SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ લેગ વિરુદ્ધચ્ચાઓ આ પછી સંઘ બાર ગાઉની પ્રદક્ષિણાએ ગયે. રહિશાળા થઈને કદંબગિરિની યાત્રા કરી. અહીં સંઘવીજીએ આદેશ લીધેલ ત્રણ મજલાને ભવ્ય ઉપાશ્રય તૈયાર થવા આવ્યો હતો. અહીંથી હસ્તગિરિની યાત્રા કરીને સંઘ પુનઃ પાલિતાણા આવ્યા, અને પૂજ્યશ્રી આદિ કદંબગિરિ રોકાયા. સંઘ પાલિતાણા આવતાં ત્યાં જામનગરના ના. જામસાહેબ શ્રીદિગવિજયસિંહજી સંઘની મુલાકાતે આવ્યા. સંઘવીજીએ તથા પાલિતાણા રાજ્ય તેઓનું સન્માન કર્યું. તેઓ પાછા ગયા બાદ પાલિતાણાના ઠાકરશ્રીની પ્રીતિપૂર્ણ મુલાકાત વખતે સંઘવીએ પચીસ હજાર રૂપિયાનું દાન ક્ષયના દર્દીઓને રહેવા માટેની સેનેટરીયમ બાંધવા માટે જાહેર કર્યું. બીજી પણ ઘણી રકમ તેમણે પાલિતાણાની ભિન્ન ભિન્ન સંસ્થાઓને દાનમાં આપી. લગભગ ૭૫ હજાર રૂપિયાને સદ્વ્યય તેમણે પાલિતાણામાં જ કર્યો. પૂજ્યશ્રી આદિની પવિત્ર પ્રેરણાથી સંઘવીજીને સંઘ ક ઢવાની ભવ્ય ભાવના થઈ, અને એ ભાવનાના મૂર્ત સ્વરૂપ સમાન આ અવિસ્મરણીય યાત્રા સંઘ દ્વારા જિનશાસનની જયપતાકા ફરકાવીને સંઘવીજી સપરિવાર રેલ્વે દ્વારા જામનગર તરફ વિદાય થયા. –૪–૪–૪–૪– [૫૩] લેગવિરુદ્ધચાઓ કદંબગિરિમાં ડુંગર ઉપર બંધાતે શ્રી ઋષભવિહારપ્રાસાદ તૈયાર થઈ ગયા હતા. તેમાં શ્રી આદીશ્વર પ્રભુની ૯૧ ઇંચની તપાષાણુનિર્મિત ભવ્ય પ્રતિમા પરિકર સાથે પધરાવવાની હતી. ભમતીની બાવન દેવકુલિકાઓમાં પણ અનેક બિંબ પધરાવવાના હતા. એની સાથે-સૂર્યકુંડની પાસેની જમીનમાં શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીએ બે માળ અને ભૂમિગૃહ સમેત “શ્રીગિરનારાવતાર પ્રાસાદર બંધાવ્યા હતા. તેમાં વચલા માળે મૂળનાયક તરીકે શ્રીનેમિનાથ પ્રભુ પધરાવવાના હતા. એનો આદેશ ભાવનગરના શેઠ માણેકચંદ જેચંદ જાપાને લીધે હતો. ઉપરના માળે શ્રી સીમંધરસ્વામી પધરાવવાના હતા. તેનો (દેરાસર સાથે) આદેશ ખંભાતવાળા શેઠ બુલાખીદાસ નાનચંદના સુપુત્રે શેડ મૂળચંદભાઈ વગેરેએ લીધું હતું. અને શ્રેષ્ટિવેર્યો પૂજ્યશ્રીના અનન્ય ગુણાનુરાગી ભકત હતા. પૂજ્યશ્રીના ઉપદેશથી તેઓએ આ આદેશ લીધેલા. આ બને મહાપ્રાસાદની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય લેવાયે હતો. તે અંગેના શુભમુહર્તા પૂજ્યશ્રીએ ફરમાવ્યા. તે મુજબ ચૈત્ર વદિ ૧૧ થી વૈશાખ શુદિ ૧૨ સુધી સત્તર દિવસને મહામહોત્સવ ઉજવવાનો નિર્ણય થયે. એ અંગેની તૈયારીઓ શરૂ થઈ. નિમંત્રણ પાઠવવામાં આવ્યા. પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે અંજનશલાકા કરાવવા માટે ઠેર–ઠેરથી લોકે જિનબિંબો લાવવા લાગ્યા. કદંબગિરિમાં પધરાવવાના અને બહારગામથી અંજન માટે આવેલાં, બધાં મળીને કુલ પ૦૦ ઉપરાંત જિનબિંબો એકત્ર થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy