SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ અતિહાસિક મુનિસ ંમેલન ૨૫૯ અહી' સ’ઘે અનેા ઉમળકાથી સ્વાગત કર્યું. પ્રતિષ્ઠા–ઉત્સવના દિવસે બિલકુલ નજીકમાં આવતા હતા. લેાકેાના ઉલ્લાસ પણ વધી રહ્યો હતા. આમ ત્રણ-પત્રિકા સત્ર પાઠવવામાં આવી. પ્રથમ વૈ. વ. ૧૦ થી મહેાત્સવના પ્રારંભ થયા. આઠે દિવસ નવનવાં પૂજા—પૂજન અને પ્રભાવનાએ થવા લાગ્યા. પચતીની ભવ્ય રચના ઉત્સવનું આકષ ણુ કેન્દ્ર બની. દ્વિ– વૈ. શુ. ત્રીજના દિવસે શુભલગ્ન પૂજ્યશ્રીના પુનિત સાંનિધ્યમાં પ્રભુજીની ગાદીસ્થાપનક્રિયા ભવ્ય રીતે સપન્ન થઈ. પ્રતિષ્ઠા પછી ભિન્નમાલના વતની શા. તારાચંદ્રજી નામના એક ભાવિકને દીક્ષા આપી. મુનિશ્રી પ્રેમવિજયજી નામ રાખીને સ્વશિષ્ય કર્યા. પછી પૂજ્યશ્રી આબુ-અચલગઢ યાત્રાર્થે પધાર્યા. યાત્રા કરીને પુન: જાવાલ આવ્યા. ચામાસામાં આ. શ્રીવિજયૈાઢયસૂરિજીના શિષ્ય અને પં. શ્રીઅમૃતવિજયજીના સંસારીપિતા વાવૃદ્ધ મુનિશ્રી હવિજયજી મહારાજ પાંચ વર્ષના ચારિત્ર પર્યાય પાળીને અંત વેળાએ સુંદર નિયમાપૂર્ણાંક કાળધમ પામ્યા. તેમણે સ. ૧૯૮૫ માં મહુવા મુકામે દીક્ષા અંગીકાર કરેલી. પાકટ ઉંમરે પણ તેમણે ચારિત્રનું નિરતિચાર પાલન કર્યુ. એની અનુમોદના નિમિત્તે જાવાલ-સંઘે તથા તેમના કુટુંમીજને એ મહાત્સવ કર્યાં. ચામાસુ ઉતરવાની તૈયારી હતી, ત્યારે શેઠ શ્રીમાણેકલાલ મનસુખભાઈ વગેરે શ્રાવકા આવ્યા. અમદાવાદથી શ્રીસિદ્ધાચલજી તથા શ્રીગિરનારજી મહાતીર્થં ને છરી’પાળતા સધ કાઢવાની શેઠની ભાવના હતી. યાત્રા-સઘમાં જોડાયેલા યાત્રિકાને પાળવાના છ નિયમે. એ દરેક નિયમને છેડે રી’ શબ્દ હાય. એટલે એ છ નિયમ પાળનારા સંઘને છ રી’ પાળતા સંઘ કહ્યો. એમાં—પહેલી ‘રી’એકાહારી. એકવાર આહાર (ભેજન) કરે તે એકાહારી. સ’ઘમાં જોડાયેલા યાત્રિક વિહારની સાથે આહારને પણ નિયમ પાળે. એ નિયમના ફાયદા એ દષ્ટિએ જોઈ એ,-ધાર્મિક દૃષ્ટિથી એ નિયમ પાલકને તપશ્ચર્યાનેા મહા-લાભ મળે. વ્યવહાર દૃષ્ટિએ પગે ચાલનારે તમિયત સ્વસ્થ રાખવા માટે આહારમાં નિયમ રાખવા ઘટે. તે આ એકાશનથી આપમેળે આવી જાય છે. એટલે શરીર પણ નીરાગી જ રહે. શ્રીજીરી’ ભાંય સ‘થારી. ભૂમિ પર કઠાર શય્યામાં સૂએ તે ભૂમિસ થારી. કોમળ શય્યા માનસિક વિકારો જાગૃત કરે. એથી મન અપવિત્ર બને. તીથયાત્રિકેતા મનને સદા સાક્ રાખવું ઘટે. માટે જ તે ભૂમિશય્યાના નિયમ પાળે, ત્રીજીરી’ પાદચારી. પગપાળા ચાલે તે પાદચારી, શરીરને કસવાના-ખડતલ બનાવવાના આ ઉમદા ઉપાય છે. અને-માત્ર પગે ચાલવાથી જ પાદચારી નથી મનાતું. એણે તા જયણા રાખવી ઘટે. જિનશાસનમાં તે ગણા એ જ ધર્મ. માર્ગે ચાલ્યું જાય, પણ પગ તળે ઝીણી પણ જીવાત તે નથી દખાતી ને ? એને ઉપયેગ રાખીને યાત્રાળુ ચાલે. ચેાથી ‘રી’ શુદ્ધ સમ્યક્તધારી. જૈન યાત્રીના ચિત્તમાં એક જ ભાવ હાય કે તે જ સત્ય છે, અસદેહ છે, જે જિનભગવાને ઉપદેશ્યુ છે. આ નિમલ મનેાભાવના ધારક શુદ્ધ સમ્યક્ત્વધારી અને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy