________________
૨૪
શાસનસમ્રાટ્
ગામાના કેટલાંયે ગુરુભકત શ્રાવકે। વાર વાર શાતા પૃચ્છા માટે આવવા લાગ્યા. શેઠ ઈશ્વરદાસ મૂળચંદ તા પૂજ્યશ્રીને તાવ આવવેા શરૂ થયા, ત્યારથી, તેઓશ્રી સંપૂર્ણ સ્વસ્થ થયા ત્યાં સુધી વળામાં જ રહ્યા. ચામાસુ` સમાપ્ત થતાં જ પૂજ્યશ્રીના પરમભકત રાજકુટુ એ ગામ અહાર વિશાળ તથ્યૂ નખાવ્યો, અને ત્યાં હવાફેર માટે પૂજ્યશ્રીને લઈ જવાયા. સંઘના સ ગૃહસ્થા ખડે પગે વૈયાવચ્ચ કરવા હાજર રહેતા. તેઓ હંમેશાં પૂજા તથા વામીવાત્સલ્ય
કરવા લાગ્યા.
સ્વચ્છ હવા અને પથ્યસેવનપૂવ કના ચેાગ્ય ઉપચારથી પૂજ્યશ્રી સ્વસ્થ બની જતાં ત્યાં જ કેટલાંક ગૃહસ્થાએ નાણુ મ ́ડાવીને વિવિધ વ્રતા ઉચ્ચયૅ. વળાના નામદાર ઠાકૈાર સાહેબ શ્રી વખતસિંહુજી કેટલાંક કારણેસર અત્યાર સુધી રાજકોટ હતા. તેઓ ચામાસ પછી આવ્યા. ત્યાર પછી તે હુ ંમેશાં પૂજ્યશ્રીના દર્શને આવવા લાગ્યા.
અહીં પ્રાચીન કાળથી શ્રીઆદીશ્વરપ્રભુનું મહાન્ શિખરબંધી દેરાસર હતું. મડામંત્રી શ્રી વસ્તુપાળ અને તેજપાળ જ્યારે સંઘ લઈને સિદ્ધગિરિજી આવ્યા, ત્યારે માગ માં આ (વળા) ગામના આદીશ્વર પ્રભુના ચૈત્યના જીર્ણોદ્ધાર તેઓએ કરાવેલા, એવા ઉલ્લેખ તેમના ચરિત્રમાં મળે છે.
આ પછી ફરીવાર વલભીપુરનેા ભંગ થયેા હેાવાનુ સંભવે છે. ૧૭-૧૮મા સૈકામાં થયેલ પુનરૂદ્ધાર વખતે અહીં એક નાનુ દેરાસર (માટી દેરી જેવુ) બંધાવીને તેમાં આઈશ્વરપ્રભુની નાની સ્મૃતિ પધરાવવામાં આવેલી. એ મૂર્તિ અને એ દેરાસર સ’. ૧૯૪૨ સુધી રહ્યાં. પણ ત્યાર પછી પૂજ્યશ્રી વૃદ્ધિચદ્રજી મ.ના સદુપદેશથી બંધાયેલા મેાટા દેરાસર માટે એ પ્રતિમાજી નાના જણાતાં પૂ.શ્રી આત્મારામજી મ.ના પ્રશિષ્ય મુનિરાજ શ્રી હંસવિજયજી મ.ની પ્રેરણાથી બુરાનપુરાના સંઘે આપેલ શ્રીપાર્શ્વનાથપ્રભુ અહીં લાવવામાં આવ્યા. અને સ. ૧૯૬૦માં પૂ. ગંભીરવિજયજી મ., તથા આપણા પૂજ્યશ્રી આદ્ધિની પુનિત નિશ્રામાં થયેલી પ્રતિષ્ઠા વખતે એ પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક તરીકે ખિરાજમાન કરવામાં આવ્યા.
આ પ્રતિષ્ઠા પછીની ગામની પરિસ્થિતિ નિહાળતાં આગેવાનેાના દિલમાં કાંઈક વહેમ રહી ગયેલે, એ વહેમનું નિવારણ થાય, એ માટે ઠ્ઠી આદીશ્વરપ્રભુનું જિનાલય મધાવવાની પૂજ્યશ્રીની ભાવના હતી.
વળી પૂ`ધર ભગવંત શ્રીદેવધિ ગણિક્ષમાશ્રમણ તથા શ્રીમલવાદીસૂરિજી મ. વગેરે પ્રભાવક મહાપુરુષાના ઐતિહાસિક મહાકાર્યની આ ભૂમિ હતી. પૂ, ગુરુદેવ શ્રીવૃદ્ધિચદ્રજી મ.ના મનમાં એ મહાન કાર્યાનું સ્થાયી મારક બનાવવાની ભાવના હતી. ગુરૂદેવની એ ભાવનાને સાકાર બનાવવાની પૂજ્યશ્રીને અભિલાષા હતી. એ સ્મારકમાં વલભી-વાચનાના પુણ્ય અવસરે શ્રીદેવર્ષિ - ગણિક્ષમાશ્રમણના નેતૃત્વ તળે મળેલી ૫૦૦ આચાર્યની પદાને મૂર્તિ સ્વરૂપે પધરાવવાની તેઓશ્રીની ઇચ્છા હતી. (એક મુખ્ય મૂર્તિ અને તેમાં પરિકરૂપે ૫૦૦ આચાર્યાના પ્રતીકો, અને દેવવિધ ગણિ મહારાજા સહિત પાંચસેાએ આચાર્યાની અલગ અલગ મૂતિઓ, આ રીતે),
આ ભવ્ય અભિલાષાને મૂર્તિમંત બનાવવા તેઓશ્રી વિચારી રહેલા. ગામ મહાર ચેાગ્ય જગ્યાની તપાસ પણ તેઓશ્રીના ભકત શ્રાવકા કરી રહેલા. એ વાતની જાણ ના. ઠાકેારસાહેબને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org