________________
ર૪
શાસનસનાટ
શિક્ષા ખમનારા શિષ્ય આજે કહે છે કે–ગુરૂ મહારાજને એક એક દોરે આજે અમારામાં એક એક વિશિષ્ટ ગુણપણે પરિણમે છે. - પૂજ્યશ્રી પાઠ આપતાં હોય ત્યારે મોટાં ધનવાન શ્રેષ્ઠિઓ કે ગામ-પરગામના સંઘે આવીને બેસે તે પણ તેઓશ્રી યથાવત્ પાઠ ચાલુ જ રાખતાં, ને શિક્ષા પણ કરતાં. તેઓશ્રી ભણાવવામાં એટલાં તે એકાગ્ર બની જતાં કે—કેઈના આવ્યા–ગયાને પણ ખ્યાલ ન આવતે. આવનારને તે પાઠ પૂરે થાય ત્યાં સુધી બેસવું પડે. એ રીતે બેસનારા કેટલાંય ગૃહસ્થાએ પૂજ્યશ્રીની અધ્યાપનશૈલી અને કડક શિક્ષા નજરે જોઈ છે. તેઓ આથી ખૂબ પ્રભાવિત થતાં.
પૂજ્યશ્રી દરેક ઠેકાણે ઉપાશ્રયની મધ્યમાં બિરાજતાં. ચારે તરફ વ્યવસ્થિતપણે શિષ્ય– સમુદાય બેઠો હોય, ને જ્ઞાનોપાર્જનમાં તન્મય હોય. એ દશ્ય જેવું એ પણ અણમોલ હા હતે. કઈ પણ શ્રાવકને એ મુનિવરે પાસે જવાની મનાઈ હતી. દૂરથી વંદન કરી લેવાનું. કેઈવાર શ્રાવક શાતા પૂછે, અને મુનિરાજ ઊંચું જોઈને ધર્મલાભ આપે કે હેજ વાતચીત કરે, તો એ શ્રાવકને જ પૂજ્યશ્રી ઠપકે આપતાં કે–તારે વાત કરાવીને સાધુઓને બગાડવા છે ? અભ્યાસ કરતી વખતે સાધુઓને વાત કરાવવાની હોય નહિ.
રાત્રે પ્રતિક્રમણ પછી સર્વ અભ્યાસ મુનિવરોને પુનરાવર્તન-આવૃત્તિ મોડે સુધી કરવાને નિયમ હતો. સહાધ્યાયી મુનિવરો ભેગાં મળીને સ્વાધ્યાય કરે. એ સ્વાધ્યાયરમણમાં રાત્રિના ૧૧-૧૨ વાગી જાય તે પણ ખ્યાલ ન આવે. શિષ્યનું એકાંત હિત વાંછનારા પૂજ્યશ્રી રાત્રે મોડેથી પોતાની સાથેના માણસ “નારાયણ”ને મોકલે કે- જા જોઈ આવ, બધાં ભણે છે કે વાત કરે છે ?' નારાયણ પણ ભારે કાબેલ હતું. કેઈને ખબર ન પડે એવી ચુપકીદીથી સર્વત્ર તપાસ કરી આવે. એમાં જે કઈવાર કેઈ સાધુ વાત કરતાં ઝડપાઈ જાય, તે થઈ રહ્યું. પૂજ્યશ્રી તરત જ એને બેલાવે અને કડક શિક્ષા આપતાં કહે કે : “અલ્યા ! બરાબર મહેનત નહિ કરે, નહિ ભણે, તે વાણિયાના રોટલા નહિ પચે. મરીને ભરૂચના પાડા થશે. માટે બરાબર ભણે, બરાબર ધ્યાન રાખે.”
એ શિવે પણ એવા વિનયી અને આજ્ઞાપાલક કે એક વારની ટકેર જ એમને બસ થઈ પડે. ફરી કદી પણ એવી ભૂલ તેઓના હાથે ન જ થાય. - આ પ્રભાવ હતો પૂજ્યશ્રીની કડક પણ કલ્યાણકારી અધ્યાપન પદ્ધતિનો અને કડક આચારપરિપાલનને. એનું જ પરિણામ છે કે–જિનશાસનને નવ નવ આચાર્યો અને અનેક જ્ઞાનીયાની તપસ્વી મુનિવર સાંપડ્યા.'
- સાધુઓને વિવિધ વિષયેનું અધ્યયન કરાવવા માટે પૂજ્યશ્રીએ બિહાર પ્રદેશના ભારતવિખ્યાત પંડિતવર શ્રીશશિનાથ ઝા, વગેરે શાસ્ત્રીઓને ૪૫-૪૫ વર્ષ સુધી રાખેલા. ન્યાયકુસુમાંજલિ, ખંડનખંડખાદ્ય, બાધાંત ગાદાધરી સુધી નવીન ન્યાય, વ્યુત્પત્તિવાદ, ગીતા, અંતસિદ્ધિ-શાસ્ત્રદીપિકા, સંમતિતક તથા સ્યાદ્વાદરત્નાકર વગેરે અનેક આકરગ્રંથને કંઠસ્થની જેમ રાખનાર તથા એવાં ગ્રંથ રચનાર એ મહાવિદ્રાન શાસ્ત્રીજી પાસે પૂજ્યશ્રીના ૧. પૂજ્યશ્રીની આ અધ્યાપન પદ્ધતિને આજે પણ તેઓશ્રીના શિષ્યપ્રશિષ્યો તથા પરસમુદાયના સમર્થ
સાધુએ આદરપૂર્વક અને કૃતજ્ઞભાવે સંભારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org