________________
૨૨૦
શાસનસમ્રાટ
- એક પછી એક સૌને મળીને વાત કરી, કે અમારે આ જમીન વેચાતી લેવી છે. તમારે જોઈએ તે કિંમત લે અને અમને આપે. અમારે ત્યાં દેરાસર બાંધવું છે.
પણ આ તે ગરાસિયાની જાત. મનમાં જે ધુન ભરાઈ જાય તે પછી સીંદરી બળે, પણ વળ ન છોડે, એવી વાત, બધાંએ કહી દીધું કે અમારી ઈચ્છા નથી.
આપાભાઈ જેવાં બે–ચાર જણની ઇચ્છા હતી. પણ બધાએ ના પાડી, ને જે એ હા પાડે તે પછી મારામારી સિવાય બીજી વાત જ ન રહે. એટલે એ બીકે એમણે પણ ના પાડી. ઘણી મહેનત કરી. પણ કઈ સમક્યું જ નહિ. છેવટે બંને ગૃહસ્થ આપાભાઈ કામળિયા પાસે ગયા અને તેમને સમજાવીને કહ્યું : આપાભાઈ! હવે તે આ જમીન અપાવવી તમારા જ હાથમાં છે.
પણ ભા ! એમાં હું શું કરું ? મારા એકલા હાથની વાત હોત તો આ ઘડીયે જ પતાવી દેત. કોઈને પછવાય ને રેત. પણ આ તે ૧૮-૧૯ દરબારોની મઝિયારી જમીન. એમાં મારૂં એકલાનું શું ચાલે ? હા ! તમે એ બધાંયની મંજૂરી લઈ આવે પછી બધુંય હું પતાવી દઈશ.” આપાભાઈએ કહ્યું.
એ જ પંચાત છે ને ? એ બધાંયને કેટલાં સમજાવ્યા. પણ ન સમજ્યા ત્યારે તે તમારી પાસે આવ્યા. તમે ગામમાં મોટાં ને તાલુકદાર ગણાવ. એ અઢાર તમારી પાસે બોલતા વિચાર કરે. અને તેમાંય તમે તો પૂજ્યપાદ ગુરૂભગવંતના પરમ ભક્ત છે. માટે તમારે આમાં કાંઈક રસ્તે તો કાઢવો જ પડશે.” વકીલ-કામદારે કહ્યું.
ભા ! વાત તે તમારી સાચી. તમને આ જમીન મળે એમાં મારાથી બનતું હું બધુંય કરૂં. અરે ! મારી સહી પણ કરી દઉં દસ્તાવેજમાં. પણ હું મોટો તોય એકલે, ને ઓલ્યા રહ્યા અઢાર. જે એમને ખબર પડે કે આપાભાઈએ જમીનની મંજૂરી આપી દીધી છે, તે તે પછી મારે આંહી ઉભાં રેવું ભારે થઈ પડે. હાં ! એક રસ્તો જડે છે. એ જમીન ન મળે તે કાંઈ નહિ. પણ તમે મારી ભેગાં હાલો. એ જમીનની બાજુમાં જ મારી સ્વતંત્ર માલિકીની જમીન છે. એ તમને ગમે તે હું આપી દઉં.'
આપાભાઈ! અમારે તે તીતા કેળીનું સ્વપ્ન સાચું કરવું છે. એ જમીનમાં સાચેસાચ ભગવાન પધરાવીને ઘીના દીવા કરવા છે. જ્યારથી એ સ્વપ્નાની વાત સાંભળી, ત્યારથી પૂજ્ય ગુરૂમહારાજેશ્રીજીના મનમાં અને અમારા મનમાં આ એકજ ઝંખના છે. પણું હાલ તે એ તાત્કાલિક શક્ય લાગતું નથી. ચાલે ! અત્યારે તમારી જમીન તે દેખાડે. પસંદ પડે તે એ લઈ લઈએ. આજ એ મળશે તે કાલ મૂળ જમીનેય દાદાની કૃપાથી મળી રહેશે.” વકીલ-કામદારે કહ્યું. અને બધાં ઉપડ્યાં જમીન જેવા.
જમીન ઈ. બન્ને ગૃહસ્થોને ગમી ગઈ. આપાભાઈની પણ રાજીખુશીથી આપવાની ઈચ્છા હતી.
એટલે તરતજ વકીલ-કામદાર-આપાભાઈ તથા ચેકના થાણદાર સાહેબ, શ્રી નરભેરામભાઈ વગેરે પૂજ્યશ્રી પાસે ગયા. પૂજ્યશ્રી અત્યારે “દાઠા ગામે બિરાજતા હતા. ત્યાં બધી વાત રજુ કરી. પૂજ્યશ્રીએ પણ આપાભાઈની જમીન લેવા અનુમતિ સૂચવી. એટલે તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org