________________
२७६
શાસનસમ્રાટું
માર્ગના બધા મુકામના બોબસ્ત માટે નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ શેઠ નગીનદાસ કરમચંદ, શેઠ પ્રતાપસિંહ મેહોલાલ વગેરેના સક્રિય ચીવટભર્યા સહકાર સંઘવીજીને નિશ્ચિત બનાવ્યા હતા.
સંઘનું સ્વાગત સર્વત્ર ભવ્ય રીતે થતું. તે તે ગામના અને રાજ્યના રાજાઓ-અધિકારીઓ અને નગરજને સંઘને જોઈત સહકાર આપતા હતા. સંઘવીજી પણ ગામેગામ રેગ્યતા પ્રમાણે સારી રકમનું દાન વહાબે જ જતા હતા.
જામનગરથી નીકળેલે આ સંઘ કાલાવડ-ધોરાજીના રસ્તે જુનાગઢ આવ્યો. બધે ઠેકાણે સંઘવીજી ઉપર માનપત્રને જાણે વરસાદ વરસતો હતે. જુનાગઢના ભવ્ય સામૈયામાં ત્યાંના અંગ્રેજ દિવાન સર મેન્ટીથની હાજરી નોંધપાત્ર હતી. અહીં સંઘ પાંચ દિવસ રહ્યો. માગશર વદિ દશમે સૌએ ગિરનારતીર્થની યાત્રા કરી. તે અવસરે સંઘવીજીએ રૂા. દસ હજારની કિમતનો હીરા-માણેક જડેલો હાર પ્રભુના કંઠે સ્થાપ્યા. એ પછી પૂજ્યશ્રી આદિ ગુર્ભાગવંતોએ વિશાળ સમુદાયની હાજરીમાં સંઘવીજીને તીર્થમાળારોપણ વિધિ કરાવ્યો.
જુનાગઢથી વંથલી–માંગરોળ-ચોરવાડ-વેરાવળ-પ્રભાસપાટણ-કોડીનાર-ઉના-અજારાદેલવાડા, વગેરે સૌરાષ્ટ્રના પ્રાચીન ઐતિહાસિક તીર્થોની યાત્રા કરતે, અને સર્વત્ર રાજસી સન્માન મેળવતે આ સંઘ અનુકમે મહુવા બંદરે પધાર્યો. આ ગામ ભાવનગર રાજ્યનું હતું, તેમ જ આપણા પૂજ્યશ્રીનું પવિત્ર જન્મસ્થળ હતું. એટલે ભાવનગર રાજયે સંઘની સગવડ માટે કરેલ બંદોબસ્ત અદ્દભુત હતા. ભાવનગરના વયેવૃદ્ધ દિવાન સર પ્રભાશંકર પટ્ટણું પિતાની નાદુરસ્ત તબિયતે પણ અહીં આવ્યા. તેમની ઈચ્છા પૂજ્યશ્રીને મળવાની હતી. તેઓએ સૌ પહેલાં પૂજ્યશ્રીને મળવાનું કાર્ય કર્યું. આવી તબિયતમાં પણ તેમને ચિત્તોત્સાહ અવર્ય જણાતો હતો. પૂજ્યશ્રીની સાથે તેઓએ પ્રસન્નતાથી વાતચીત કરી. ત્યારબાદ તેમના પ્રમુખ પદે સંઘવીજીને માનપત્ર અપાયું. પછી તેઓ ગયા.
મહવાથી દાઠા થઈને સંઘ તળાજાતીર્થે આવ્યા. ત્રણ દિવસ રહ્યો. અહીં શ્રી અનન્તરાય પટ્ટણી આદિ અધિકારીએ ભાવનગરથી દર્શન માટે આવ્યા. તેમના પ્રમુખપદે માનપત્રને મેળાવડે થયે.
તળાજાથી દેવળિયા–રાથળી–પાણિયાલી થઈને સંઘ પાલિતાણું આવી પહોંચે. અહીં સંઘનું અભૂતપૂર્વ સ્વાગત થયું. પાલિતાણાની સમગ્ર જનતા અને રાજ્યના દિવાન શ્રી મૂળરાજસિંહજી આદિ અમલદારો સામયામાં જોડાયા. બરાબર ચાર કલાક ફરીને એ સામૈયું તળાટી પાસે નખાયેલા સંઘના પડાવે ઉતર્યું. " બીજે દિવસે બપોરે દિવાન સાહેબ પૂજ્યશ્રી પાસે આવ્યા, અને બે કલાક સુધી અનેક વાત કરી. બે દિવસ પછી સૌએ ગિરિરાજની યાત્રા કરી. તે વખતે શુભ ચોઘડિયે પૂજ્યશ્રી આદિ ગુરુદેવોએ સંઘવીજીને તીર્થમાળ પહેરાવી. પછી સંધીજીએ શ્રી આદિનાથ પરમાત્માની પૂજાભક્તિ કરવા સાથે રૂ. ૨૧ હજારની કિંમતને રત્નજડિત હાર પહેરાવ્યું.
તીર્થમાળાના દિવસને પાલિતાણાના ઠાકોર સાહેબે કાયમ માટે અહિંસાદિન તરીકે પાળવાને હુકમ જાહેર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org