SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શાસનસમ્રાટ શિખર પર એક નયનરમ્ય મત્ત મયૂર બેઠો હતો, અને પિતાના સુમધુર કેકારવથી વાતાવરણમાં અભુત પ્રસન્નતાને પમરાટ પ્રસરાવી રહ્યો હતો. આ અનુપમ દેશ્ય જેણે જોયું હશે, તે એને પોતાની જિન્દગીભર નહીં જ ભૂલી શકે. છે અને સંપૂર્ણ જિનાલયનું વિહંગમ દર્શન કરીએ તે સાચે જ શ્રીનાભગgધરદેવના ઉપદેશથી શ્રી ભરત મહારાજાએ અહીંયા ગિરિરાજ ઉપર ધર્મેદાનમાં બંધાવેલ ચરમતીર્થ પતિ શ્રીવીર પરમાત્માના ગગનતુંગ મંદિરની સ્મૃતિ થતી હતી. આ સમયે દૂર સુદૂર કઈ ભક્ત કવિના કેકિલ કંઠમાંથી મધુર કલેકાવલિ સરી રહી હતી - कदाऽहं कादम्बे विमलगिरिशृङ्गारतिलके, वसानः सन्तापं त्रिविधमपि तीव्र प्रशमयन् । परात्मन्यात्मानं समरसविलीनं च विदधत् , समानेष्ये सोऽहं-ध्वनित हृदयोऽशेष दिवसान् ।। नमस्ते कादम्बा मर नर नमस्याय च नमोनमस्ते कादम्बाधरितपरतीर्थाय च नमः । नमस्ते कादम्बावनितलललामाय च नमो नमस्ते कादम्बादद्भुतगुणनिधानाय च नमः ॥ એક મંગલકાર્યની સમાપ્તિ પણ અન્ય મંગલકાર્યની શરૂઆતથી જ થાય છે. અહીં પણ એવું બન્યું. ગિરિરાજ ઉપર શ્રી આદિનાથ પ્રભુનું નુતન જિનાલય બંધાતું હતું. તેને આદેશ પ્રતિષ્ઠાના દિવસે આપવાને હતે. રાત્રે પ્રતિક્રમણ થયા પછી સૌ શ્રેષ્ઠિર્યો પૂજ્યશ્રીના સાંનિધ્યમાં એકત્ર થયા. એ બધામાં એક શ્રીતારાચંદજી મેતીજી પણ હતા. તેઓ જાવાલ (રાજસ્થાન)ના વતની હતા. તેમની પાસે તે વખતે સ્થાવર-જંગમ સર્વ મળીને કુલ ૮૦ હજાર રૂપિયાની મિલક્ત હતી. તેમને આ આદેશ લેવાના ભાવ જાગ્યા. તેમની ભાવના તો શ્રી મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરવાની હતી. પણ એ માટે તેઓ મોડા પડ્યા હતા. આદેશ પુંજીબેનને અપાઈ ગયેલું. એથી હવે કઈ પણ રીતે આ જિનાલય આદેશ લે જ, એવો નિર્ણય કરીને તેઓ પૂજ્યશ્રી પાસે બેઠા. પૂજ્યશ્રી તેમની સાચી ભાવના જાણી ગયા હતા. અંતરના ભાવ કદી અછતાં રહે ખરા ? આદેશ કેટલામાં આવે ? એની વિચારણા ચાલી. ત્યારે તારાચંદજી બોલ્યા : ૨૧ હજાર રૂપિયા. પૂજ્યશ્રીએ કહ્યું ભાઈ આ તે ડુંગર ઉપર શિખરબંધી દેરાસર થવાનું છે, એ ૨૧ હજારમાં ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy