________________
૨૩૬
શાસનસમ્રાટું
વવાની તેમની ભાવના થતાં તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે ઃ આપ સાહેબ ત્યાં પધારે, અને મહત્વપૂર્વક પ્રભુજીને મંદિર-પ્રવેશ કરાવે. તે અંગેનું મંગલ-મુહૂત પણ ફરમાવે.
પૂજ્યશ્રીએ તેમની વિનંતિ સ્વીકારી. જે કે–તેઓશ્રીએ તે આ પ્રવેશની સાથે પ્રતિષ્ઠા કરવાની પણ પ્રેરણા આપી. પણ સારાભાઈની ભાવના ઉદાત્ત હતી. તેમને વિચાર હતું કેદેરાસરની ફરતી સુંદર દેરીઓ–બાંધીને બાવન જિનાલય બનાવવું. પછી પ્રતિષ્ઠા ભવ્ય રીતે કરાવવી. આ માટે તેમણે જગ્યા પણ રાખેલી. આ ભવ્ય ભાવનાથી તેમણે તત્કાલ પ્રભુપ્રવેશના શુભ મુહૂર્ત માટે જ પૂજ્યશ્રીને વિનંતિ કરી.
પૂજ્યશ્રીએ પ્રવેશનું મહા-મંગલકારિ મુહૂર્ત કાઢયું. પ્રવેશચક તથા રવિયેગ સાથે મહા શુદિ પાંચમને દિવસ નકકી થયે. સારાભાઈએ એ મુહૂર્તને સહર્ષ વધાવી લીધું, મહેત્સવની તૈયારીઓ આદરી. એગ્ય સમયે પૂજ્યશ્રી પણ વિહાર કરીને શેરીસા પધાર્યા. મહત્સવ અંગેના વિધિ-વિધાન શરૂ થયા. કુંભસ્થાપના-નવગ્રહાદિ પૂજન-નંદાવર્ત પૂજન વગેરે વિશિષ્ટ પૂજન ભણવા લાગ્યા. સાથે નવ દિવસની નવકારશીઓ પણ સેંધાઈ ગઈ. અને ઘણાં વર્ષોથી અપૂજનીય રહેલા પ્રાચીન બિ બની શુદ્ધિ તથા પૂજ્યતા માટેના ગુરૂ પરંપરાગત બીજાં પણ કેટલાંક વિધાને કરવામાં આવ્યા.
જોતજોતામાં પ્રવેશને મંગલકારી દિવસ આવ્યા. અહીં એક ગૂંચ ઊભી થઈ હતી. એને ઉકેલ કેઈનાથી નહતો થતો. બનેલું એવું કે-શ્રી શેરીસાપાશ્વ પ્રભુની બે પ્રાચીન પ્રતિમાઓ હતી. બંને પ્રાચીન. બંને શ્યામ. બંને એક માપની. હવે આ બેમાંથી મૂળનાયક તરીકે કઈ પ્રતિમા–રાખવી, ગણવી ? અને મૂળનાયક તરીકે કોને પ્રવેશ કરાવ? એ પ્રશ્ન થઈ પડ્યો. એનો ઉકેલ કેઈન કરી શકયું. છેવટે પૂજ્યશ્રીએ કહ્યું: “બંને પ્રભુજીને પ્રવેશ કરો.”
એમજ થયું. સેંક ભાવિકની હાજરીમાં મંગળ-વેળાએ વિશુદ્ધ મંત્રોચ્ચારપૂર્વક એ બને પ્રભુ-મૂતિઓને ગભારામાં પ્રવેશ કરાવવામાં આવ્યા. પૂજ્યશ્રી તથા શેઠ સારાભાઈ અમાપ આનંદ અનુભવી રહ્યા હતાં.
પ્રભુજીને પબાસણ પર બરાબર બિરાજમાન કર્યા બાદ સકલ સંઘે પૂજ્યશ્રી સાથે ચૈત્યવંદનાદિ ક્રિયા કરી. વિધિકારકોએ સ્વયેગ્ય ક્રિયાઓ કરી. પછી સૌ વિખરાયા. પૂજ્યશ્રી આદિ પણ ઉપાશ્રયે પધાર્યા. ફક્ત આ. શ્રીવિજયનંદનસૂરિજી મ. તથા વિધિકારક શ્રી ગીભાઈ ગુલાબચંદ અને શેઠ પ્રતાપસિંહ મેહલાલભાઈ ગભારામાં રહ્યા. તેઓ એકત્ર થઈને ક્રિયા અંગેની વિચારણા કરતા હતા. આખા દેરાસરમાં તેમના સિવાય શું કઈ ન હતું.
ત્યાં જ એકાએક અદ્ભુત ચમત્કાર સજા. કારણથી તે બધે કાર્ય થાય છે. પણ કારણ વિના કાર્ય થાય ત્યારે તે ચમત્કાર કહેવાય છે. અહીં પણ એવું બન્યું. બેમાંથી એક પ્રતિમાના અંગોમાંથી અમી ઝરવું શરૂ થયું. આધુનિક લેકો કહે છે કે “સેંકડે લેકે ભેગાં થયા હાય, તેમના શ્વાસોચ્છવાસના કારણે થતા બફારે જ આ કહેવાતાં “અમીઝરણું છે. પણ તેમનું માનેલું આ કારણે અહીં ન હતું. આ દેરાસરમાં તો ફક્ત ત્રણ જ વ્યક્તિઓ હતી. માટે જ અહીં કારણ વિનાના કાર્ય સ્વરૂપ ચમત્કાર થયા.
પ્રતાપશીભાઈની તથા આચાર્ય મ.ની દષ્ટિ સહસા ત્યાં ગઈ. પાસે જઈને પ્રભુજીને હાથ લગાડ્યો તો હાથ ભીને ભીને. ભોગીભાઈ એ પણ એ નિહાળ્યું. જેમ સમય વીતતે ગયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org