SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ સીમલા કરાર ૨૧૫ સંઘવી શ્રી તારાચંદભાઈએ પૂજ્યશ્રીના પવિત્ર હસ્તે તીર્થમાળા પરિધાન કરી. સંઘવીજીએ પાલિતાણામાં સંઘની નવકારશી કરી. યાત્રા છૂટી થયા પછીની આ પ્રથમ નવકારશી હતી. પછી સંઘ સ્વસ્થાને ગયે. પૂજ્યશ્રીએ પાલિતાણામાં સ્થિરતા કરી. આ વર્ષે મૂળ પ્રાંતીજના વતની પણ ખંભાતમાં રહેતા શ્રી મેહનલાલ નામે એક ગૃહસ્થને દીક્ષા આપી. મુનિશ્રી મેરૂવિજયજી મ. નામ રાખીને આ. શ્રીવિજયસૂરિજી મ. ના શિષ્ય કર્યા. પાલિતાણા–રાજ્યના દિવાનશ્રી ચીમનલાલભાઈ બહેશ મુત્સદ્દી હતા. જેની સાથેના ઝઘડામાં ઠાકોર સાહેબે જે જે પગલાં લીધાં, તેમાં તેમની બુદ્ધિ જ અગ્રભાગ ભજવતી. તેઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ અવસર જોઈને જેનેના હકકો, અને તે માટેની માંગણીઓ સંપૂર્ણ વ્યાજબી છે, એ વાતને સમર્થન આપતાં વિશિષ્ટ મુદ્દાઓ (Points) તેમને સમજાવ્યા. મુત્સદ્દી દિવાનજી આ પોઈન્ટ બરાબર સમજ્યા, અને તે અયોગ્ય છે એ પ્રતીકાર ન કરી શક્યા. આ વાતચીત પછી દિવાન સાહેબના મનમાં પૂજ્યશ્રીની કુનેહ અને પ્રતિભા માટે બહુમાન પેદા થયું. પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં તેઓ અવારનવાર આવવા લાગ્યા. એકવાર પાઠશાળાને મેળાવડે જાયે. તેમાં શ્રીદિવાનસાહેબના હાથે બાળકોને ઈનામ આપવાનું હતું. પૂજ્યશ્રીના વ્યાખ્યાન પછી ઈનામ આપતી વખતે દિવાન સાહેબ દરેક બાળકોને કહેતાં કે“મહારાજ સાહેબને વંદન કરીને જાવ.' દિવાન સાહેબને પૂજ્યશ્રી પ્રત્યેને સદ્ભાવ આ પ્રસંગ પરથી સ્પષ્ટ જણાય છે, શ્રીકદંબગિરિની નિકટમાં આવેલા ભંડારિયા ગામમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનું નૂતન શિખર બંધી જિનાલય તૈયાર થયું હતું. તેની પ્રતિષ્ઠા કરવાની ત્યાંના શ્રીસંઘની ભાવના થતાં તેઓ પૂજ્યશ્રીને વિનંતિ કરવા પાલિતાણા આવ્યા. પૂજ્યશ્રીને પણ કદંબગિરિ જવું હતું, એટલે એ વિનંતિનો સ્વીકાર કર્યો, અને રોહિશાળા થઈને ત્યાં પધાર્યા. મહત્સવપૂર્વક મંગળદિને પ્રભુ-પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ તેઓશ્રી કદંબગિરિ મહાતીર્થે પધાર્યા. અગત્યની નોંધ – સં. ૧૯૮૪ના આ વર્ષે દિગંબર સાથે ચાલતા સમેતશિખર તીર્થના કેસની સમાપ્તિ થઈ. જ્યાં આ ચોવીશીના ૨૦ જિનવ મોક્ષપદને પામ્યા છે, તે શ્રી સમેતશિખરને પવિત્ર ડુંગર મોગલ શહેનશાહના વખતથી જ આપણું સુવાંગ માલિકીને હતો. પણ પાછળથી પાલગંજના રાજાએ જોહુકમીથી તે ડુંગર પર પોતાની માલિકી જમાવી દીધી. મોગલ શહેનશાહતની પડતી અને અંગ્રેજોના આગમનથી ફેલાયેલી અંધાધૂંધી એનું કારણ હતી. પાલગંજના રાજા પાસેથી આ આખે એ ડુંગર ખરીદી લેવા માટે સરદાર શેઠ લાલભાઈ દલપતભાઈએ ભારે જહેમત ઉઠાવી, અને ભારેમાં ભારે કિંમત ચુકવીને સમેતશિખરને આખો ડુંગર શ્વેતાંબર જેનો વતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી માટે ખરીદી લીધે. એ પહાડને તમામ ભગવટે–ત્યાં દેરાસર બાંધવા, સમારકામ કરાવવું, ત્યાંની આવકને વહીવટ કરે, વગેરે તમામ બાબતના અધિકાર આપણું હસ્તક આવ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy