________________
આદર્શ અનુશાસક
૨૭૫ શિષ્યરત્નો ન્યાય-વ્યાકરણ-સાહિત્ય-પદર્શન વગેરે ગહન વિષયમાં પારગામિત્વ મેળવતાં. શાસ્ત્રીજી પણ ઓછાં કડક નહેતાં. કેઈ સાધુ બરાબર ન ભણે, તે તેને તેઓ કડક શબ્દોમાં શિખામણ આપતાં પણ ખંચકાતા નહિ.
પૂજ્યશ્રીએ શિષ્યને વ્યવસ્થિત રીતે ભણાવવા માટે એક સુંદર અને સર્વોપગી (જનરલ) પાઠ્યક્રમ તૈયાર કરાવ્યો હતો. એ પ્રમાણે ભણનાર-પછી તે મંદબુદ્ધિવાળે હોય કે મેધાવી હેય, પણ અવશ્ય વિદ્વત્તા મેળવવા સમર્થ છે.
આ પાચકમ તેઓશ્રીએ ૧૯૮૭ના આ ચાતુર્માસમાં પ્ર. આનંદશંકર બાપુભાઈ ધ્રુવને દેખાડ્યો. આનંદશંકરભાઈ આ દિવસોમાં “સ્યાદ્વાદમંજરી'નું અંગ્રેજી ભાષાંતર કરતા હતા. એમાં આવતાં સપ્તભંગી- સપ્તનય-નિક્ષેપ-મુંડકેવલી–મૃત્વા કેવલી-અબ્રુવા કેવલી વગેરે વિષયનું વિસ્તૃત વર્ણન સમજવા તથા તે વિષયે કયા ક્યા ગ્રંથમાં કયા સ્થાને ચર્ચવામાં આવ્યા છે, તેની જાણકારી મેળવવા તેઓ ઘણીવાર પૂજ્યશ્રી પાસે આવતા. પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તા માટે તેમને ઘણું બહુમાન હતું. તેઓ આ પાઠ્યક્રમ જોઈને ખૂબ પ્રસન્ન થયા. અને પૂજ્યશ્રીની પઠન-પાઠન અંગેની સતત કાળજીની પ્રશંસા કરી. એ પાઠ્યક્રમની તેમણે નોંધ પણ કરી લીધી.
આ ચોમાસામાં પૂજ્યશ્રીની તથા આચાર્ય શ્રી વિજયનન્દનસૂરીશ્વરજી મ. ની શારીરિક અસ્વસ્થતાને કારણે તેઓશ્રી શાહીબાગમાં આવેલી શેઠ ભેળાભાઈ જેશીંગભાઈની જાસુંદબાઈ સેનેટેરીયમના ઉપાશ્રયમાં ઘણે વખત રહ્યા.
એકવાર શેઠશ્રી માણેકલાલ જેઠાભાઈ તથા શેઠશ્રી ભેળાભાઈ જેશીંગભાઈએ આવીને પૂજ્યશ્રીને વિજ્ઞપ્તિ કરી કે : આપશ્રી એક સ્થાયી સંસ્કૃત પાઠશાળાની ચેજના અમને સૂચવે. તે પ્રમાણે અમે એ પાઠશાળા સ્થાપીએ. એમાં એક લાખ રૂપિયા અમે આપીએ અને બીજા પાંચ લાખ રૂપિયા મુંબઈ જેવા સ્થળેથી એકત્ર કરી લાવીએ. જેથી એ પાઠશાળા કદંબગિરિ જેવા પવિત્ર સ્થળે કાયમ વ્યવસ્થિત રીતે ચાલુ રહે.
પૂજ્યશ્રીને આ વાત સમયાનુસાર ઘણી ગ્ય જણાઈ. પણ તે સમયના અમુક સંયેગેનો વિચાર કરીને તેઓશ્રીએ એ માટે ના ફરમાવી.
આ પછી શેઠ માણેકલાલ જેઠાલાલે સાર્વજનિક ગ્રંથાલય (એમ. જે. લાયબ્રેરી) માટે મોટી રકમનું દાન કર્યું.
ચાતુર્માસ પૂર્ણ થતાં શેઠ ચીમનલાલ લાલભાઈની વિનંતિથી ઠાણુઓઠાણું ત્યાં કર્યું. તેમણે પૂજ્યશ્રીની પધરામણીના હર્ષમાં અઠ્ઠાઈ મહોત્સવ કર્યો.
આ વર્ષે પૂજ્યશ્રીના શિષ્યોએ વૈરાગ્યરંગથી વાસત થયેલા અનેક કિશોર–યુવકે તથા પ્રૌઢ ભાવિકોને ભગવતી પ્રવજ્યા આપી.
- પૂજ્યશ્રીના અમોઘ ઉપદેશથી ભાવિત થયેલા શેઠશ્રી સારાભાઈ ડાહ્યાભાઈ શ્રીશેરીસાતીર્થને ઉદ્ધાર તન-મન અને ધન ભેગ આપવાપૂર્વક કરાવી રહ્યા હતા. જોધપુરી લાલ પાષાણજડિત ત્યાંનું નૂતન જિનમંદિર લગભગ તૈયાર થવા આવ્યું હતું. એમાં સારાભાઇએ લગભગ ૩ લાખ રૂપિયાને સદ્વ્યય કરેલ. તે જિનાલયમાં પ્રભુજીને મંગલ-પ્રવેશ કરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org