SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ સાસનસમ્રા સંબંધ હતા. તેઓ પૂજ્યશ્રીના સામૈયામાં આવ્યા. બંને પૂજ્યવ મળ્યા. અનેક ચર્ચાઓ કરી. સંમેલન પછીના મીઠાં-કડવા બનાવે અને તેના પ્રત્યાઘાતોને અંગે પણ મુક્ત હૃદયે વિચારણા કરી. શુભ મુહુર્ત શેઠ મૂળચંદ બુલાખીદાસે અનેરા ઉલ્લાસથી ઘણે ધનવ્યય કરીને ભવ્ય ઉદ્યાપન મહોત્સવ ઉજવ્યો. આ અરસામાં જ જામનગરના શેઠશ્રી પિપટલાલ ધારશીભાઈ તથા તેમના ભત્રીજા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ વગેરે શ્રાવકે પૂજ્યશ્રીને જામનગર પધારવાની વિનંતિ કરવા આવ્યા. શેઠશ્રી ચુનીભાઈએ ઉજમણું કરાવવાનું નકકી કરેલું. તે માટે પૂજ્યશ્રીને ત્યાં લઈ જવા તેઓ આવ્યા હતા. વળી શ્રીમાકુભાઈ શેઠે સંઘ કાઢવ્યો, ત્યારે જુનાગઢમાં શેઠશ્રી પિપટભાઈએ એક સંઘજમણ કરેલું. તે વખતે તેમના ચિત્તમાં પણ તે સંઘ કાઢવાને શુભ મને રથ થયેલું. એ વખતે તેઓએ પ્રતિજ્ઞા પણ ધારણ કરેલી કેઃ “આ સંઘ હું ન કાટું, ત્યાં સુધી એક વિશિષ્ટ ખાદ્ય પદાર્થને ત્યાગ.” હવે એ પ્રતિજ્ઞાને સફળ બનાવવા તેઓ વિચારતા હતા. તે માટે પણ તેઓ પૂજ્યશ્રીને જામનગર લઈ જવા ઈચ્છતા હતા. તેઓની શુભભાવનાપૂર્ણ વિનંતિને સ્વીકાર કરીને પૂજ્યશ્રીએ ખંભાતથી જામનગર બાજુ વિહાર કર્યો. માર્ગમાં ઠેર ઠેર સેંકડે ભાવિકેને ધર્મલાભ આપતાં આપતાં અને અનેક ધર્મકાર્યો કરાવતાં પૂજ્યશ્રી ધોલેરા-ધંધુકા-રાણપુર–પાળિયાદ-વીંછીયા થઈને રાજકોટ પધાર્યા. અહીંયા મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી એ ઉભય સંઘે સાથે મળીને સામૈયું કર્યું. આઠ દિવસ રોકાયા. વીશા શ્રીમાળી સંઘે દશા શ્રીમાળીની વિશાળ વાડીમાં પૂજા–સાધર્મિક-વાત્સલ્યાદિ કર્યું. હંમેશાં વ્યાખ્યાન પણ ત્યાં વંચાતું. પાંચ પાંચ હજારની મેદની પૂજ્યશ્રીની દેશના સાંભળવા ઉમટતી. રાજકેટથી પૂજ્યશ્રીએ વિહાર કર્યો, ત્યારે પહેલા મુકામે આ સંઘ આ, અને ત્યાં પૂજા-જમણ વગેરે કરીને લાભ લીધે. અહીંથી આગળ વધતાં અલીયાવાડા ગામમાં કેવળ સ્થાનકવાસી ભાઈઓની જ વસતિ હતી. અત્યારે તેઓની આર્યાએ પણ અહીં હતી. પણ પૂજ્યશ્રી જ્યાં જતાં, તે પહેલાં જ ત્યાં તેઓશ્રીને પ્રભાવ પોંચી જતે. અહીં પણ એવું જ થયેલું. એટલે આર્યાઓ સહિત એકેએક સ્થાનકવાસી ગૃહસ્થ તેઓશ્રીનું ભક્તિપૂર્ણ સ્વાગત કર્યું. પિતાના સ્થાનમાં લઈ જઈને વ્યાખ્યાન પણ સાંભળ્યું. અહીંથી જામ-વણથળી આવ્યા. જામનગરમાં વીશા શ્રીમાળી અને ઓસવાલ જ્ઞાતિમાં અને સંઘમાં કેટલાક સમયથી ઝઘડો ચાલતું હતું. બે પક્ષ પડી ગયેલા. એ બંને પક્ષના શ્રાવકોએ અહીં આવીને પોતપોતાના ઉપાશ્રયે પધારવાની વિનંતિ કરી. પણ પૂજ્યશ્રીએ સમયસૂચકતાથી કહ્યું કે અત્યારે તે હું ચુનીભાઈના ઉજમણાના પ્રસંગે આવ્યો છું. એટલે ત્યાં આવવા દે. પછી સૌ સારાં વાના થશે. પછી તેઓશ્રી સ્વાગતસહ જામનગર પધાર્યા. પૂજ્ય શ્રીસાગરજી મહારાજ સપરિવાર ગત ચાતુર્માસથી અહી બિરાજમાન હતા. તેઓ પણ સામૈયામાં આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy