________________
[૪૯].
નમસ્તે કાદંબ!
આજે પૂજ્યશ્રીનો ગામમાં બેદાનાનેસમાં) મંગલ પ્રવેશ હતે. નૂતન જિનાલયની પ્રતિષ્ઠ માટે તેઓશ્રી પધારી રહ્યા હતા.
નાનું છતાં રળિયામણું એ ગામ જાણે કઈ મોટો તહેવાર હેય, તેમ ઉત્સાહના ભવ્ય વાતાવરણથી દીપી ઉઠયું હતું. - અમદાવાદના આગેવાન શ્રેષ્ઠિવ શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે હાજર જ હતા. એમનો આનંદ મા તે નહોતે. એમાંય કામદાર તથા વકીલ તો આનંદના મહાસાગરમાં જ મજ જન્મજજન કરી રહ્યા હતા.
પિલા દરબારે સામૈયામાં મોખરે હતા.
યથાસમય પ્રવેશ થઈ ગયો. દેરાસર જોઈને પૂજ્યશ્રી સતિષ પામ્યા. મંગલાચરણ બાદ લોકે વિખરાયા.
ત્યાર પછી પૂજ્યશ્રીની સૂચનાનુસાર શ્રીકદંબગિરિજીના વહીવટ માટે ત્યાં એક સ્થાનિક ઢિીની સ્થાપના કરવામાં આવી. એનું નામ “તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસની પેઢી” રાખ્યું.
કેવું સુંદર નામ? જિનના દાસ અને ધર્મના દાસની પેઢી એટલે જ જિનદાસ ધમદાસની પેઢી.
અને સાચે જ એને વહીવટ કરનાર સંગ્રહસ્થ પણ શ્રીજિન અને ધર્મના દાસ-ભક્ત જ હતા. તેથી એ નામ સાર્થક બન્યું. પેઢીના વહીવટ માટે અમદાવાદનિવાસી શ્રી ચીમનલાલ લાલભાઈના પ્રમુખપણું નીચે વ્યવસ્થિત પ્રતિનિધિમંડળ સ્થાપવામાં આવ્યું. સ્થાનિક પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદભાઈ વકીલ તથા શ્રી અમરચંદભાઈ કામદારની નિયુક્તિ થઈ. અને અત્યારના વહીવટદાર પ્રતિનિધિ શ્રીભગવાનભાઈ મેઘજી સંઘવી (જેસરવાળા ને પેઢીને મુખ્ય મુનીમજી તરીકે નીમવામાં આવ્યા.
હવે તે અંજનશલાકા પ્રતિષ્ઠા મહામહોત્સવના દિવસે નજીક આવતા હતા. શેઠશ્રી જિનદાસ ધર્મદાસ તરફથી દેશ-પરદેશમાં શ્રીસંઘ નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી.
અંજનશલાકા એ જિનશાસનનું પરમ મહત્વ ભર્યું વિધાન છે. છેલ્લાં ઘણાં વર્ષોથી કયાંય અંજનશલાકા થઈ ન હતી. કારણ કે પાલિતાણામાં વર્ષો પૂર્વે થયેલી એક-બે અંજનશલાકા વખતે કઈપણ કારણસર મરકીને ભયાનક ઉપદ્રવ થય હતે. એથી લોકો અંજનશલાકાના નામથી ફફડતાં. પૂજ્યશ્રીના કેટલાંક તેજોષીઓએ આ દાખલા આગળ ધરીને લેકેને એમ ઠસાવવા પ્રયાસ પણ કરેલા કે-આમાં પણ આવાં ઉપદ્રવ થાય તે શું ૧ સં. ૧૯૮૯, પિષવદિ ૭ દિવસ ત્યાંના શિલાલેખમાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org