SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ એક જ દય: તીર્થોન્નતિ ૨૮૭ આમ નહિ ધારેલું બનવાથી રાજપરાને સંઘ હર્ષઘેલે બની ગયે. આ પછી પૂજ્યશ્રી ભાવનગર પધાર્યા. ભાવનગરમાં ગામબહારની દાદાસાહેબની વાડીમાં પૂજ્યશ્રી થોડા દિવસ રહ્યા. એ વખતે શેઠ ઈશ્વરદાસ મૂળચંદ સહકુટુંબ ત્યાં આવ્યા, અને નાણુ મંડાવીને પૂજ્યશ્રી પાસે ચતુર્થવ્રત અંગીકાર કર્યું. નગર-પ્રવેશ માટે એક મંગલ દિવસ નક્કી કરવામાં આવ્યું. એ દિવસે ભાવનગરના સંઘે કરેલી તૈયારીઓ અદ્ભુત હતી. રાજ્યે પણ દબારી બેન્ડ, હાથી, ઘેડા વગેરે સામગ્રી આપી હતી. સંઘને એકેએક સભ્ય સ્વાગત અર્થે શરૂઆતથી જ હાજર થઈ ગયેલું. રાજ્યના દિવાન સાહેબ શ્રી અનંતરાય પટ્ટણી, નાયબ દિવાન શ્રી નટવરલાલભાઈ, વસુલાતી અધિકારી ગજાનનભાઈ, પિલિસ ઉપરી શ્રી છેલશંકરભાઈ વગેરે અધિકારીઓનું સમગ્ર મંડળ પણ પ્રથમથી જ હાજર હતું. રાજ્ય પણ રાજ્યની રીતે સામૈયાની અપૂર્વ ગોઠવણી કરેલી. પિતાની કરડાકી માટે સર્વત્ર જાણીતા પિલિસ ઉપરી શ્રી છેલશંકરભાઈ સમગ્ર પલિસ-સ્ટાફને સુસજજ બનાવીને લાવેલા. ઈસરોય જેવા ઉચ્ચ કક્ષાના માણસે આવે, ત્યારે પોલિસની જેવી બેઠવણી કરાતી, તે જ પ્રમાણે તેમણે પિલિસટાફને ગોઠ સામૈયું પસાર થવાના વિશાળ માર્ગ વિસ્તારમાં લગભગ ૧૦-૧૦ ડગલાના અંતરે તેમણે એક એક પિલિસ ગોઠવી દીધે. સામૈયું તે સ્થાનેથી પસાર થાય, ત્યારે એ પિલિસો સલામી આપતા. રાજ્ય તથા સંઘે કરેલું આ સામૈયું સર્વત્ર ચર્ચા અને પ્રશંસાનો વિષય બની રહ્યું. એક ફસ્ટકલાસ દેશી રાજ્ય જૈનસંઘના એક પ્રભાવશાલી ધર્મગુરૂને આવું–વાઈસરોયથીયે અધિક માન આપે, એ જોઈને-જાણીને જૈન-જૈનેતર તથા અન્ય રજવાડાંઓ પણ આશ્ચર્ય પામવા સાથે પૂજ્યશ્રીની પ્રતિભાથી માહિતગાર બન્યા. સામૈયું શહેરમાં ફરીને સમવસરણના વડે ઊતર્યું. પૂજ્યશ્રી ત્યાં જ માસું બિરાજ્યા. માસામાં પટ્ટણી સાહેબ વગેરે રાજ્યાધિકારીઓ વારંવાર આવતા, અને ધર્મોપદેશ સાંભળતા. પર્યુષણ પછી પૂજ્યશ્રીને તાવ આવવા લાગ્યું. થોડા થોડા સમયે દેખા દઈ જતે આ તાવ જાણે તેઓશ્રીની ભાઈબંધી ઈચ્છતા હતા, પણ તેઓશ્રી એને ગણકારતા નહિ. ફકત અર્ધ બળેલ ઉકાળેલું પાણી વગેરે ઉપાયથી એનું નિવારણ કરતા. તાવને લીધે અશકત બનેલા શરીરને જોઈને ભક્તશ્રાવકોએ વિનંતિ કરી કે : સાહેબ ! સ્વસ્થતા માટે મુકત વાતાવરણની જરૂર છે. માટે આપ કૃષ્ણનગર પધારે. ત્યાં રહે. ત્યાંનું વાતાવરણ આપને અનુકૂળ રહેશે.” આ વાત એગ્ય લાગતાં પૂજ્યશ્રી ત્યાં જઈને થોડા દિવસ રહ્યા. ત્યાંના ખુલ્લાં વાતાવરણથી તબિયત પણ સ્વસ્થ બની. - ચોમાસું પૂર્ણ થતાં વિહાર કરીને ઘોઘા-કોળિયાક–ખડસલીયા-વાડી–પડવા–નાગધણીબાના રસ્ત રાજપરા પધાર્યા. પૂજ્યશ્રીના દરેક વિહારમાં ગામેગામ સેંકડો ભાવિકે ઠેરઠેરથી દર્શન વંદન કરવા આવતાં. દરેક મુકામે પૂજા–પ્રભાવના તથા સંઘજમણ કાયમ થતાં. રાજપરાના સંઘની વિનંતિથી ત્યાંની પ્રતિષ્ઠા કરાવવાનું સ્વીકારીને તેનું શુભમુહુર્ત કાઢી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy