________________
એક જ દશેય તીર્થોન્નતિ
૨૮૩
ત્યાં જ અમદાવાદના વતની અને મૂળ પાટીદાર જ્ઞાતિના છતાં પિતાના મિત્ર પુરૂષોત્તમદાસ અમીચંદ-કે જેઓ ભૂગોળ અને ખગોળવિદ્યાના ઘણા સારા અભ્યાસી હતા, તેમના સહવાસથી પૂજ્યશ્રીના ગુણાનુરાગી બનેલા શા. ચંદુલાલ શિવલાલ ગિરિરાજની યાત્રાર્થે આવેલા, તેઓ, રહિશાળા સંઘના દર્શને આવ્યા. પૂજ્યશ્રીએ સચેટ ધર્મોપદેશ આપતાં તેઓને કાંઈક ધર્મકાર્ય કરવાની રુચિ જાગી. એ જોઈને પૂજ્યશ્રીએ રહિશાળામાં ધર્મશાળા કરવાની પ્રેરણા આપી. તેમણે પણ તરત જ એ માટે તેર હજાર રૂપિયા આપવાનું જાહેર કર્યું.
આ મંગળકાર્ય કરીને બીજે દિવસે સંઘ કદંબગિરિ પહોંચ્યા. તીર્થમાળારોપણ વિધિ પત્યા બાદ પૂજ્યશ્રી ત્યાં જ રહ્યા. થોડા દિવસ બાદ ત્યાંથી તળાજા-દાઠા થઈને મહુવા પધાર્યા. અહીં આ. શ્રીવિજયનંદનસૂરિજી મ. ની તબિયત અસ્વસ્થ થઈ. લીવરનો દુઃખાવો તથા ગેસનો ઉપદ્રવ તેમને વારંવાર થઈ આવતો હતો. તે માટે યોગ્ય ઉપચાર કરવાની જરૂર જણાતાં વૈદ્યોની સલાહથી મહુવાથી વિહાર કરી વળા થઈને પચ્છેગામ પધાર્યા. આ પચ્છેગામ તે વખતે વૈદ્યોનું વિલાયત ગણાતું. ત્યાં આશરે દોઢ માસ રહીને શ્રીનાગરદાસભાઈ વગેરે પીયૂષપાણિ અને નિષ્ણાત વૈદ્યોની સારવાર કરાવી. ચાતુર્માસને કાળ નજીક આવતું હતું. તે માટે બેટાદ વગેરેના સંઘની વિનંતિ હતી, પણ વળાના સંઘને સવિશેષ આગ્રહ થતાં પૂજ્યશ્રી ત્યાં ચાતુર્માસ કરવા પધાર્યા (સં. ૧૯૯૬).
[૫૪] એક જ ધ્યેય તીથન્નતિ–
વળાને શ્રીસંઘ ત ત્યાને રાજપરિવાર પૂજ્યશ્રી પ્રત્યે અનન્ય અનુરાગ ધરાવતે હતે. તેમના ભક્તિપૂર્ણ આગ્રહથી તથા આ ઐતિહાસિક નગરના ઉદ્ધારના અભિલાષથી પૂજ્યશ્રી અહીં ચોમાસું રહેલા.
અહીંને ઉપાશ્રય જીર્ણ બની ગયું હતું. શેઠ ચીમનભાઈ લાલભાઈ વગેરે અમદાવાદના ધનિકને ઉપદેશ આપતાં તેઓએ ચગ્ય સુધારાવધારા સાથે સમારકામ કરાવીને ઉપાશ્રયને સુંદર બનાવી દીધે.
અહીંના શ્રીસંઘ ઉપર પંજાબરત્ન પ. પૂ. ગુરુભગવંત શ્રીવૃદ્ધિચંદ્રજી મ.ને મહાન ઉપકાર હતું. તેઓશ્રીએ સં. ૧૯૩૬-૩૭ના બે ચોમાસાં અહીં કરેલા. અને અત્યારનું શ્રી પાર્શ્વ નાથ પ્રભુનું જિનાલય તેઓશ્રીના ઉપદેશથી જ બંધાયેલ છે. એ બધા ઉપકારની સ્મૃતિ કાયમ કહ્યા કરે, એ ભાવનાથી આપણું પૂજ્યશ્રીએ આપેલા ઉપદેશને અનુસરીને કદંબગિરિની શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીએ ઉપાશ્રયની પાછળ આવેલ શા. વર્ધમાન લલ્લુભાઈનું મકાન લઈ તેને સુધરાવીને “શ્રીવૃદ્ધિઉદય જ્ઞાનશાળા” તરીકે સ્થાપ્યું.
પર્યુષણ પછી આ માસમાં પૂજ્યશ્રીને સખ્ત તાવ આવ શરૂ થયું. પચીસેક દિવસ એનું જોર રહ્યું. અશકિત ઘણી આવી ગઈ. આ સમાચાર મળતાં અમદાવાદ–ભાવનગર વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org