________________
પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના:
૨૭૩
પાળતા સઘ કાઢ્યો. પૂજ્યશ્રી સઘ સહિત શેરીસા પધાર્યાં. ત્યાં શ્રીચીમનભાઈ એ સમ્યક્ત્વ સહિત બારે વ્રત પૂજયશ્રી પાસે ઉચ્ચર્યાં. એમાં બ્રહ્મચર્યાં વ્રત યાવચ્છવ ઉચ્ચ.
શેરીસાથી પૂજ્યશ્રી સપરિવાર ભેાયણી તોથે પધાર્યા. અહી ચારેક દિવસ રહ્યા. અહીંના દેરાસરના ભેયરમાં શ્રી શાન્તિનાથ પ્રભુની એક પ્રતિમા હતી. આ પ્રતિમા તીર્થં પતિ શ્રી મલ્લિનાથ જેવી જ હતી. એ બંને પ્રતિમાએ સાથે જ પ્રગટ થયેલી. પણ આ શાન્તિનાથજીની પ્રતિમાના કાન તથા અ ંગૂઠાના ભાગ સહેજ ખ ંડત હતા, તેથી ભેાંયરામાં અપૂજનીય અવસ્થામાં મૂકી રાખેલી.
સોના દર્શનથી પૂજયશ્રીને ઘણી પ્રસન્નતા થઈ. આવી અલૌકિક અને પ્રાચીન પ્રતિમા અપૂજનીય રહે એ તેઓશ્રીને ન ગમ્યું. તરત જ તેઓશ્રીની પ્રેરણાથી શેઠ જિનદાસ ધદાસની પેઢી (કંદગિરિ)એ ભાયણીના વહીવટદારો પાસે એ મૂર્તિની માંગણી કરી. વહીવટદારાની સંમતિ મળતાં એ મૂર્તિ ત્યાંથી મહુવા લઈ જવાઈ. ત્યાં પેઢીએ એ મૂર્તિના ખડિત ભાગે પર સાચાં મેાતીના લેપ કરાવીને એને અખંડ બનાવી. આ મૂર્તિ મહુવામાં બધાતા શ્રી ઋષભ શાંતિ વિહારમાં ઉપરના મજલે મૂળનાયક તરીકે શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી પધરાવવાના નિર્ણય થયે.
ભાયણીથી પૂજ્યશ્રી મદ્રીસાણા પધાર્યા. અહી ઉપાશ્રયની જરૂર હતી. એ માટે ગૃહસ્થાને ઉપદેશ આપીને ટીપ કરાવી આપી. અહીંથી ાંતેજ પધાર્યાં. અહીંયા એક ટેકરા જેવી જમીન પર બાવન જિનાલયવાળુ જીણુ દેરાસર હતું.
આ દેરાસરના જીર્ણોદ્ધાર પૂજ્યશ્રીના સદુપદેશથી શેઠ જમનાભાઈ ભગુભાઈ એ કરાવ્યેા. રાંતેજથી અનુક્રમે શંખલપુર થઈને છાપાવાડા આવ્યા. અહીં પણ ઉપાશ્રયની અગવડે દૂર કરાવી. અહીથી ટૂવડ-કુંવારઢ થઈ શ ંખેશ્વર આવ્યા. ટૂવડ કુવારદના દેગસરના જીર્ણોદ્ધાર શખેશ્વરજીના કારખાના મારફત કરાવ્યેા.શ ંખેશ્વરમાં આઠ દિવસ રહ્યા.
અમદાવાદ—જૈન સાસાયટીવાળા શ્રી રતિલાલ કેશવલાલને પૂજ્યશ્રીની નિશ્રામાં મહાવ કરાવવાની ભાવના હતી. એ માટે તેઓ અહી વિનંતિ કરવા આવ્યા. પૂજ્યશ્રીએ તેને સ્વીકાર કર્યો. એવામાં જ ખંભાતથી શેઠ મૂળચ ંદ બુલાખીદાસ વગેરે આગેવાના આવ્યા. તેમણે ખંભાત પધારવાની વિન ંતિ કરી. મૂળચંદભાઇની ભાવના પેાતાના ચિ. રતિભાઈ ના લગ્ન પ્રસંગે માટું ઉજમણું કરવાની હતી. પૂજ્યશ્રીએ કહ્યું ઃ અત્યારે તે આ મહાત્સવ પ્રસંગે અમદાવાદ જવુ' છે. એ પછી જોઇશુ.
આ પછી તેઓશ્રી વિહાર કરીને અમદાવાદ પધાર્યાં. માર્ગમાં પાનસર મુકામે ખંભાતવાળા પુનઃ આવ્યા, અને આગ્રહ કરીને ખભાત પધારવાની ય ખાલી ગયા. અમઢાવાદમાં રતિભાઈ એ અષ્ટોત્તરી સ્નાત્ર સાથે અઠ્ઠાઈ મહેાત્સવ ભવ્ય ઠાઠથી ઉજજ્યેા.
અમદાવાદથી વિહાર કરીને પૂજ્યશ્રી ખંભાત પધાર્યાં. અહીં પૂજ્ય આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ સપરિવાર બિરાજતા હતા. તેઓના પૂજ્યશ્રી સાથે ઘણાં મીઠાં
રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org