SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ આ અનુશાસક ૨૨૯ પધારતાં, અને ઉચિત અરાધના કરાવતાં. આથી હિમચંદભાઈને આત્મા ખૂબ પ્રસન્નતા અનભવવા લાગ્યો. એ આશાધનાથી ઉપજેલી પ્રસન્નતામાં જ તેઓ પર્યુષણાપર્વ આવતાં પૂર્વે સ્વર્ગવાસી બન્યા. અંતિમ-સમયે પૂજ્યશ્રીએ સુંદર નિર્માણ કરાવી. એ સમયની તેમની સમાધિ જોતાં સૌ કોઈને થયું કે-આ આત્મા પિતાનું કલ્યાણ સાધી ગયે. પર્યુષણ પછી શ્રીસંઘે સમવસરણની ભવ્ય રચના કરવાપૂર્વક અઠ્ઠાઈ મહોત્સવ ઉજજો. આઠે દિવસ સંઘજમણુ કર્યા. આ વખતે વિશિષ્ટ બીના એ બની કે-વર્ષોથી ચાલ્યા આવેલા તપા-ઢુંઢીયાના ઝઘડાઓ શમી ગયા. બન્ને સંઘમાં સંપ થયે. પૂજ્યશ્રી પાસે તથા વ્યાખ્યાનમાં સ્થાનકવાસી ભાઈઓ આવતાં અને સારો લાભ લેતાં. આ ઉત્સવમાં થયેલી નવકારશીમાં બને સંઘ એક સાથે બેસીને જમ્યા. બોટાદના પરા વિસ્તારમાં લગભગ ૮૦ શ્રાવકોના ઘર હતાં. તેમને ગામના દેરાસરઉપાશ્રય દૂર પડતાં હોવાથી નજીકનાં ધર્મારાધન માટે કાંઈ સાધન ન હતું. એ જાણીને પૂજ્યશ્રીએ દેસાઈ લક્ષમીચંદ ભવાનને ઉપદેશ આપ્યો કે–આટલા બધા જીવોને આરધાના કરાવવાને આ સુંદર અવસર છે. તમે અહીં દેરાસર-ઉપાશ્રય કરાવે. - પૂજ્યશ્રીના આ વચનામૃત તેમણે ઝીલી લીધાં. અને પૂજ્યશ્રીની સુચનાનુસાર એક વિશાળ જમીન વેચાતી લેવાનું તથા તે જમીનમાં નૂતન શિખરબંધી દેરાસર તેમજ ઉપાશ્રય બાંધવાનું નક્કી કર્યું. શ્રીકદંબગિરિજી તીર્થમાં શ્રી મહાવીર પ્રભુનો તેર જિનાલયસમેત પ્રાસાદ તૈયાર થઈ ગયે હતે. તેની પ્રતિષ્ઠા કરાવવા માટે ત્યાંના વહીવટદારને આગ્રહ થતાં ચેમાસા પછી તે તરફ જવા માટે પૂજ્યશ્રીએ વિચાર કર્યો. પણ એ જ વખતે ધોલેરાનિવાસી દેશી પુરૂ તમદાસ નાગરદાસના સુપુત્રો શ્રીહરિલાલ તથા શ્રીદલીચંદભાઈ તેમજ શ્રીગોવિંદજી માસ્તરના દીકરા દેશી ચુનીભાઈ તથા શ્રીપાનાચંદભાઈ ઝવેરચંદ ગાંધી તેઓશ્રી પાસે આવ્યા. તેમની ભાવના હતી કે–પૂજ્યશ્રીની નિશ્રામાં લેરાથી શ્રીસિદ્ધગિરિજીને છરી’ પાળતો સંઘ કાઢ. એ માટે વિનંતિ કરતાં પૂજ્યશ્રી ધોલેરા પધાર્યા. ત્યાંથી મંગલમુહુર્ત આશરે હજારેક ભાવિકેથી પરિવરેલા શ્રીસંઘે ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું. સાંઢેડા-હેબતપુર-રતનપુર-નવાગામ-વેળાવદર-મોણપુર-વળા-ઉમરાળા-સણોસરા ઘણવદર-આકોલાલી-જમણવાવ વગેરે ગામને પાવન કરતે, અને ત્યાં પૂજા–પ્રભાવનાદિ ધર્મકાર્યો કરતે સંઘ પાલિતાણા પહોંચ્યા. અહીં સંઘનું ભવ્ય સ્વાગત થયું. ગિરિરાજની યાત્રા કરીને પૂજ્યશ્રીએ સંઘવીને તીર્થમાળા પહેરાવી. શ્રીસંઘને બાર ગાઉની પ્રદક્ષિણા કરવાની ભાવના થતાં તેની સાથે પૂજ્યશ્રી પણ પધાર્યા. –૪–૪–૪–૪– ૧. અત્યારે તે ધણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy