SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ સફળતાના પ્રથમ પગથિયે ૨૧૯ તળાજા તરફ વિહાર કરી ગયા. મહુવા-શ્રીસંઘના આગ્રહથી આગામી ચાતુર્માસ ત્યાં કરવાનું હતું. હજી ચોમાસાને વાર હોવાથી તેઓશ્રી આસપાસના પ્રદેશમાં વિચારવા લાગ્યા. વકીલ તથા કામદાર પણ સ્વસ્થાને ગયા. હવે–બેદાનાનેસમાં-એક દિવસવાત ફેલાઈ કે-તતા કેળીને સ્વમ આવ્યું. શેનું ? તે કે – “એક મોટી જમીન છે. એની અંદર મોટું ગાળ કુંડાળું છે. એ કુંડાળામાં વાણિયાના ભગવાન બેઠા છે. અને આજુબાજુ ઘીના દીવા બળે છે. એ દીવા પાસે ઘી ઢોળાયાના ડાઘા છે.” (આવું સ્વમ આવ્યું છે.) પછી તે વા વાતને લઈ જાય. વાત ફેલાતી “ચોક સુધી પહોંચી. શ્રીવીરચંદભાઈ વકીલે આ વાત સાંભળી. એમણે તુર્તજ જેસર કામદાર અમરચંદભાઈ ઉપર ખબર મોકલ્યા કે-હું ત્યાં (બેદાનાનેસ) જાઉ છું. તમે ત્યાં આવો. આપણે આ બાબતની તપાસ કરીએ. થોડીવારમાં બને આવી પહોંચ્યા. તીતા કેળીને મળ્યા. બધી વાત જાણી. પછી પૂછયું? અલ્યા! એ સ્વાવાળી જમીન અહીં ક્યાંય છે કે નહીં ? તમે લોકોએ એની તપાસ કરી? તીતાએ કહ્યું : હા અમે તપાસ કરી છે. એક જગ્યા છે. ત્યાં હજી પણ કુંડાળું દેખાય છે. અને ઘીનાં ડાઘાં ય છે. હાલે ! તમને દેખાડું. બધાં પેલી જમીન પાસે ગયાં. જોયું તે સાચે જ ગોળ કુંડાળું હતું. અને એની અંદર ઘી ઢોળાયાના ડાઘા પણ સ્પષ્ટ દેખાતાં હતાં. કામદાર અને વકીલ તો તાજુબ થઈ ગયા. આ એ જ જમીન હતી, જે પૂજ્યશ્રીની નજરમાં વસી ગયેલી. બન્ને ગૃહસ્થાએ એ જમીન હવે વહેલી તકે લઈ લેવાની તજવીજ શરૂ કરી. થોડીક પૂછપરછ કરીને જાણી લીધું કે-આ જમીન ૧૯ તાલુકદાર ગરાસિયાઓના ભાગની છે. એક જમીનના બે-ચાર નહિ, પણ ૧૯ ભાગદારે છે. આ બધી વિગત મેળવીને તેઓ બંને પહોંચા-પૂજ્યશ્રી જ્યાં બિરાજતા હતા, તે ગામે. પૂજ્યશ્રીને બધી હકીક્ત વિગતવાર કરી. પૂજ્યશ્રી પણ ખૂબ આનંદિત થયા, અને કહ્યું કે જો એ જમીન મળતી હોય તે એને માટે જ પ્રયાસ કરે.' પૂજ્યશ્રીના શુભાશીર્વાદ લઈને બંને પાછાં આવ્યા, અને એ જમીન મેળવવા પ્રયાસ શરૂ ૧ીના શુભાશી સૌ પ્રથમ-એ ઓગણીસેય ગરાસિયાના નામ અને ઠામ-ઠેકાણું મેળવ્યા. એમાં સૌથી મુખ્ય તે પૂજ્યશ્રીના પરમભક્ત આપાભાઈ કામળિયા જ હતા. એટલે બન્નેને લાગ્યું કેઆપાભાઈની મદદથી કામ સરળ બની જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy