________________
આ યુગનું ભગીરથ કામક
૨૬૧ એક યાત્રા-સંઘ નીકળે, તે સેંકડે મજૂર વગેરે માનવેને વિભિન્ન પ્રકારે રોજીરોટી મળે છે. એથી સમાજને ગરીબવર્ગ સારા પ્રમાણમાં ષિાય છે. એ સામાજિક લાભ પણ છે.
આધ્યાત્મિક તથા સામાજિક દૃષ્ટિએ આવાં અગણિત લાભ આપનાર મહાન સંઘ કાઢવાની ભાવના શેઠ માકભાઈને થઈ હતી. અને એ સંધ પૂજ્યશ્રીની ૫ નીકળે, એવી ઈચ્છાથી તેઓ વિનંતિ કરવા જાવાલ આવેલા. તેમણે પૂજ્યશ્રીને અમદાવાદ પધારવા માટે ભારપૂર્વક આગ્રહ કર્યો.
જે કે- પૂજ્યશ્રીની પ્રેરણાથી અમદાવાદના તથા મારવાડના ગૃહ તરફથી શ્રીરાણકપુરજી તીર્થને જીદ્ધાર ચાલુ હતું. તેની પ્રતિષ્ઠા કરવાનો વિચાર ચાલતો હતો. એ નિમિત્તે જુદા જુદા ગૃહસ્થ તરફથી નવકારશીઓ પણ નોંધાવા લાગી હતી. સાદડી તથા ગોલવાડને સંઘ પ્રતિષ્ઠા માટે પૂજ્યશ્રીને વિનંતિ કરી ગયેલ.
જોધપુરના વકીલ શ્રી જાલમચંદજી વગેરે ગૃહસ્થ પણ વિનંતિ કરી ગયેલા કે એક વાર કાપરડાજીની યાત્રાએ પધારો.” પૂજ્યશ્રીની પણ ભાવના હતી કે – મારવાડમાં બેએક વર્ષ રહેવું.
પણ જ્યના અન્નજળ બળવાન હોય, ત્યાં અવશ્ય જવું પડે છે. અહીં પણ એમ જ બન્યું. લાભાલાભને વિચાર કરતાં અમદાવાદ જવું ઉચિત જણાવાથી પૂજ્યશ્રીએ શેઠની વિનંતિ સ્વીકારી અને વિહાર કરીને અમદાવાદ પધાર્યા.
શેઠશ્રીએ સંઘની ભવ્ય તૈયારીઓ કરી હતી. શેઠ પ્રતાપસિંહ માહોલાલ વગેરે શ્રેણિવર્યો એમના આ મહાકાર્યમાં સર્વ પ્રકારે સહકાર આપી રહ્યા હતા. આમંત્રણ પત્રિકા સર્વત્ર મેકલેલ હોવાથી સંઘમાં જોડાવા માટે ભાવિક વર્ગ ઠેરઠેરથી આવી રહ્યો હતો. માગશર વદિ દશમને દિવસ સંઘના મંગલપ્રયાણ માટે નિયત થયે.
આ પહેલાં વિદ્ગોના વિનાશ માટે શેઠશ્રીએ બહતનંદ્યાવર્ત પૂજન કરાવ્યું, અને તીર્થ યાત્રાનો વિધિ કરવા પૂર્વક માગશર વદિ દશમે શ્રીસંઘે પૂજ્યશ્રીની નિશ્રા સાથે અનુપમ ઠાઠથી મંગલપ્રસ્થાન કર્યું.
સંઘપ્રયાણનો વડે ખૂબ દબદબાભર્યો નીકળે. હજારે માનવ એમાં જોડાયા હતા. ભાવનગરના દિવાન સર પ્રભા શંકર પટ્ટણી વગેરે રાજયાધિકારીઓ પણ આ પ્રયાણયાત્રામાં સામેલ થયા હતા. અરે ! લગભગ ચાર લાખ જેટલી માનવમેદની તે આ મહાન સંઘને જેવા માટે જ ઉમટી હતી. શહેરને વાહન વ્યવહાર ખુદ સરકારે ચાર કલાક બંધ રખાવેલ.
આપણું મહાનું ચરિત્રનાયકશ્રી, પૂ. સાગરજી મ., આ. શ્રી વિજય મેહનસૂરિજી મ. આ. શ્રીવિજય મેઘસૂરિજી મ. વગેરે ર૭૫ જેટલાં મુનિભગવંતે, ૪૦૦ ઉપરાંત સાધ્વીજી મહારાજે, લગભગ ૧૩ હજાર છે “રી’ પાળતાં યાત્રિક, ૮૫૦ બળદગાડીઓ અને અનેક મોટર–ખટારાઓ સહિત ૧૩૦૦ જેટલા વાહને, ચાંદીને મહેન્દ્રધ્વજ, સુવર્ણ સેલ ચાંદીનો રથ, ચાંદીનો મેરુપર્વત, ચાંદીનું જિનમંદિર (ફલિડંગ), તથા ચાંદીની મને રમ અંબાડી અને હેદ્દાથી દીપી રહેલા ભાવનગર અને ધ્રાંગધ્રા સ્ટેટના બે મહાકાય ગજરાજે, વગેરેથી લેકમાનસમાં અનેરી ભાત પાડતી આ સંઘપ્રયાણયાત્રા શહેરના મુખ્ય મુખ્ય વિસ્તારમાં ફરતી ફરતી બે કલાકે ત્રણ દરવાજા પાસે પહોંચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org