________________
૨૫૬
શાસનસમ્રાટુ મહાસુદ પાંચમથી મુનિસંમેલનની નિમંત્રણ પત્રિકાઓ દરેક પૂ. આચાર્યાદિ મુનિવર્યોને બની શક્યું ત્યાં સુધી ગૃહસ્થ દ્વારા હાથે હાથ પહોંચાડવાની ગોઠવણ કરવામાં આવી હતી.
ફાગણ સુદ પૂર્ણિમાની રાતના આઠ વાગે શ્રીસંઘની સભા મેળવીને ત્યાં સુધીમાં થયેલું કાર્ય જણાવવામાં આવ્યું હતું.
અગાઉથી જાહેર થયા મુજબ ફાગણ વદ ત્રીજના પરના વિજયમુહુર્તમાં ચતુર્વિધ શ્રીસંઘ એકત્રિત થયા હતા. આ પ્રસંગે ચાર ઉપરાંત પૂજ્ય મુનિવર્યો, સાતસો ઉપરાંત સાધ્વીજીઓ અને અગિયાર હજાર ઉપરાંત શ્રાવક-શ્રાવિકાઓની ભવ્ય હાજરીમાં શરૂમાં મંગલ તરીકે શ્રીસ્નાત્રપૂજા તથા શાંતિકલશ ભણાવવામાં આવ્યા. અને મારું આવકારનું ભાષણ તથા સંમેલનની સફળતાના સંદેશા વાંચી સંભળાવ્યા બાદ શ્રીસંઘે પધારેલા મુનિવર્યોને વંદન કર્યું હતું. ત્યારપછી પૂ. મુનિવર્યો મુનિસંમેલન માટે ખાસ બાંધેલા ભવ્ય મંડપમાં પધાર્યા હતા.
આ આખેય અનુપમ પ્રસંગ હતો. દરેકની મુખમુદ્રા ઉપર અપૂર્વ આનંદ અને ઉત્સાહ ઝળકી રહેલે જણ હતા. જેમણે એ પુણ્ય દશ્ય નિરખ્યું છે, તેમના અંતરપટ ઉપર એ ચિરસ્મરણીય રહેશે, એ નિઃશંક છે.
મુનિ સંમેલનનું કાર્ય પ્રથમથી જ બંધબારણે ચાલતું હતું. અને મારી મારફત સંમેલન તન્ફથી જાહેર કરવામાં આવ્યું હતું કે-કઈ છાપામાં આવતી કઈ પણ ખબરોને વજન આપવું નહિ.” આ બીના ધ્યાનમાં લઈ આપણું સમાજે નવ આચાર્યોની કમિટિમાંથી અમુક અમુક આચાર્યો ઉઠી ગયા વગેરે બિનસત્તાવાર અનુચિત ખબરોથી દોરવાઈ નહિ જતાં, જે શાંતિ રાખી છે, તેને માટે હું આપણા સમાજને ઉપકાર માનું છું.
અનિસંમેલન શરૂ થયા પછીથી કેટલીક વિચારણા બાદ ફાગણ વદ પાંચમના રોજ બહોતેર મુનિરાજેની એક મંડળી નીમાઈ હતી. ત્યારબાદ કાર્યની સફળતા માટે ફાગણ વદ આઠમના રોજ ત્રીસ મુનિરાજોની મંડળી નીમાઈ અને તે મંડળીએ નિર્ણય કરવા માટે ફાગણ વદ ૧૦ના રોજ અગિયાર મુદ્દાઓ વિચારી, તેના ઉપર પોતાના નિર્ણયને ખરડે તૈયાર કરવાનું કાર્ય પૂજ્ય આચાર્ય શ્રી વિજયનંદનસૂરિજી, પૂજ્ય પંન્યાસશ્રી રામવિજયજી, મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી અને મુનિરાજ શ્રીચંદ્રસાગરજી, એ ચાર મુનિરાજોને ચૈત્ર સુદ બીજના રોજ સેંગ્યું હતું. જેઓએ બે જ દિવસમાં તેમને તૈયાર કરેલ ખરડે ત્રીસ મુનિ રાજેની મંડળીમાં રજૂ કર્યો હતો.
આ ખરડા ઉપર વિચારણા કરતાં એક નવી મંડળી નીમવાની જરૂર જણાવાથી–પરમપૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી, પરમપૂજ્ય આ. શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી, પ. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી, પ. પૂ. આ શ્રીવિજયભૂપેંદ્રસૂરીશ્વરજી. પ. પૂ. આ. વિજયસિદ્ધિસૂરીશ્વરજી, પ.પૂ.આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી, ૫.પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજીપ. પૂ. આ. વિજયજયસૂરીશ્વરજી, પૂજ્ય મુનિરાજશ્રી સાગરચંદ્રજી, એ નવની સર્વેને બંધનકાશ્ક નિર્ણયકારી મંડળી ચૈત્ર સુદ ૧૧ના રોજ સર્વ સત્તા સાથે નીમાઈ હતી.
આ મંડળીએ ચૈત્ર વદ ૬ સુધી અગિયાર મુદ્દાઓની દીર્ઘ વિચારણા કરીને સર્વાનુમતે કરેલા નિર્ણયે ચૈત્ર વદ સાતમના રોજ સવારે બધા મુનિરાજે સમક્ષ જાહેર કર્યા હતા. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org