SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શાસનસમ્રા, આ મહોત્સવને હજુ મહિનાની વાર હોવાથી પૂજ્યશ્રી આજુબાજુના ગામમાં વિચારવા પધાર્યા. એ ગામોના ભાવિકે ભકિતભર્યો આગ્રહ ઘણા સમયથી હતો. ભંડારિયા, વાવડી, કેટીયા, વગેરે ગામમાં વિચરતા તેઓશ્રી તળાજા પધાર્યા. ત્યાં ચૈત્રી પૂનમની યાત્રા કરીને પછી કદંબગિરિ આવ્યા. ડુંગર ઉપર વિશાળ મંડપ રચવામાં આવ્યો હતો. જે જે ભાવિકોએ દેરીને તથા પ્રભુ પધરાવવાને આદેશ લીધેલો, તેઓ સહકુટુંબ તથા અન્ય હજારો સદ્દગૃહસ્થ આ પ્રસંગે આવ્યા હતા. ચૈત્ર વદિ અગિયારશે કુંભસ્થાપના કરવાપૂર્વક મહોત્સવને શુભારંભ થયે. હંમેશાં નવાં-નવાં વિધાને વિશુદ્ધ રીતે થવા લાગ્યા. જુદાં-જુદાં શ્રેણિઓ તરફથી સંઘજમણ પણ થવા લાગ્યા. વૈશાખ શુદિ સાતમના મહામંગલકારિ દિવસે શ્રી આદીશ્વર પ્રભુ સહિત સમગ્ર જિનબિંબની પ્રાણપ્રતિષ્ઠાસ્વરૂપ અંજનશલાકા પૂજ્યશ્રી આદિ સૂરિદેવેએ કરી. આજે શા. માણેકચંદ જેચંદ જાપાન તરફથી ગામઝાંપે ચેખાયુકત નવકારશી થઈ. અને વૈશાખ શુદિ દશમના મંગલ દિને મૂળનાયકજી સહિત સેંકડે જિનબિંબનો ગાદીનશીન વિધિ અપૂર્વ ઉલ્લાસભેર થયા. રાષભવિહારપ્રાસાદમાં મૂળનાયક શ્રી આદિનાથ પરમાત્માની દિવ્યપ્રતિમાની પ્રતિષ્ઠા એ પ્રાસાદને આદેશ લેનાર ભાગ્યવંત શા. તારાચંદજી મોતીજી (જાવાલવાળા) એ કરી. એમને આનંદ નિરવધિ હતો. આ પ્રસંગે તેમણે હજારે રૂપિયાને સદ્વ્યય કર્યો. પ્રતિષ્ઠાને દિવસે તેમણે ગામઝાંપે ચેખાયુકત નવકારશી કરી. પૂજ્યશ્રીના પવિત્ર આશીર્વાદથી જ આ મહાન લાભ પિતાને મળે, એમ વિચારીને તેઓ પૂજ્યશ્રીના ચમાં ભાવસભર હૈયે વંદન કરી રહ્યાં. એ જિનાલયમાં ગભારામાં-રંગમંડપમાં તથા બાવન દેવકુલિકાઓમાં ભાવિકોએ અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરી. ગિરનારાવતાર પ્રાસાદમાં શેઠ માણેકચંદ જેચંદ જાપાને શ્રીનેમિનાથ પ્રભુની, તથા શેઠ બુલાખીદાસ નાનચંદના સુપુત્રા શેઠ નેમચંદભાઈ મ હીરાલાલભાઈ, કેશવલાલભાઈ વગેરેએ શ્રી સીમંધર સ્વામીની પ્રતિષ્ઠા કરી. એ દેરાસરમાં પણ બીજા અનેક ગૃહસ્થોએ પોતે આદેશ લીધેલાં વર્તમાન-૨૪ જિનવરોના બિંબ ગાદીનશીન કર્યા. આ ઉપરાંત-ગિરિરાજ ઉપર શ્રી સિદ્ધાચલજીની નાની છતાં સર્વાગ પૂર્ણ અને સ્થાયી રચના કરવામાં આવેલી. તેમાં કેટલીક દેરીઓમાં પણ પ્રભુજીની પ્રતિષ્ઠા થઈ મહાપ્રભાવશાલી શ્રીનમિનાથ પ્રભુને પધરાવવા માટે એક ભવ્ય શિખરબંધી પ્રાસાદ તૈયાર થઈ રહ્યો હતે. એને આદેશ શેઠ માણેકલાલ ચુનીલાલે લીધે હતો. એ દેરાસરના તૈયાર થયેલા ગભારામાં તે પ્રભુજીને પ્રવેશ પણ આ મહત્સવ પ્રસંગે કરવામાં આવ્યું. આ મહોત્સવનું વર્ણન નેધતાં “શ્રીવીરશાસન પત્ર જણાવે છે કે – ચૈત્ર-વૈશાખની ઉનાળાની સખ્ત ગરમી છતાં લગભગ સત્તરથી અઢાર હજાર જેટલા વિશાલ માનવ સમુદાય દૂર-દૂરથી આ મહાનું મહત્સવના દર્શનાર્થે ઉભરાતાં, ઠેકાણે –ઠેકાણે માણસના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy