SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ २१२ શાસનસમ્રાટું આ પૂર્વે અપાર ભીડ અને ધક્કામુક્કીમાં પણ પૂજ્યશ્રીની સાથે શાનતભાવે ચાલતા વયોવૃદ્ધ શ્રી પટ્ટણી સાહેબને કેઈકે કહ્યું કે : સાહેબ ! આ ભયાનક ભીડમાં આપને ઘણી ભીંસ પડશે, માટે આમાંથી નીકળીને બહાર પધારો. આ સાંભળીને પટ્ટણી સાહેબ કહે : અહીં હું એક સત્તાધીશ તરીકે નથી આવ્યું. પણ એક ધર્મકાર્યમાં ભાગ લેવા આવ્યો છું. અત્યારે હું પૂજ્ય મહારાજશ્રી તથા સંઘવીજીના કબજામાં છું. તેઓશ્રીની આજ્ઞા જ અત્યારે સર્વોપરિ છે.” આમ કહીને તેઓ ત્રણ દરવાજા સુધી નિરાંતે ફર્યા, ત્યાંથી તેઓને આગળ લઈ જવામાં આવ્યા. સંઘને પહેલે પડાવ જૈન સોસાયટીમાં કર કે જૈન મરચંટ સોસાયટીમાં ? એ પ્રશ્ન ઉપસ્થિત થયે. બન્ને સંસાયટીવાળા ભાઈએ પિતાને ત્યાં પધારવાને અતિ આગ્રહ કરી રહ્યા હતા. છેવટે–જેન સોસાયટીવાળાને આદેશ અપાયા. સંઘ ત્યાં પધાર્યો. ત્યાં ત્રણ દિવસ મુકામ કચે. ત્રણેય દિવસ જન સોસાયટીવાળાએ સંઘની સર્વ ભક્તિ કરીને મહાન લાભ મેળવ્યો. આગળ મુકામેની ગોઠવણ અને સગવડ બરાબર થઈ જતાં માગશર વદ તેરસે સંઘ સરખેજ આવ્યું. ત્યાં બે દિવસ રહીને ધૂળકા આવે. સંઘને પડાવ જ્યાં નાખવાનો હોય, એ જગ્યા “મનસુખનગરમાં ફેરવાઈ જતી. ભવ્ય કમાનથી સુશોભિત ત્રણે પ્રવેશદ્વારવાળા આ મનસુખનગરની મધ્યમાં “માણેક ચોક રચાતે, એમાં ચાંદીનું નાજુક છતાં સુંદર જિનાલય ગોઠવાતું. એની પાછળ પિલિસ થાણું રહેતું, અને તરફ યાત્રિકના તંબૂઓ તથા રાવટીઓ છવાઈ જતાં. એમાં સર્વપ્રથમ સંઘપતિને સુવર્ણકળશથી શુભતે વિશાળ, રજવાડી ઠાઠયુક્ત તંબૂ નખાતે. પછી કચેરી વગેરેના તંબૂઓ, તેની સામે પૂજ્યશ્રી માટે વિશાળ તંબૂ, પછી સાગરજી મ. આદિ સૂરિવરો અને સવ મુનિવરો માટેના નાના મોટાં તબૂએ નખાતા. એ બધાંની ફરતાં યાત્રાળુ ગૃહસ્થના તંબૂઓ રહેતાં. અને એક નિરાળી છતાં મધ્યવતી જગ્યામાં સાધ્વીગણને ઉતારો અપાતે. એકંદર ૭૫ મોટાં તંબૂઓ અને ૧૫૦૦ ઉપરાંત નાની મોટી રાવટીઓ વગેરે બહોળું સાધન હતું. પ્રત્યેક સાધન બેવડું હતું. એટલે આગલા મુકામની રચના એક દિવસ અગાઉ જ થઈ જતી. આથી બીજા દિવસે સંઘ ત્યાં પહોંચે ત્યારે અગવડ વેઠવી ન પડતી. ભાવનગર અને ધ્રાંગધ્રા વગેરે રાજ્યના ભક્તિપૂર્ણ સહાગનું એ પરિણામ હતું. જ્યાં જ્યાં સંઘને પડાવ થાય, ત્યાં એક વિજયી મહારાજાની છાવણીની શેભ જામી જતી. દડમજલ કરતે સંઘ એક પછી એક મુકામ વટાવતા આગળ વધવા લાગે. લીંબડી આવ્યો. સંઘ જે જે ગામે આવતો, તે તે ગામના ઠાકોર-દિવાન વગેરે રાજશાસકે ઘણા ઉમંગથી સંઘનો સત્કાર કરતાં, અને જેઈતી સઘળી સગવડ કરી આપતાં. પૂજ્યશ્રીની સર્વતંત્ર સ્વતંત્ર પ્રતિભા અને સંઘવીજીની ઉદારતા તો કાઈને આકર્ષતી હતી. લીબડીમાં સંઘ આવ્યો, ત્યારે ત્યાંના મહાજને તથા મહારાજા શ્રી દોલતસિંહજીએ સ્ટેટના સમગ્ર સમાજ સાથે સંઘનું દબદબાભર્યું સામૈયું કર્યું. આ સામૈયું જેવા સમગ્ર ઝાલાવાડ-લીંબડીમાં ઠલવાયું હતું. વઢવાણથી તે એક સ્પેશ્યલ ટ્રેન સંઘ-દર્શન માટે આવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy