________________
૨૧૬
શાસનસમ્રાટ પણ મીઠું મીઠું બોલીને પગપેસારો કરે, પછી કુલમુખત્યાર થવા માટે કજિયા કરે, એ જેમનો જાતિસ્વભાવ છે, તેવાં દિગંબર બંધુઓ આપણું આ નિરવધ અધિકારને ન ખમી શક્યા. તેમણે મનઘડંત પુરાવાઓ એકત્ર કરીને આ ડુંગર પર પિતાને અધિકાર સ્થાપવા પ્રયાસો આદર્યા. સમેતશિખર બાબતમાં તપાસ કરી રહેલ અમલદાર સમક્ષ તેમણે દલીલ કરી કે ઃ અહીંયા પૂજા કરવાને અમારે પણ હક છે.
તેમની ખટપટ અને આવડતને લીધે તેઓ એ હક મેળવવામાં સફળ થયા. અને એ વાત જાણ્યા પછી આપણું ઉંઘ ઊડી. ત્યાર પછી આપણા (. જેને) વતી બાઉચર સ્ટેટના ના. મહારાજાશ્રી બહાદુરસિંહજીએ દિગંબરોને પૂજા-હકક રદ કરાવવા માટે હજારીબાગની કેર્ટમાં દા માંડ્યો. , મહારાજા બહાદુરસિંહજી પેઢી વતી આ તીર્થની વહીવટી દેખરેખ રાખતાં. કેસ લડતાં થતાં ખર્ચને માટે તેઓ વારંવાર પેઢી પાસેથી રૂપિયા મંગાવતા. પેઢી મોકલે ખરી, પણ ધીમે ધીમે. મોટી રકમ મંગાવી હોય તો નાની રકમ મોકલે. આ શિથિલતાથી રાજાસાહેબને કેસ લડવામાં ઘણું અગવડ પડતી. તેમણે પૂજ્યશ્રીને આ બાબતમાં લક્ષ્ય આપવા–અપાવવા વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ પેઢીને પ્રતિનિધિઓને તે અંગે દુર્લક્ષ્ય ન સેવવા સૂચન કર્યું એટલે પેિઢીએ રાજાસાહેબને રકમ મેલવા માંડી.
પણ વધુ પડતી ગણી શકાય એવી આ અને આવી શિથિલતાના પરિણામે હજારીબાગ કે જજમેન્ટ આપ્યું કે : “શ્રી અજિતનાથ–સંભવનાથ વગેરે ૨૧ સિવાયના બાકીના તકરારી દેરાસરોમાં દિગંબરને તાંબરની મંજૂરી સિવાય પૂજા કરવાને કોઈ હક્ક નથી.”
જે ડુંગરના તથા તેમાં આવેલા તમામ ધર્મસ્થાનના કાયદેસર કુલમુખત્યાર આપણે-વે. જેનો જ હતા, અને દિગંબરોને જ્યાં કોઈ પણ લેવાદેવા નહતી, તે ડુંગરના ૨૧-૨૧ દેરાસરમાં પૂજા કરવાના બહાના તળે કાયદેસર રીતે અને સલુકાઈથી દિગંબરે પગપેસારો કરી ગયા.
આ પછી વેતાંબર અને દિગંબર વચ્ચેના મનમાલિન્યનો નાશ થાય એ માટે કલકત્તા અગર દિલ્હી ખાતે બન્ને પક્ષની એક કોન્ફરન્સ (મંત્રણા–પરિષદુ) જવાની વિચારણા ચાલી. એમાં સમેતશિખરજી આદિ તીર્થો માટે ચાલતી તકરારોનું સંતોષપ્રદ સમાધાન કરવું, એવી દિગંબરની દેખીતી મુરાદ હતી. પણ અંદરથી તે તેઓ આ ડુંગરની-તીર્થની સુવાંગ માલિકી પિતાને મળે તે માટે ભેદી ચાલ ચાલી રહ્યા હતા. આપણા આગેવાને આ ચાલથી તદ્દન અજાણ હતા, એમ તે નહોતું જ. પણ પૂરતી ઉપેક્ષા તો અવશ્ય સેવતાં હતાં. જોકે–અમદાવાદ વગેરે જાગૃત સંઘની નામરજી થવાથી ઉપર્યુક્ત કોન્ફરન્સ તો ન જ ભરાઈ
પણ દિગંબરોની ડખલગિરી દિનદહાડે વધતી ગઈ તેમણે પટણા-હાઈકોર્ટમાં આપણા પર દાવો કર્યો. એ કેસ લાંબો સમય ચાલે. આપણા (વે. જેને) પક્ષમાં પારસ્પરિક મતભેદોએ કુસંપનું વાતાવરણ ખડું કરેલું. આ તીર્થના ચાલુ કેસમાં પણ બે પક્ષ પડેલાં. એક પક્ષ દિગંબર સાથે સમાધાન કરવાના વિચારને હતો. છે. જેને તરફથી ઉભેલા બારિસ્ટર મિ. ભુલાભાઈ દેસાઈ એ જ મતના હતા. જ્યારે બીજો પક્ષ કહેતા હતા કે-દિગંબર સાથે સમાધાન ન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org