________________
નમસ્તે કામ!
૨૪૫
દેવકુલિકાએ તૈયાર થઇ ગઈ હતી. તેને આદેશ પણ ભાવિકાએ લીધેલ હતા. એમાંની એક દેરીમાં આ પ્રભુજીને વિધિપૂર્વક પાણાદાખલ પધરાવ્યા.
ત્યારબાદ શુભલગ્ને શ્રીમહાવીરસ્વામિપ્રાસાદ અપરનામ શ્રીકદ ખવિહારપ્રાસાદમાં (મંડપ તથા ગભારામાં) અને તેની ભ્રમતીની દેરીઓમાં યથાસ્થાને અનેક પ્રભુજીની પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમાં મૂળનાયક શ્રીમહાવીર સ્વામી પ્રભુ તથા તેમની આજુબાજુના ૧ શ્રી આદીશ્વર, ૨ શ્રી સંપ્રતિજિનેશ્વર, આ ત્રણ પ્રભુની પ્રતિષ્ઠા શ્રીપુંજીબેને કરી. તેમની ભાવના–તેમના સ્વગીય પિતાજીની મન: કામના આજે પિરપૂર્ણ થઈ. તે પેાતાને કૃતકૃત્ય માની રહ્યા.
ગભારામાં–મડપમાં તથા ભમતીની દેરીએમાં પધરાવવાના અન્ય સવ પ્રભુજીના ગાદીનશીનિવિધ તે તે આદેશ લેનાર સગૃહસ્થાએ પેાતાના વિશાળ પરિવાર સાથે કર્યાં.
પ્રતિષ્ઠા સમયે માનવમેદની તે। માતી ન હતી. ચારેકાર માણુસ જ માણુસ. જાણે માનવાને મહેરામણ ઉભરાયેા.
જી મુખ્યારૂં મુખ્યારૂં”, ને ‘પ્રીયન્ત પ્રોયન્તાં” ની પાવન ઘાષણા ચારે તરફ વ્યાપકરૂપે થઈ રહી હતી. અમદાવાદનિવાસી શેઠ શ્રી સારાભાઈ ડાહ્યાભાઈ તે વખતે વિમાનમાં આરૂઢ થઈને ગગન—ગાખથી વિવિધ પુષ્પોની વૃષ્ટિ કરી વાતાવરણને સુવાસિત મનાવતા હતા.
પ્રભુજી ગાદીનશીન થયા પછી એક અદ્ભુત બનાવ બન્યા. મૂળનાયક પ્રભુજીની મૂર્તિ માંથી દિવ્ય અમી ઝરવા લાગ્યા. હજારો આંખેાએ ભક્તિ અને કુતૂહલ સાથે એ અમીવર્ષણુ નિહાળ્યુ.
આ પછી પ્રભુજીનુ' અલૌકિક સ્વરૂપ જોયુ હાય તા—
જળહળાયમાન દેહકાન્તિ નેત્રોને આંજતી હતી. મુખકમળ તેા હસુ હસુ થઈ રહ્યું હતુ. જાણે હમણાં જ ભગવાન્ મેલી ઉઠશે—એવું લાગતુ.
પ્રતિષ્ઠાના દિવસે શ્રીપુંજીબેન તરફથી ગામધુમાડા બંધ રાખવામાં આવ્યેા-ગામ જીંપે ચાખા કરવામાં આવ્યા. લગભગ ૨૫ હજાર માસેએ તેને લાભ લીધે
પ્રભાવનાની વ્યવસ્થા તે અપૂવ જ હતી. શ્રીફળની પ્રભાવના રાખી હતી. મેાટા ચાકમાં શ્રીફળના ઢગલા કરવામાં આવ્યા. નાના શે! ડુંગર જ ખડા થઇ ગયા સમજો ને ! અને તેમાંથી દરેક વ્યકિત સ્વયં એક શ્રીફળ લઈ લે.
આ ઉપરથી જ કલ્પી શકાય છે કે ત્યાં તે વખતે કેટલી માનવમેદની એકત્ર થઈ હશે? પ્રતિષ્ઠા થયા પછી શ્રીજિનદેવાધિષ્ઠિત એક અવિહાર પ્રાસાદને રમણીય દેખાવ અપૂર્વ આલ્હાદક હતા. એના ગગનતલસ્પશી શિખર ઉપર લહેરાઈ રહેલી મનેહર ધ્વજા ભાવિકાને મન સાક્ષાત્ જિનેશ્વરદેવની કીતિધ્વજા જ હતી.
મદ્ય–શીતલ સમીરની પ્રેરણાથી વાગી રહેલી, શિખરના ઉત્તુ ંગ દંડ ઉપર ઝૂલી રહેલી નાની નાની કિકિણીઓના સુમધુર રણકારથી નીરવ ગગનમાં અણુકલ્પી કોમળતા વ્યાપી રહી હતી.
૧. ગઈ ચાવીશીના ચાવીશમા જિનેશ્વર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org