચેખાયુક્ત નવકારશી કરીને સંઘે મહાત્ લાભ લીધે. પ્રતિષ્ઠા પછી ત્યાંથી તળાજા પધાર્યા. અવારનવાર ડોકિયાં કરી જતે તાવ અહીં પણ આવ્યું. એને લીધે અહીં સ્થિરતા કરી. ; બોટાદના સંઘની વિનંતિથી સં. ૧૯૯૮ની સાલનું આવતું ચોમાસું ત્યાં કરવાનું સ્વીકાર્યું, અને તબિયત રવસ્થ થતાં વિહાર કરીને વળા આવ્યા. અહીં પ્લેટમાં દેરાસર–ધર્મશાળાનું બાંધકામ ચાલી રહ્યું હતું. તેનું નિરીક્ષણ કરી, એગ્ય સૂચનાઓ આપીને ત્યાંથી અનુક્રમે બેટાદ આવ્યા. અહીંના સંઘને ઉત્સાહ અપાર હતો. સામૈયું પણ એને અનુરૂપ કર્યું. ગામના ઉપાશ્રયે બે દિવસ રહીને પરામાં આવેલી શા. રતિલાલ હરિલાલ કેન્ટ્રાકટરની જીનના અંગલામાં પધાર્યા. શારીરિક અનુકૂળતાની દષ્ટિએ એ ચોમાસું ત્યાં જ રહ્યા. શરૂઆતમાં એક મહિને વ્યાખ્યાન પણ ત્યાં જ વાંચ્યું. પૂ–૧૯૮૮ના ચોમાસામાં પરામાં રહેતાં સવાસે જેને કુટુંબને આરાધના કરાવવાને લાભ મળે તેવી ભાવનાથી અને પૂજ્યશ્રીના ઉપદેશથી દેસાઈ લક્ષમીચંદ ભવાને પરામાં જ એક વિશાળ જમીન લઈ રાખેલી. તેમાં પૂજ્યશ્રીના ઉપદેશાનુસાર પિતાના વડીલ બંધુ મુનિશ્રી હર્ષવિજયજીના સ્મરણાર્થે “શ્રીહર્ષવિજયજી જ્ઞાનશાળા” નામને ઉપાશ્રય તથા શ્રી મહાવીર સ્વામીનું દેરાસર તેઓ બંધાવી રહ્યા હતા. ઉપાશ્રય તે લગભગ તૈયાર થઈ જવા આવ્યા હતે. પણ તે ઘણે નાને હતે. બેટાદને સમસ્ત સંઘ ત્યાં બેસીને વ્યાખ્યાન શ્રવણદિ કાર્યો કરી શકે તેવું ન હતું. એટલે પૂજ્યશ્રીએ દેસાઈ કુટુંબના શ્રીનરોત્તમદાસ ખીમચંદ, તારાચંદ હિમચંદ, ગિરધરલાલ હિમચંદ, તથા વીરચંદ હિમચંદ વગેરેને ઉપદેશ આપે કે થોડી વધુ જગ્યા આમાં ઉમેરીને ઉપાશ્રયને વિશાળ બનાવે. તેઓએ તરત તેનો અમલ કર્યો. થોડીક વધુ જગ્યા એમાં ભેળવીને એ ઉપાશ્રયને એક મહિનામાં જ વિશાળ બનાવી દીધું એ તૈયાર થઈ જતાં બાકીનું આખું ચોમાસું ત્યાં જ વ્યાખ્યાન વંચાયું. દેરાસરનું કામકાજ પણ ચાલુ હતું. એ માટે પહેલાં લહમીચંદભાઈએ અમુક રકમ કાઢેલી. પણ શિખરબંધી દેરાસર માટે તે અપૂરતી હતી, એટલે તેમની ઈચ્છા નાનું ઘરદેરાસર કરવાની હતી, પણ પૂજ્યશ્રીએ તેમને તથા આખા દેસાઈ કુટુંબને ઉપદેશ આપતાં દેસાઈ કુટુંબ સારી રકમ કાઢીને શિખરબંધી અને ત્રણ ગભારાવાળા એ દેરાસરનું કામ આગળ ધપાવ્યું. ગામનું જૂનું દેરાસર પણ નાનું હતું. અત્યારની વસતિને માટે સાંકડું પડતું હતું. એ સંકડામણને દૂર કરવા માટે સંઘે પૂજ્યશ્રીનું માર્ગદર્શન મેળવીને તે અનુસાર-દેરાસરની આગળના મેટા ઉપાશ્રયને અમુક ભાગ દેરાસર ખાતે લીધે, અને ત્યાં ત્રિભૂમિક પ્રાસાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy