________________
૨૫૮
શાસનસમ્રાટ
આ ભાષણ પછી સમસ્ત સંઘ વતી શેઠ કસ્તૂરભાઈ લાલભાઈએ શ્રીનગરશેઠના પ્રશંસનીય અથાગ પ્રયત્નોને બિરદાવ્યા. આ પછી સંઘની જાણકારી માટે શ્રીમાન સાગરજી મહારાજે “સંમેલનને નિર્ણયાત્મક પટ્ટક ત્યાં વાંચી સંભળાવ્યો. પછી એ પટ્ટક નગરશેઠને ઍપતા તેઓએ એ અસલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સુપ્રત કર્યો. સંમેલનના નિમં. ત્રણથી લઈને પટ્ટક પર્વતની ઉપયેગી બાબતેની હિંદી તથા ગુજરાતીમાં પુસ્તિકા છપાવવામાં આવી. અને તે ભારતભરના સઘને મોકલી અપાઈ
આમ શ્રીનગરશેઠના શાસનસેવાની તમન્નામૂલક અવિરત પ્રયાસથી, શ્રીસંઘના સહકારથી, તથા આપણુ મહાન ચરિત્રનાયકશ્રીના બુદ્ધિ-કુનેહ અને ઉદારતાથી ભરપૂર નેતૃત્વના પ્રભાવથી આ ઐતિહાસિક મુનિસંમેલન સફળ બન્યું.
– –
[૫૧]
આ યુગનું ભગીરથ કામ?
પૂજ્યશ્રીનું ચા ચાતુર્માસ ક્ષેત્રસ્પર્શનાએ જાવાલ (રાજસ્થાન)માં કરવાનું નિર્ણત થયું હતું. અહીં બહારની વાડીમાં તેઓશ્રીના ઉપદેશથી બંધાઈ રહેલું નૂતન જિનાલય હવે તૈયાર થયું હતું. એમાં પધરાવવા માટે શ્રીસંપ્રતિ મહારાજાના સમયની શ્રી આદિનાથ ભગવાનની અલૌકિક પ્રતિમા ખંભાતથી લાવવામાં આવેલી. આજુબાજુના બે પ્રાચીન બિંબ પણ શિહીથી મળી ગયેલા.
એ દેરાસરની પ્રતિષ્ઠા કરાવવાની તથા ચોમાસું બિરાજવાની વિનંતિ કરવા અહીંને શ્રીસંઘ ભાવનગર આવેલે. સંઘની આગ્રહપૂર્ણ વિનંતિને પૂજ્યશ્રીએ ક્ષેત્રસ્પર્શનાએ સ્વીકાર કર્યો, અને પ્રતિષ્ઠાના મુહૂર્ત માટે બીજા વૈશાખ સુદ ત્રીજ (અક્ષયતૃતીયા)ને શુભ દિવસ ફરમાવ્યું. શ્રીસંઘે અપાર આનંદથી એ વધાવી લીધો.
આ પછી–અમદાવાદથી બને તેટલે વહેલાસર વિહાર કરવાની ભાવના હતી. કારણકેઅમદાવાદથી ૧૫૦ માઈલ જેટલે પંથ હતો. ઉનાળે પણ આવતું હતું. પરંતુ સંમેલનને પ્રસંગ જાતાં તેઓશ્રી ધારણા પ્રમાણે વિહાર ન કરી શક્યા. સદ્ભાગ્યે આ વર્ષે વૈશાખ બે હતાં, એટલે કાંઈક નિરાંત હતી.
સંમેલન અંગેની તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જતાં પૂજ્યશ્રીએ પ્રથમ વૈશાખ શુદમાં પિસ્તાલીશ શિષ્ય-પ્રશિષ્યના પરિવાર સાથે જાવાલ તરફ વિહાર કર્યો. પૂજ્ય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ આદિ મુનિવરે વિહારમાં પાનસર સુધી સાથે રહ્યા. પાનસરથી તેઓ પુનઃ અમદાવાદ ગયા, અને પૂજ્યશ્રી મહેસાણા-પાલનપુર-જીરાવાલાજીના રસ્તે અનુક્રમે જાવાલ પધાર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org