________________
૨૩૭
આદર્શ અનુશાસક તેમ અમીઝરણું વધતાં જ ગયા. થોડીવારમાં તો પ્રભુજીને જાણે હમણાં જ અભિષેક કર્યો હોય તેવું લાગવા માંડયું. આચાર્ય મહારાજ તરત જ પૂજ્યશ્રી પાસે ગયા ને આ વાત નિવેદન કરી.
પૂજ્યશ્રી પણ તરત દેરાસરમાં પધાર્યા. અમીઝરણું નિહાળ્યાં. થોડીવારમાં આ વાત ત્યાં હાજર રહેલા વિશાળ સંખ્યક સંઘમાં ફેલાઈ. સૌ દર્શન માટે ઉમટી પડ્યા. કેઈકે આ ખબર અમદાવાદ પહોંચાડતાં ત્યાંથી હજારો લેકે આવવા માંડ્યા. પ્રભુના દર્શન માટે ધસારે થઈ રહ્યો. આ અમીઝરણાં બરાબર બાર કલાક સુધી ચાલ્યાં. એ દરમ્યાન એટલું અમી ઝર્યું કેકળશ તે શું-ડોલ ભરવી હોય તે પણ સુખેથી ભરી શકાય.
અમીઝરણામાં અને તેવાં અન્ય ચમત્કારોમાં શ્રદ્ધા નહિ ધરાવનારા સેંકડે અને આ બનાવને નજરે જોયા પછી પિતાની માન્યતા ફેરવવાની ફરજ પડી. અરે ! ખુદ પ્રતાપસિંહ ભાઈ પણ બોલ્યા કે : જે હું ગેરહાજર હેત ને મને આ વાત કહેવામાં આવી હોત, તે હું ન જ માનત. પણ આ તો નજરે જોઉં છું, એટલે માનવું જ રહ્યું. - સામાન્ય જનસમૂહ સાનંદાશ્ચર્ય ભાવે આ અમીવર્ષણ જેવા માટે તલસતે હતે. પ્રભુના પ્રભાવથી મુગ્ધ થઈ રહ્યો હતો ત્યારે આપણું પૂજ્યશ્રીનું મન કઈ અનિર્વચનીય ભાવથી ગદ્ગદ્ બની રહ્યું હતું. તેઓશ્રીની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા હતા. મુખમાંથી પ્રભુના સ્તુતિવચનો નીકળતા હતા. રોમેરોમ પુલકિત બન્યા હતા. તેઓશ્રીએ ત્યાં ઉપસ્થિત સૌને કહ્યું : “આપણે સૌ દ્વિધામાં હતા કે બેમાંથી મૂળનાયક કયા પ્રભુજી? પણ જુઓ ! પ્રભુએ આપણને નિશ્ચિત કરી દીધા. આ પ્રભુજી જ મૂળનાયક તરીકે બિરાજમાન થશે.”
પૂજ્યશ્રીની આ ઊર્મિસભર વાણી સૌએ નતમસ્તકે વધાવી. એ પ્રભુજીને મૂળનાયકજી તરીકે પધરાવવાનું નક્કી કરવામાં આવ્યું. આ પછી બપોરે અત્તરીસ્નાત્ર વગેરે વિધિ અદમ્ય ઉત્સાહથી થયે.
આ મહાન કાર્ય પતાવીને પૂજ્યશ્રી પુનઃ અમદાવાદ પધાર્યા. અહીં શેઠ લલ્લુ રાયજીની ડિગમાં શા. ચંદુલાલ લલુભાઈ રાયજી તરફથી નૂતન જિનાલય તૈયાર થયું હતું. તેમાં બહારગામથી લવાયેલા પ્રાચીન પ્રભુજીની પ્રતિષ્ઠા કરવાની હતી, તે માટે શેઠ કસ્તુરભાઈ લાલભાઈ વગેરેએ વિનંતિ કરતાં પૂજ્યશ્રી પધાર્યા હતા.
પ્રતિષ્ઠા અંગે મહોત્સવ ચાલુ હતું. મહા શુદિ દશમે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ દેરાસરનું નિરીક્ષણ કર્યું. રંગમંડપમાં એક ગોખલામાં રહેલું શ્રીનેમિનાથ પ્રભુજીનું શ્યામ–પ્રાચીન બિંબ તેઓશ્રીએ જોયું. તેઓશ્રીએ પૂછયું: આ પ્રભુજી અહી કેમ મૂકી રાખ્યા છે ?
શેઠશ્રી કસ્તૂરભાઈ વગેરેએ જણાવ્યું કે સાહેબ ! અહીંયા મૂળનાયક તરીકે પધરાવવા માટે આ પ્રભુજી વાલમતીર્થમાંથી અમે લાવેલા. પણ અહીંના પ્રમાણમાં આ પ્રભુજી મોટાં હોવાથી અમે વેત પાષાણના બીજા પ્રભુજી લઈ આવ્યા એથી આ પ્રભુજી હાલ અહીં પરણદાખલ પધરાવ્યા છે. કેઈને જરૂર હશે તે આપી દઈશું.
પૂજ્યશ્રીના ઉપદેશથી શ્રીકદંબગિરિમાં દેરાસર તૈયાર થઈ રહ્યું હતું. રંગમંડપ–ગભારે વગેરે ઘણું અંગ તૈયાર થઈ ગયા હતા. હવે ત્યાં તીર્થની પ્રવૃત્તિ થાય અને યાત્રિકોને પૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org