SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદનાના નિદાન ૨૩૧ હિંદભરના લાખ ભાવિકે આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત થયા હતા, પ્રતિષ્ઠાકારક આચાર્યો સર્વ ગચ્છીય હોવાથી આ પ્રતિષ્ઠા કેણે કરાવી? એ મતભેદ ઉભો ન થવા પામે, માટે કર્માશાહે તથા શાસન સુભટ સૂરીશ્વરાએ દીર્ધદષ્ટિ વાપરીને દાદાની પલાંઠીના લેખમાં લખ્યું: “પ્રતતિં સર્વભૂમિઃ ” વિ. સં. ૧૫૮૭ની એ સાલ હતી. વૈશાખ વદિ છઠને એ મહાન દિવસ હતો. વિ. સં. ૧૯૮૭ના ચાલુ વર્ષે ગિરિરાજ ઉપર દયાળદાદાની પ્રતિષ્ઠા થયાને બરાબર ચાર (૪૦૦) વર્ષ પૂરા થતા હતા. અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈની, શેઠ આ. ક. ની પેઢીના પ્રતિનિધિઓની તથા શહેરના અગ્રણીઓની ભાવના થઈ કે-આ ૪૦૦મી વર્ષગાંઠના શુભપ્રસંગે તેની ઉજવણી કરીએ. આ વિચાર આવવાથી શેઠ પ્રતાપસિંહ મેહલાલ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ ગિરધરલાલ છોટાલાલ, જેસંગભાઈ કાળીદાસ, જમનાદાસ હીરાચંદ ઘેવરીયા વગેરે આ બાબતમાં પૂજ્યશ્રીની સલાહ લેવા આવ્યા. પૂજ્યશ્રીએ ફરમાવ્યું કેઃ “આ આપણે મહાન દિવસ છે. આ દિવસે સર્વ પ્રકારના આરંભ–સમારંભે બંધ રહેવા જોઈએ. મીલો પણ બંધ રહે. રથયાત્રા તથા સંઘની નવકારશી થાય. જેથી લોકોને પણ ખ્યાલ આવે કે–આજે જેનેને એક મહાન દિવસ છે. પિળના દેરાસરની વર્ષગાંઠ આવે, ત્યારે આપણે પૂજા-જમણ વગેરે કરીએ છીએ, તે આ તે ત્રણ જગતના નાથ પરમદયાળુ દાદા શ્રી આદીશ્વરે પ્રભુની વર્ષગાંઠને દિવસ છે, એની ઉજવણી અપૂર્વ રીતે જ કરવી ઘટે.” પ્રતાપસિંહભાઈ કહેઃ વિશિષ્ટ રીતે-આપ ફરમાવે છે તેમ ઉજવણી થાય-કરીએ. પણ મીલે બંધ ન રહે. મીલમાલિકે માને કે કેમ એ એક પ્રશ્ન છે. પૂજ્યશ્રી કહે : તમે પ્રયાસ તે કરી જુઓ. બંધ રહે તે ઘણી સારી વાત. શેઠિયાઓએ મીલમાલિકને મળીને પિતાની ભાવના જણાવી. સાચી ધર્મભાવનાને પડશે એને અનુરૂપ જ પડે છે. મીલમાલિકે તરત માની ગયા. દાદાની વર્ષગાંઠના દિવસે મીલે બંધ રાખવાનું તેમણે સહર્ષ કબૂલ્યું. શહેરના કસાઈએ પણ માની ગયા. હવે આવી નવકારશીની વાત. દિવસો ટૂંકા હતા. ઝડપી નિર્ણય લેવાનો હતે. કેના તરફથી કરવી ? એ વિચાર ચાલતાં પૂજ્યશ્રીએ કહ્યું : “શેઠ માકુભાઈ (માણેકલાલ મનસુખભાઈ) અને શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ તષ્ફથી નવકારશી રાખે. એને ખર્ચ બંને ભાગે પડતે વહેંચી લે.” માકુભાઈએ “તહત્તિ' કહી એને આનંદ સહ સ્વીકાર કર્યો. કસ્તૂરભાઈને બેલાવવામાં આવ્યા. તેમને વાત કહી. પણ નવકારશી કરવા માટે તેમનું મન કાંઈક ઓછું જણાયું. તેમનું કહેવું થયું અત્યારે ગાંધીજી વગેરે દેશનેતાઓ કેદમાં છે, તે સમયે નવકારશી કરવી રેગ્ય નથી. આના કરતાં સાધર્મિક ભક્તિ માટે કાંઈક કરીએ તે વધારે સારું છે. ૧. સર્વ આચાર્યોએ આ બિંબની પ્રતિષ્ઠા કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy