SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શાસનસમ્રાટ્ શ્રીસ ધાએ અને જે અત્યંત ભાવપૂર્વક આવકાર આપેલા છે, તે સૌ શ્રીસ ંધાને પણ હું આભાર માનુ છું.” પછી બહારગામથી આવેલા સંદેશાઓ વહેંચાયા. અને ખરામર ત્રણ વાગે આપણા પૂજ્યશ્રીના નેતૃત્ત્વ તળે સમગ્ર સાધુમડળ સ’મેલન~મ ત્રણા માટે રચાયેલા બંધ મડપમાં પધાયું. સાધુગણુ સવાય તમામ સાધ્વી-શ્રાવક-શ્રાવિકાએ સ્વસ્થાને ગયા. શ્રીફળની પ્રભાવના કરવામાં આવી. આ સંમેલનની વિશિષ્ટતા અને ઐતિહાસિકતા એ હુતી કે વર્તમાનમાં કોઈ સભા, મંડળ કે કેન્ફરન્સે ભરાય છે, ત્યારે જેમ પ્રમુખ–મત્રી–વ્યવસ્થાપક વગેરેની વરણી કરવામાં આવે છે, તેમ અહી નહેતુ કરાયુ. કેઈ પ્રમુખ નહિ, ને કોઈ મંત્રી નહિ. સૌ મુનિએ પાતપાતાની મર્યાદાનુસાર દરેક વિષયમાં ચારે આપી શકતા હતા. વસ્તુતઃ આ પદ્ધતિ પ્રાચીન તેમજ નિર્દોષ હતી. એનાથી કોઈ ને કચારેય કટુતા આવવાના સ ́ભવ ન હતા, તેથી જ આ પ્રાચીન પ્રણાલિકા પ્રમાણે સંમેલન કરવાનું પ્રથમથી જ નકકી કરવામાં આવેલું. ૩૪ દિવસ પર્યંત ચાલેલા આ સંમેલને સવ પ્રધમ છર અને તેમાંથી ૩૦ મુનિવરેાની વિષય વિચારિણી સમિતિ રચી. એ સમિતિએ-ઢીક્ષા, દેવદ્રવ્ય, સઘ, સાધુએની પવિત્રતા, તીર્થા, સાધુસંસ્થામાં જ્ઞાનાદિની વૃદ્ધિ, દેશના, શ્રાવકાન્નતિ, પસ્પર સંપની વૃદ્ધિ, ધમ ઉપર થતા આક્ષેપોને અંગે, ધમમાં રાજસત્તાને પ્રવેશ, આ ૧૧ વિચારણીય વિષયેા નક્કી કર્યાં. એ વિષયા ઉપર ઘણા દિવસ સુધી ચર્ચા-વિચારણા ચાલી. શાસ્ત્રના અર્ધાં વિચારાયાં, છેવટે એ ૧૧ મુદ્દાઓ વિષે ઠરાવાના ખરડા ઘડવા માટે આ. શ્રીવિજયન ંદનસૂરિ મ; ૫. શ્રીરામ વિજયજી મ., શ્રીપુણ્યવિજયજી મ., અને શ્રીચંદ્રસાગરજી મ., એ ચારની કમિટિ રચાઈ. તેમને એ ખરડા ઘડવાનું કાર્ય સુપ્રત થયું. અઢી દ્વિવસની વિચારણાને અંતે એ ચારની કમિટએ પટ્ટકરૂપે ઠરાવે ઘડી, ને સ મેલનમાં રજૂ કર્યાં. એના ઉપર પુનઃ ચર્ચા ચાલી. ઘણા દિવસ વીતી ગયા, તા ય એના અ ંત આવે એવું ન જણાતાં સૌએ વિચાર્યું કે: આના અંત ચર્ચાથી નહિ આવે. માટે આપણા આગેવાન પૂજ્ય પુરુષાને આ પટ્ટકના ખરડા પર વિચારણા કરવાનું વનવીએ. તે વિચારણા કરીને જે ઠરાવે, તે સ ંમેલનને મંજૂર. આ વાતમાં સૌ સહમત થતાં આપણા પૂજ્યશ્રી, શ્રીસાગરજી મ., શ્રીનીતિસૂરિજી મ., શ્રીજયસિહ્રસૂરિજી મ., શ્રીવલ્લભસૂરિજી મ., શ્રીભૂપેન્દ્રસૂરિજી મ., મુનિશ્રી સાગરચંદ્રજી મ., શ્રીસિદ્ધિસૂરિજી મ, શ્રીદાનસૂરિજી મ., આ નવ વૃદ્ધ મહાપુરુષને એ મુસદ્દા સોંપાયા. એ નવ પૂજ્ગ્યાએ દીર્ઘદૃષ્ટિભર્યાં વિચાર વિનિમયને અંતે વિચારણીય ૧૧ મુદ્દાઓ ઉપર ચારની કિમિટએ ઘડેલા પટ્ટકમાં જ ચેાગ્ય સુધારા વધારો કરીને તેને માન્ય રાખ્યું. અને તેની નીચે શ્રીશ્રમણુશ્ર ધના નાયક તરીકે તેઓએ પેાતાના હસ્તાક્ષર કર્યા. ચૈત્રવદિ છઠ (૧૯૯૦) ને એ અતિહાસિક દિવસ હતા. ચૈત્ર વિદ સાતમના ચેાત્રીસમા દિવસે એ પટ્ટક સંમેલનમાં જાહેર કરાયા. સમગ્ર મુનિમંડળમાં આથી અપાર આનંદની લાગણી જન્મી. જેને માટે તેઓ દૂર દૂરથી દીર્ઘ વિહાર ખેડીને અમદાવાદ આવ્યા હતા, તે ઐતિહાસિક મુનિસ’મેલન આજે સફળતા સાથે પૂર્ણ થયું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy