________________
શાસનસમ્રાટ
. એ વખતે-ગાયકવાડી અધિકારીઓને પૂજ્યશ્રીની પ્રતિભા અંગે વિશિષ્ટ માહિતી સાંપડી. એ માહિતી અનુસાર તેઓએ વિચાર્યું કે–આ મહારાજશ્રી ચેક થાણાના ગામના દરબાર ઉપર સારું વર્ચસ્વ ધરાવે છે. તેઓ જે એ દરબારોને ઉપદેશરૂપે સમજાવે, તે આ બધાંય ગામે આપણી હદમાં ભળી જાય.
આ વિચારથી ગાયકવાડી અમલદારો વારંવાર પૂજ્યશ્રી પાસે અવરજવર કરવા લાગ્યા. પ્રસંગ મળે કે–તેઓ પોતાની વાત મૂકતાં. એકવાર આ ખાતાના (ફેડરેશન અંગેના) મુખ્ય અધિકારી શ્રી રણછોડલાલ પટવારી કદંબગિરિ ઉપર ચાલતા પ્રતિષ્ઠાના પ્રસંગે આવ્યા. તેઓ કાબેલ મુત્સદ્દી ગણતા. પિતાના બુદ્ધિબળને લીધે તેઓ “નાના પટ્ટણી’ તરીકે પંકાયેલા. મુત્સદીની અદાથી તેમણે પૂજ્યશ્રીને કહ્યું : “વડોદરા રાજ્ય કરેલો દીક્ષા પ્રતિબંધક કાયદો આપને અગ્ય લાગતું હોય, તે એ કાયદો હું કઢાવી નાખ્યું. એટલું જ નહિ, આપના આ તીર્થના વહીવટ માટે–આ બેદાનાનેસ ગામ કદંબગિરિની પેઢીને ત્રાંબાને પતરે લખી આપીએ. પણ આ ગામના દરબારને અમારા રાજ્યમાં ભળવાને ઉપદેશ આપ.” || પૂજ્યશ્રીએ આને ઉચિત જવાબ આપતાં કહ્યું : “ગાયકવાડ સરકારને લાગતું હોય કેદીક્ષાપ્રતિબંધક કાયદો અગ્ય જ છે, તે તેઓ એને જરૂર કાઢી નાખે. બાકી હું દરબારોને તમારામાં ભળવાને ઉપદેશ આપું, અને એના બદલારૂપે તમે એ કાયદે કાઢી નાખવાની વાત કરતા હો તે એ અશક્ય જ છે. વળી ભાવનગર રાજ્ય દેશી અને સદા ધર્મપરાયણ છે. અને અમારાં તીર્થોનું રક્ષણ પણ તે કરે છે. માટે પણ આ ઉપદેશ અમાશથી કોઈને ન અપાય.”
પટવારી વગેરે અમલદારે આ જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેઓ સમજી ગયા કે અહીં આપણી મુત્સદ્દીગીરી ચાલે તેમ નથી. - પૂજ્યશ્રીના આ જવાબમાં જે રાજ્યના આશ્રયે રહેતાં હોઈએ, તેના વિરોધના ત્યાગની પ્રતિજ્ઞા (વિદ્ધવા)ના પાલનની દઢતા ગુંજતી હતી. શાસનને અને તીર્થને હિત કરનારી ઉડી દીર્ધદષ્ટિ આ જવાબમાં સમાયેલી હતી.
કદંબગિરિથી વિહાર કરીને પૂજ્યશ્રી પાલિતાણા આવ્યા. થોડા દિવસ રહીને ગિરિરાજની યાત્રાઓ કરી. ભાવનગરને સંઘ વિનંતિ કરવા આવતાં ચેમાસાની જય બોલાવીને ભાવનગર પધાર્યા.
ભાવનગરમાં અનેક ભાવિકોએ શ્રી સમ્યકત્વ સહિત વિવિધ વ્રતે નાણુ મંડાવીને ઉચ્ચ. ઘોઘાના વતની હરગોવિંદભાઈ નામના એક મુમુક્ષુએ પૂજ્યશ્રી પાસે દીક્ષા પણ લીધી. આચાર્ય શ્રી વિજયસૂરિજીના શિષ્ય તરીકે તેમનું નામ મુનિશ્રી હેમપ્રભાવિજયજી રાખ્યું.
ગામના મેટાં દેરાસરની ઉપરના ભાગને જીર્ણોદ્ધાર પૂર્ણ થયેલ હોવાથી ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાન વગેરેની, તથા કરચલીયા પરાના નવીન દેરાસરની પ્રતિષ્ઠા શ્રીસ ઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કરી.
આમ માંગલિક કાર્યોથી શરૂ થયેલું ૧૯૪ની સાલનું આ ચોમાસું પણ મંગલમય રીતે પસાર થયું. ચોમાસામાં પૂજ્યશ્રીના સંસારિ ભાણેજ-મુનિશ્રી ગીર્વાણુવિજયજી મહારાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org