SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ ઐતિહાસિક મુનિ સંમેલન ચૈત્ર વદિ અગિયારસે વંડાવીલામાં ચતુર્વિધ સંઘ ભેગે થયે. સર્વ સાધુ-સાધ્વી મહારાજે અને ગામ-પરગામના હજારો શ્રાવક-શ્રાવિકાઓ હાજર રહ્યા હતા. તેઓ સમક્ષ શ્રીનગરશેઠે સંમેલનના પગરણના પ્રારંભથી માંડીને પૂર્ણાહુતિ સુધીની સવ બીનાઓને આવરી લેતું ટૂંકું પણ સચોટ ભાષણ આપ્યું – પરમ તારક શ્રીતીર્થકર દેથી નમસ્કૃત થયેલા ચતુવિધ શ્રીસંઘમાં અગ્રપદે વિરાજતા શાસન ધુરાધારી પરમપૂજ્ય આચાર્ય દેવાદિ મુનિપંગ, પૂજ્યશ્રી સાધ્વીજીઓ, શ્રાદ્ધગુણવિભૂષિત ભાઈઓ અને બહેને ! આપ શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘના દર્શન કરીને હું કૃતાર્થ થાઉં છું. આજને દિવસ શ્રીજૈનશાસનના ઈતિહાસમાં એક પુણ્ય સ્મારક તરીકે ચિરંજીવ રહેશે. છેલ્લાં થોડાંક વર્ષોથી આપણા જૈન સમાજમાં કેટલેક અંશે અનિચ્છનીય વાતાવરણ ઉત્પન્ન થયું હતું. આટલું પણ આપણા અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રીવીતરાગ શાસનમાં છાજે નહિ, અને પૂજ્યશ્રી મુનિસંઘ એકત્રિત થઈને ચર્ચાસ્પદ પ્રશ્નોના નિર્ણયો જાહેર કરે તો એ વાતાવરણને દૂર કરી શકાય, એમ આપણા સમાજના વિચારશીલ મુનિવર્યો અને ગૃહસ્થને લાગવાથી જુદે જુદે સ્થળે ચાતુર્માસા બિરાજતા પૂજ્ય આચાર્યાદિ મુનિવર્યો સાથે જરૂરી વાટાઘાટ (ગૃહસ્થ દ્વારા) ચાલી રહી હતી, અને તેઓશ્રીએ પિતાનું સંમેલન ભરવાનું નક્કી કર્યું હતું. - આ શુભ સમાચાર પ્રાપ્ત થતાં ચાલુ વર્ષના કાર્તિક સુદ ૧૩ના આપણું રાજનગરના શ્રીસંઘના આગેવાન ગૃહસ્થાએ મળી પૂજ્ય શ્રી જૈન શ્વેતાંબર મુનિસંમેલન ભરવાનું આમંત્રણ કરવા માટે પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ પાસે જવાનું નક્કી કર્યું હતું. - આ નિર્ણય મુજબ ચાલુ વર્ષના પોષ સુદ ૬ના રોજ હું અને બીજા ત્રીસ ગૃહસ્થો પાલિતાણા ગયા અને ત્યાં બિરાજતા પ. પૂ. આચાર્યાદિ મુનિવર્યોને મળ્યા. પરમપૂજ્ય આચાવૈદેવ શ્રીમનેમિસૂરીશ્વરજી મહારાજે મુનિસંમેલન માટે ફાગણવદિ ત્રીજનું મુહૂર્ત કાઢી આપ્યું. આ પછીથી મુનિસંમેલનમાં પધારવા માટે લાઠીદડ, સુરત, ધરમજ, વઢવાણ, ખંભાત, પાટણ, ઈન્દ્રાડા, બામણવાડા, ભીનમાલ, સેરીસા, સાણંદ, વિરમગામ, વલાદ, વટવા વગેરે સ્થળે તેમજ અત્રે જુદા જુદા ઉપાશ્રયે બિરાજતા પૂજ્ય આચાર્ય દેવાદિ મુનિવર્યોને આમંત્રણ આપવા કેટલાક ગ્રહ સાથે હે ગયેલો અને દરેક સ્થળે નિસંમેલનને આવકારદાયક જણાવવામાં આવ્યું અને મુનિસંમેલનમાં પધારવાનો ચોક્કસ જવાબ પૂછતાં તેઓશ્રીની ધર્મમર્યાદાને યોગ્ય આશાભર્યા જવાબ મળ્યા હતા. અને આપણે જોઈ શક્યા છીએ કે લગભગ બધા મુનિમહારાજાઓ અત્રે પધાર્યા હતા. સાધુસંમેલન ભરવા માટેનું આપણું આમંત્રણ સ્વીકારાયા બાદ તેને અંગેની સર્વ ગોઠવણે કરવા માટે મહા સુદ બીજના અત્રે મળેલી આપણું શ્રીસંઘની સભામાં સ્વાગત મંડળની નિમણુક કરવામાં આવી. આ સ્વાગત મંડળે કાર્યની સુવ્યવસ્થા માટે વૈયાવચ્ચ સમિતિ, સેવાદળ સમિતિ, અને મંડળ સમિતિ નીમી હતી. અને આ સમિતિઓએ આજ સુધી ઘણું ઘણું મીટીંગ ભરી તેમની ફરજ સંતોષકારક રીતે બજાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy