________________
૨૮૬
-
શાસન સાટું
ત્યારે એક વખત એમણે મને અને ભાઈ ખાંતિલાલ અમરચંદ વેરાને લાવ્યા અને કહ્યું તળાજાને સંઘ અત્યારે તળાજાતીર્થને વહીવટ કરી શકે એમ નથી, માટે તમે આ વહીવટ હાથમાં લઈ લો.” મેં કહ્યું: સાહેબ ! અમે ૩૫ માઈલ દૂરથી શી રીતે વહીવટ કરી શકીએ.” મહારાજશ્રીએ કહ્યું: “હું કહું છું કે તમે વહીવટ લઈ લે. અને તમારી સાથે ખાંતિભાઈને રાખે. એ અમરચંદ જસરાજને દીકરે છે. એટલે પછી તમારે બીજી ચિંતા નહીં રહે. જો આ વહીવટ નહીં તો તે મારે આ વહીવટ આણંદજી કલ્યાણજીને સોંપી દેવું પડશે. પણ આમ કરવું પડે તે બરાબર નહિ. માટે તમે વહીવટ લેશે તે વાંધો નહીં આવે.” મેં કહ્યું કે. “એક શરતે એ વહીવટ લઈએ. અને તે એ રીતે કે કમિટિમાં અમારા બે ઉપરાંત તળાજાના સંઘના બે ત્રણ ગૃહસ્થ અમારી સાથે રહે.” મહારાજ સાહેબે હા પાડી. અને હું, ખાંતિભાઈ, વલ્લભદાસ ગુલાબચંદ, પુરુષોત્તમ માવજીભાઈ શાહ તથા વીરચંદ કરસનદાસની તીર્થકમિટિ સ્થાપવામાં આવી. તે વખતે પુરૂષોત્તમદાસ જે કે હાજર નહોતા. પણ એમનું નામ મૂકવામાં આવેલું. આ વખતે સંઘ પાસે ગેઢીઓને પગાર કરવાના પણ પૈસા ન હતા. આ વખતમાં ગઠીઓને પગાર ૨૦થી ૨૫ રૂપિયા હતે. દરેક મેંબરે વહીવટ માટે પાંચ પાંચ રૂપિયા કાઢેલા. આ કામમાં મહારાજ સાહેબના આશીર્વાદથી અમને સારો યશ મળે.”
આમ આ કમિટિએ આ મહાતીર્થને વહીવટ પૂજ્યશ્રીના માર્ગદર્શન મુજબ સંભાળી લીધે. આ પછી એ તીર્થની ઉન્નતિ અને જાહોજલાલી ઉત્તરોત્તર વચ્ચે જ ગઈ અને વચ્ચે જ જાય છે. એ વિષે શેઠશ્રી જોગીભાઈ લખે છે કે –
આ પ્રમાણે સં. ૧૯૮ ના શ્રાવણ શુદિ ૧થી તળાજા તીર્થને વહીવટ કમિટિએ હાથમાં લીધું ત્યાર પછી આ તીર્થમાં અત્યાર સુધીમાં એક પછી એક સારાં કામે થતાં આવ્યા છે. આ તીર્થક્ષેત્રમાં બાવન જિનાલયની યેજના, શાંતિકુંડ, ચેમુખજી જીર્ણોદ્ધાર, સાચાદેવજીર્ણોદ્વાર, નાનગૃહ, નૂતન ભેજનાલય, કીર્તિસ્તંભને જીર્ણોદ્ધાર, ધર્મશાળાને જીર્ણોદ્ધાર, ટેકરી ઉપર જવાનાં પગથિયાં અને શ્રાવક-શ્રાવિકાના બે ઉપાશ્રય તથા જૈન વિદ્યાર્થીગૃહ વિગેરે થયાં છે,
અહીં ભાવનગરને શ્રીસંઘ ચોમાસાની વિનંતિ કરવા આવ્યા. એ સ્વીકારીને ૧૯૯૭ના ચાતુર્માસ માટે પૂજ્યશ્રીએ ભાવનગર તરફ વિહાર કર્યો. માર્ગમાં રાજપરા ગામ આવ્યું. અહીંના સુંદર દેરાસરમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમાં કેટલાંક વર્ષોથી પણ દાખલ બિરાજમાન હતી. એ જાણીને પૂજ્યશ્રીએ શ્રીસંઘને તેની પ્રતિષ્ઠા માટે પ્રેરણા કરી. સંઘે તે હર્ષભેર વધાવી લીધી, અને આવતાં વર્ષમાં પ્રતિષ્ઠા કરાવવાને નિર્ણય કર્યો. ત્યાંથી પૂજ્યશ્રી તણસા ગામે આવ્યા. ત્યાં રાજપરાના ધનવાનું શ્રાવક લવજી મેઘજી વગેરે આવ્યા. લવજીભાઈ સર્વ પ્રકારે સુખી હતા, પણ ધર્મમાર્ગમાં હજી સુધી તેમણે બિલકુલ ધનવ્યય કરેલે નહિ. પૂજ્યશ્રીએ અવસરચિત ઉપદેશ આપતાં કહ્યું કેઃ મૂળનાયક પ્રભુ તમે પધરાવે.
પૂજ્યશ્રીના વચનને પ્રભાવ કહો કે ચમત્કાર કહે, કઈ દિવસ ધર્મમાં કાંઈ ન વાપરનાર એ લવજીભાઈએ તે જ ઘડીએ રૂ. ૨૦૧૧માં મૂળનાયકજીની પ્રતિષ્ઠાને આદેશ લીધે. આજ બાજુ બીજાં બે પ્રતિમાજી પધરાવવાનું નકકી થતાં તેને આદેશ પણ બે ગૃહસ્થોએ લીધો.
૧. એજન-પૃ. ૯૯-૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org