________________
લેગવિરુદ્ધચાઓ
૨૭૯
ટેળાં સિવાય બીજું કશુંય નજરે પડતું નહિ. આટલો વિશાલ સમુદાય, ગરમીના દિવસો, છતાં પણ જનની ઉત્તમ વ્યવસ્થા, ઠેકાણે ઠેકાણે પાણીની પરબે અને રહેવાની વ્યવસ્થા ઘણું જ આદર્શ હતી, એમ કહ્યા સિવાય નહિ જ ચાલે.
ઉતરવા માટે વિશાલ ધર્મશાળાઓ ઉપરાંત ભાવનગર સ્ટેટ તરફથી ફ્રી ચાર્જ આપવામાં આવેલ ભવ્ય સમીયાણ, તંબુઓ, રાવટીઓને જંગી સરંજામ તથા શેઠ માણેકલાલભાઈ સંઘવી તરફથી આવેલ તંબુઓ, રાવટીઓને સમૂહ, એક વખત રાજામહારાજાની છાવણી ભૂલાવી દે તેવું હતું. અને તેની ગોઠવણી એક શહેનશાહી કેમ્પ જેવી સુંદર દેખાતી હતી. ઘણાં લેકે તે એમ જ કહેતા હતા કે–આ દેખાવ દીલ્લી દરબાર વખતે થયે હતે.
પ્રતિષ્ઠા તેમજ અંજનશલાકાનું સર્વ વિધિવિધાન ડુંગર ઉપર કરવામાં આવતું હતું. આ નિમિત્તે મુખ્ય દેરાસરની આગળના ચેકમાં એક ખાસ મંડપ ઘણે જ સુંદર બનાવવામાં આવ્યો હતે. તેમાં અષ્ટાપદજી, મેરૂપર્વત તેમજ આરસના સિંહાસન ઉપર ત્રિગડા ગઢની આકર્ષક રચના ઉપરાંત અંજનશલાકા કરવા યોગ્ય વિશાલ વેદિકાઓ તૈયાર થઈ હતી. અને તેના ઉપર લગભગ ચારથી પાંચસે પ્રતિમાજીઓ અંજનશલાકા માટે ગોઠવાઈ હતી. તેને દેખીને પ્રેક્ષકો મંત્રમુગ્ધ બની જતા હતા. ડુંગર ઉપર પ્રેક્ષકને વિસામે લેવા સારૂ એક ખાસ અલાયદો ભાવનગર સ્ટેટને વિશાલ શમીયાણે ઊભું કરવામાં આવ્યો હતો, તેમજ સાધુ-સાધ્વીઓ રહી શકે તે માટે દેશસરની પાછળના ભાગમાં નાના તંબૂઓ તથા રાવટીઓ વગેરે ગોઠવવામાં આવ્યા હતા.
આ પ્રતિષ્ઠાના શુભ પ્રસંગ ઉપર પાલિતાણાથી આચાર્યશ્રી વિજય મોહનસૂરીશ્વરજી, આચાર્ય શ્રી વિજયપ્રતાપસૂરિજી, આદિ શિષ્ય પરિવાર સાથે તેમજ આગામે દ્ધારક. પૂ. આચાર્ય શ્રીસાગરાનંદસૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી માણેકસાગર સૂરીશ્વરજી આદિ સાધુમહારાજાઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા. લગભગ દોઢસેથી બસે સાધ્વીજીઓ આવ્યા હતા.
પ્રતિષ્ઠાના શુભ દિવસે ભાવનગરના નેકનામદાર હીઝ હાઈનેસ કૃષ્ણકુમારસિંહજી તરફથી શેઠશ્રીજિનદાસ ધર્મદાસની પેઢીને રૂા. ૧૦૧ને ચાંલ્લો કરવામાં આવ્યું હતું. એક દેશી રાજ્ય આપણું જૈન ધાર્મિક પ્રસંગનું આવું બહુમાન કરે તે ઘણું જ પ્રશંસનીય છે. અને તેને માટે તેઓશ્રીને ખરેખર ધન્યવાદ આપ ઘટે છે.
પ્રતિષ્ઠા મહોત્સવ પત્યા પછી થોડા સમય પૂજ્યશ્રીએ કદંબગિરિમાં સ્થિરતા કરી. આ દિવસોમાં રાજ્યક્રાંતિ (ફેડરેશન) ચાલતી હતી. એજન્સીની હકુમતની તમામ નાની ઠકરાતને (નાનાં ગામેગે) બ્રિટિશ સરકારે હુકમ કરેલે કેઃ “તમે સૌ તમારી નજીકના–તમને ફાવે તે રાજ્યમાં ભળી જાત્ર.” એટલે એ અંગેની ખટપટે ચાલતી હતી.
બેદાનાનેસ (કદંબગિરિ) ચેક થાણાનું ગામ હતું. એકથાણુના ગામ માટે બે વિકલ્પ હતાં. ૧-કાંત ભાવનગર રાજ્યમાં ભળવું, અથવા તો ૨-ગાયકવાડ સરકારમાં ભળવું. બંને રાજ્યના અમલદારે આ ગામને પોતાના રાજ્યમાં ભેળવવા માટે ખટપટ દ્વારા બૌદ્ધિક યુદ્ધ ખેલી રહ્યા હતા. એના ચકકરમાં સપડાયેલા આ ગામના ભેળાં દરબારને સમજ નહતી પડતી કે આપણે શેમાં ભળવું? ઘડીકમાં તેઓ ગાયકવાડ તરફ ઢળતાં, તે થોડીવાર પછી વળી ભાવનગરમાં ભળવા તૈયાર થતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org