SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતહાસિક મુનિસંમેલન નિષ્ણુ ચા હિંદુસ્તાનના સકલ શ્રીસંધને અત્રે નિમંત્રી પ્રસિદ્ધ કરવાનું આપણે નક્કી કર્યુ` હતુ`. પરંતુ-હાલ આપણા શહેરમાં ચાલતાં મેનીનજાઈટીસના ઉપદ્રવને અંગે તેમ કરવુ અશકય હાઈ આપણે લાચાર છીએ, જેથી આ નિષ્ચાની નકલ દરેક ગામના શ્રીસ’ઘને માકલી આપવાનુ નક્કી કર્યુ છે. આપ સ` સમક્ષ તે નિયા પરમપૂજય આચાર્ય શ્રીમત્ સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ વાંચી સંભળાવશે. આ ઐતિહાસિક ને યશસ્વી મુનિસ`મેલનમાં અનેક વિશિષ્ટતાઓ પૈકીની કેટલીક ખાસ આદશ રૂપે છે. જેમકે-નવ વૃદ્ધ મહાપુરુષાએ અગિયારે મુદ્દાના નિણુÖયા કાંઈ પણ વિરૂદ્ધતા વિના એક જ મતે કરી ઘણું જ ઉત્તમ દૃષ્ટાંત પૂરૂ પાડ્યુ છે. ૨૫૭ સમેલન પહેલાં અનેક પક્ષભેદ અને વિચારભેદમાં વહેંચાયેલા જણાતા પૂજ્ય મુનિએાએ સમેલન મંડપમાં તેએની બેઠક મર્યાદા મુજખ લઈ લીધી હતી. વર્તમાન સમયની પદ્ધતિ મુજબ કોઈ પણ પ્રમુખની નિમણૂક કર્યા વિના, પરાપૂની શાસ્ત્રીય પ્રથા મુજખ પૂજ્ય આચાર્યાદિ વડીલેાની આમન્યા ખરાખર જાળવીને તેત્રીસ દિવસ સુધી કાર્ય કર્યું. દરરોજ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પુનિત નવકારમંત્રથી મંગળાચરણ કરી, કાની પૂર્ણાહુતિ પણ મંગલાત્મક લૈાકથી કરતાં, રાજના માત્ર રા થી ૩ કલાક એવાં ફક્ત તેત્રીસ જ દિવસમાં નિયા કરવા વિષયા તારવ્યા, તે સ ંબંધી શાસ્ત્રીય ચર્ચાએ કરી, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિચાર્યાં, અનેક મ’ડળીએ નીમી, અને સર્વાનુમતે સફળ નિણ ય કર્યાં. સ'મેલનના મળવા અગાઉ બધા સાધુએ એકત્રિત થાય, એ દુઃશકય મનાતું. મળ્યા પછી પ્રેમભાવે વર્તે એ પણ દુઃશકય મનાતુ, અને છેવટે સર્વાનુમતે નિણુ ચા કરી શકે તે અશકય મનાતું. પરંતુ આપણા પૂજ્ય મુનિરાજેએ બધી જ માન્યતાઓને તેમની હૃદયની ઉદારતાથી ખેાટી પાડી છે. એટલું જ નહિ, પણ અમુક સ્વાર્થ ખાતર કવા પાતાની માન્યતા બીજાને માથે ઠોકી બેસાડવા ખાતર આ મુનિસ ંમેલન ઊભું કરાયું છે, એવી વાત મુનિસ ંમેલનના સર્વમાન્ય નિણૅયાથી બિનપાયાદાર ઠરી છે. હું તે પહેલેથી જ કહેતા આવ્યે છું કે, “આપણા સાધુ તે સાધુ જ છે.’’ કચ્છ-કાઠિયાવાડ–માળવા-મારવાડ-મુંબઈ અને દિલ્હી જેવાં દૂર દૂરના તેમજ નજદીકના પ્રદેશમાંથી સતત અને મુશ્કેલીભર્યું પાવિહાર કરીને ટૂંક સમયમાં આપણા નિમત્રણથી મુનિમહારાજોએ તથા સાધ્વીજીએએ અત્રે પધારી, આપણા શ્રીસ ંઘને અત્યંત ઋણી મનાવ્યા છે, ને આજે આપણા રાજનગરને જે સુયશ પ્રાપ્ત થયા છે, તે સવ પ્રતાપ આ મુનિમહારાજોના છે. અંતમાં આવાં મહાન ઐતિહાસિક મુનિસ ́મેલનને નિમત્રણ કરી, તેની સુવ્યવસ્થા જાળવવી એ અત્યંત કઠિન છતાં જે અપૂર્વ સફળતા મળી છે, તે આપણા શ્રીસંઘના ઉલ્લાસભર્યો સંપૂર્ણ સહકારને જ આભારી છે. જે જે ભાઇઓએ જુદી જુદી સમિતિઓમાં રહીને, અને કેટલાકે એ મારી સાથે જ રહીને આ શુભ કાય માં જે સેવાઓ આપી છે, તે સર્વે ના અંતઃકરણપૂર્વક આભાર માનુ છું.” ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy