SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના કંપ એ બન્ને પૂજ્યેની નિશ્રામાં ઉદ્યાપન-મહેાત્સવ ભવ્ય રીતે ઉજવાયો. સંઘમાં અને જ્ઞાતિમાં મતભેદ હતા. પરસ્પરના ઉપાશ્રયે જવાના પશુ વ્યવહાર ન હતા. પરતુ——પૂજ્યશ્રી જ્યાં બિરાજ્યા, અને વ્યાખ્યાન શરૂ કર્યું, કે હુંમેશાં બંને પક્ષના સવ લેાકેાના પ્રવાહ ત્યાં આવવા શરૂ થઈ ગયા. પૂજ્યશ્રીનાં વ્યાખ્યાન સાંભળવાના અણુમાલ લાભ મળતા હાય, ત્યાં જ્ઞાતિના ઝઘડાને કાણુ ગણકારે ? જો કે–સંધમાં અન્ય લાવવાના પ્રયાસેા ચાલુ જ હતા. પૂજ્યશ્રી વગેરેના ઉપદેશસિ ંચનને પરિણામે શેઠ પાપટભાઈની તથા શેઠ ચુનીભાઈની સઘ કાઢવાની ભાવના દૃઢ બની ગઈ હતી. ચાતુર્માસ પછી તુર્ત જ સંધ કાઢવાના નિર્ણય લેવાઈ ગયા. એટલે તેએની તથા સ ંઘની વિન...તિથી સ. ૧૯૯૩ નુ આ ચામાસુ` પૂજ્યશ્રીએ તથા શ્રીસાગરજી મહારાજે ત્યાં જ કર્યુ. આ ચામાસામાં પણ સંવત્સરી-ભેદ હતા. લા. શુ. એ પાંચમના સ્થાને શાસ્ત્રીય પર - પરાનુસાર પૂજ્યશ્રી આદિ શ્રીસ ંઘે એ ચેાથ કરીને ઉદયાત્ મીજી ચાથગુરૂવારે સંવત્સરીપ આરાધ્યું. જ્યારે ગત વર્ષે જુદા પડેલા મુકવગે આ વર્ષે પણ બુધવારે જ આરાધના કરી. અવશ્ય ભાવી ભાવ અન્યથા નથી કરાતા” એમ વિચારીને સંઘે શાંતિપૂર્વક આરાધના કરી. જામનગરમાં જૈન ભેાજનશાળાની તથા આયંબિલશાળાની જરૂર હતી, પૂજ્યશ્રી વગેરેના સદુપદેશથી એ અને જરૂરિયાતા શેઠ પાપટભાઈ તથા ચુનીભાઈ એ આ વર્ષે પૂર્ણ કરી. શ્રી કદ ખગિરિ—તીથ માં એક ઉપાશ્રયની આવશ્યકતા હતી. ખંભાત પાસે ‘દેવા’ ગામમાં પણ ઉપાશ્રયની અગવડ હતી. એ અંગે પૂજ્યશ્રીએ પ્રેરણા કરતાં શેઠ પાપટભાઈ એ મગિરિના ઉપાશ્રયના આદેશ લીધા. અને દેવામાં એક મકાન ખરીદીને સધને ઉપાશ્રય માટે સમપ્યુ યાત્રા-સંઘ અ ંગેની તૈયારીઓ ચાલુ હતી. અનુભવી આગેવાનેાની સલાહ-અનુસાર વ્યવસ્થા ગેાઠવાતી હતી. સામગ્રી એકત્ર કરાતી હતી. સુંદર પુસ્તિકાકારે નિમ ંત્રણ પત્રિકા છપાવીને સત્ર મેકલવામાં આવી. ચામાસુ` પૂર્ણ થતાં પૂજ્યશ્રીએ આચાર્ય શ્રીવિજયવિજ્ઞાનસૂરિજીના શિષ્ય પ્રવત ક મુનિશ્રી કસ્તૂરવિજયજીને, તથા આચાય શ્રીવિજયનંદનસૂરિજીના શિષ્ય મુનિશ્રી સામવિજયજીને કા ક વિદ અગિયારસે ગણિપદ્મ, તથા માગશર શુદિ ત્રીજે પંન્યાસપદ સમપ્યુ આ પછી શુદ્ધિ પાંચમે શાન્તિસ્નાત્ર કરીને અઠ્ઠાઈ મહાત્સવની પૂર્ણાહુતિ થયા ખાદ પૂજ્યશ્રી તથા પૂ. સાગરજી મ., આચાય શ્રીવિજયમેનસૂરિજી મ. વગેરે અનેક ગુરુભગવંતાની પવિત્ર નિશ્રામાં છ‘રી' પાળતાં હજારા ભાવિકાના સંઘ સાથે શેઠ પોપટભાઈ તથા શેઠ ચુનીભાઈ એ ભારે દબદબાપૂર્ણાંક સૌરાષ્ટ્ર તરફ મંગળપ્રયાણ કર્યુ.. જામનગર રાજ્યના દિવાન સાહેબ આદિ અધિકારીઓ અને સર્વ નગરજના સંઘને વિદાય આપવા હાજર રહ્યા. ત્રણ દિવસ ગામ ખહાર રહીને સંઘ આગળ વધ્યા. સંઘના પડાવ જ્યાં થતા, ત્યાં દેવનગર’ની મનેાહર રચના થતી. સૌને માટે રહેવાની-ખાવાપીવાની વગેરે તમામ ખાખતની વ્યવસ્થા સુંદર કાઈ હતી. ટપાલખાતું, તેમ જ સૌની ફરિયાદ સાંભળીને તેને નિકાલ કરવા માટેની કચેરી વગેરેની સુંદર વ્યવસ્થા હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy