________________
૨૧૦
શાસનસમ્રાટ
પ્રસંગે જીવદયા નિમિત્તે અમદાવાદ-પાંજરાપોળમાં રૂ. ૫૧૦૦૦ આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સ્નાત્ર ભણાવવામાં આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિ વિ. એ બહુ સારે ભાગ લીધે હતો.
શેઠાણું માણેક બહેને આ મહોત્સવ ઘણું ઉદાર દિલથી કર્યો છે. તેમાં બે લાખ ઉપરાંત ખર્ચ થયાને સંભવ કહેવાય છે. મળેલી લક્ષમી સાર્થક પણ એવી રીતે વપરાય ત્યારે જ થાય છે.”
એકંદર–આ આખાયે મહોત્સવ જૈન જૈનેતર વર્ગમાં પ્રભુના શાસનની લેટેત્તરતા અને મહત્તા માટે અસાધારણ સભાવ અને અનુમોદના જન્માવી ગયે.
[૪૪] સીમલા-કરાર
સં. ૧૯૮૩નું આ વર્ષ “ભીને દુકાળ' લઈને આવ્યું હતું.
મેઘરાજાની વણમાગી મહેર પૃથ્વી પર ઉતરી હતી. ચાતુર્માસના પ્રારંભથી જ બારે મેઘ હેલીબંધ વરસવા લાગ્યા. પૃથ્વી જાણે પાણીમય થઈ ગઈ. નદીઓ પણ ગાંડીતૂર થઈ હતી. એનાં ભયંકર ઘોડાપૂર કેટલાંયે ગામ-ગામડામાં ફરી વળ્યા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ન ખાવાનું, ન રહેવાનું, કે ન સૂવાનું ઠેકાણું. લાખો લેકે ઘરબાર વિનાના-નિરાધાર થઈ ગયા. પશુઓની તો વાત જ શી કરવી ? લાખેણું પશુ-ધન આ હોનારતમાં સાફ થઈ ગયું.
આ ભયાનક જળહેનારત આજે “૮૩ના જળપ્રલય'ના નામે સુપ્રસિદ્ધ છે.
આ વખતે આપણું પૂજ્યશ્રી પાંજરાપોળ ઉપાશ્રયે ચાતુર્માસ બિરાજતાં હતાં. આચાર્ય શ્રી વિજય મોહનસૂરિજી મહારાજ સપરિવાર પણ સાથે હતાં. ૮-૮ દિવસ પડતી એકધારી વર્ષા–હેલીને લીધે મુનિવરોએ ઉપવાસ-છઠ્ઠ અઠ્ઠમ આદિ વિવિધ તપશ્ચર્યા આદરી.
આ ભયંકર પ્રલયને ભોગ બનેલા સેંકડે માનવેને દરેક રીતે સહાય કરવા માટે સર્વત્ર તન-મન-ધનના પ્રયત્ન શરૂ થયા. કરૂણાના પરમ આગાર પૂજ્યશ્રીએ પણ આ પ્રસંગે સહાય કરવા માટે વ્યાખ્યાનમાં ભારપૂર્વક ઉપદેશ ફરમાવ્યા. સૌના હૈયાં દયાÁ તે બનેલાં જ, તેમાં પૂજ્યશ્રીના અમોઘ ઉપદેશામૃતની વૃષ્ટિ થઈ. પરિણામે સહાયક ફંડ શરૂ થયું.
પૂજ્યશ્રીના પરમ ગુણાનુરાગી શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈએ ૩૦ (ત્રીસ) હજાર રૂ. આપીને ફંડની શરૂઆત કરી. અન્ય સદ્ગૃહસ્થાએ પણ યથાશક્તિ ફાળો નોંધાવવા માંડ્યો. જોત-જોતામાં જ ત્રણ લાખ રૂપિયાનું ફંડ એકત્ર થયું.
૧ જૈનધર્મ પ્રાશ, સ. ૧૯૮૩ જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org