________________
રર૪
શાસનસમ્રાટ
અને આ સાહેબ તમારી પાસે પેલી તીતા કેળીના સ્વનાવાળી જમીનની માગણી કરવા આવ્યા છે. એક નાની એવી જમીન માટે સાહેબ જેવામાં સાહેબ તમારા ઘરે આવે, અને તમારી પાસે એની માંગણી કરે, એ શું ઓછું કહેવાય ? માટે હવે તે તમારે તમારે વિવેક કરે જ જોઈએ. મારું માનતા હે તે સાહેબ પાસે જઈને વગર માગ્યે જ એ જમીન આપવાની હા કહી દે. તે સાહેબ તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે.
અને એક વાત મને પહેલાં જ કહી દે કે–તમારે આ જમીનના બદલામાં શું જોઈએ છે ? એટલે હું સાહેબને ખ્યાલ આપી શકું.”
એક તે સરઠી માણસ. એમાંય પાછા બાપુ, (દરબાર) એટલે પૂછવું જ શું? એ તે આ સાંભળીને ઘેલા ઘેલા થઈ ગયા. તેમણે કહ્યું કે મુખી ! હું તે રાજીખુશીથી આ જમીન
પી દેવા તૈયાર જ છું. મારો બિલકુલ વિરોધ નથી. અને બદલામાં ફક્ત એક કળશી જર મને જોઈએ.
ઓહ ! એમાં શું ? તમારે જોઈએ તે હું અપાવું. બેલે, બીજું કાંઈ નથી જોઈતું ને ? મુખીએ પુનઃ પૂછયું.
ના, ના, મને તે એક કળશી જાર મળી એટલે ઘણું. એક કળશી જાય એટલે તે વખતે ૨૦ મણુ ગણાય.
દરબાર તે થાણદાર પાસે પહોંચી ગયા ને કહી દીધું કે : સાબ ! આપ જે જમીન લેવા માટે આવ્યા છે, એ જમીનની મંજૂરી હું આપી દઉં છું.
થાણદારે તુર્તજ વકીલ અને કામદારને કહ્યું : તમારા દસ્તાવેજ લાવે, અને આ દર બારની સહી લઈ લે. બીજી વાત પછી.
એમ જ કરવામાં આવ્યું. એની સાથે એ બંનેને કહીને દરબારને એક કળશી જાર પણ અપાવી દીધી.
હવે માર્ગ એકદમ સરળ થઈ ગયો. આ એક દરબારની સહી મળી, એટલે બધાં ટપ૫ સહી કરવાના જ. આપાભાઈએ કહી રાખેલું કે-મારી સહી સૌથી છેલ્લી લેજે. પહેલેથી લેશે આ બધાં પાછાં ઊંધા થશે. ત્યારપછી તત્કાળ ત્યાં જ માણસ દ્વારા બાકીના ૧૮ ગરાસિયાને બોલાવીને બધી વાત સમજાવી.
પણ એ બધાં વાત કરતાં થાણદારના કડપને વધારે સારી રીતે સમજતા હતા, એટલે તરત જ સંમતિ આપી દીધી.
થાણુદારે કહ્યું : બોલો ! આ જમીનના બદલામાં તમારે શી કિંમત લેવી છે ? એ અત્યારે જ નક્કી કરીને કહી દે.
બધાં દરબારોએ અંદરોઅંદર વિચારી–નક્કી કરીને કહ્યું કે : સાબ ! અમારા ગામમાં ચારે એકેય નથી. માટે એક સારો ચોરે બંધાવી આપો. એ જ એની કિંમત. અમારે રૂપિયા નથી જોઈતા.
બધાંની કબુલાત થઈ ગઈ. સહીઓ લેવાઈ ગઈ. વકીલ અને કામદાર પણ રે બંધાવી આપવાને કબુલ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org