SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ શાસનસમ્રાટું રસપૂર્વક ભાગ લીધો, અને મહોત્સવની તમામ વ્યવસ્થા તેમના માર્ગદર્શન અનુસાર થવા લાગી. - શાહીબાગમાં આવેલા તેમના આલીશાન બંગલાના ચોકમાં વિશાળ મંડપ બાધી, તેમાં ઉજમણુના ૩૪ છોડની ગોઠવણી કુશળતાપૂર્વક કરવામાં આવી. શ્રીસિદ્ધાચલજી, ગિરનારજી, મેરૂગિરિ, સમવસરણ તથા પાવાપુરી, એમ પાંચ મનહર અને સ્થાયી રચના કરવામાં આવી. સંઘ નિમંત્રણ પત્રિકા સર્વત્ર મોકલવામાં આવી અને વૈશાખ માસમાં આ મહોત્સવને શુભારંભ થયો. વિવિધ પૂજાઓ, પ્રતિદિન સ્વામિવાત્સલ્ય, નવકારશીઓ, ભવ્ય જળયાત્રા, રથયાત્રા, અને અષ્ટોત્તરી મહાસ્નાત્ર-આ બધા કાર્યક્રમ ભારે ઠાઠમાઠ સહ સંપન્ન થયે. સિદ્ધચક મહાપૂજન પણ આ મહોત્સવમાં સર્વ પ્રથમ ભણાવવામાં આવ્યું. આ માટે ખાસ શેઠશ્રી જમનાભાઈ તરફથી શ્રી સિદ્ધચકયંત્રનું ચાંદીનું માંડલું, તેમજ જુદી જુદી જાતિના સાચા રત્ન થી જડિત નવ કળશ વગેરે ઉત્તમ કટિની સામગ્રી પૂજ્યશ્રીની સૂચનાનુસાર બનાવરાવવામાં આવ્યા હતા. (આ બધું આજે પણ મોજુદ છે.) આ મહાપૂજન વિધિ પૂજ્ય શ્રીમાનની દેખરેખ નીચે તેઓશ્રીના બહુશ્રુત પટ્ટધર શિષ્યરત્નોએ તૈયાર કરેલે, તે વિધિ અનુસાર આ મહાપૂજન આ મહોત્સવમાં ભણાવાયું. પાંચ રચનાઓ એટલી આકર્ષક અને હૂબહુ બની હતી કે પ્રેક્ષકે મોંમાં આંગળા નાખી જતાં. શ્રી સિદ્ધાચલજીની રચનામાં જે પ્રમાણે ગિરિરાજ ઉપર ટુંકે-દેરીઓ-દેરાસરે છે, તે જ પ્રમાણે સઘળી ગોઠવણી કરવામાં આવેલી. આથી પ્રેક્ષકને થતું કે જાણે હું સાક્ષાત્ ગિરિરાજની યાત્રા જ કરી રહ્યો છું. આમ પાંચેય રચનાઓએ જનગણમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. દર્શન માટે આખાયે મહોત્સવ દરમ્યાન દિવસ-રાત દર્શકોની ભીડ જામેલી રહેતી. સોનામાં સુગંધની જેમ આ ઉજમણુની સાથે બીજે પ્રસંગ બને. આચાર્ય શ્રી વિજયસૂરિજીના બહુશ્રુત પટ્ટધર શિષ્ય પંન્યાસશ્રી નન્દનવિજયજી ગણિવરને પૂજ્યશ્રીએ ઉપાધ્યાયપદ તથા આચાર્ય પદથી અલંકૃત કર્યા. ઉપાધ્યાયપદ વૈશાખ સુદ ૭ મે આપીને તેઓને સૂરિમંત્રના પાંચ પ્રસ્થાનની એળીમાં પ્રવેશ કરાવ્યું હતું. શ્રમણ ભગવાન મહાવીરદેવના કેવળજ્ઞાન કલ્યાણકનો એ પવિત્ર દિવસ હતો. હજારની સંખ્યામાં જનસમૂહ હાજર હતા. વિશાળ મંડપ પણ અત્યારે નાને લાગતું હતું. છતાંયે એકેએક વ્યક્તિ સાંભળી શકે એવા સ્પષ્ટ અને વિશુદ્ધ ક્રિયા-ઉચ્ચારો ઉચ્ચરી રહેલા પૂજ્યશ્રીએ વૈશાખ શુદિ ૧૦ મે શ્રીનંદનવિજયજી મ. ને આચાર્ય પદારૂઢ કર્યા. અને સિદ્ધાન્ત માર્તડ, કવિરત્ન, ન્યાયવાચસ્પતિ, શાસ્ત્ર વિશારદ આચાર્યશ્રીવિજયનન્દનસૂરિજી મ. તરીકે જાહેર કર્યા. નૂતન સૂરિરાજને સકલ સંઘ હર્ષનાદ અને જ્યનાદથી વધાવી લીધા. તેઓને ચારિત્ર ગ્રહણ કર્યું ૧૪ વર્ષ થયા હતા. અને તેઓની વય ૨૮ વર્ષની હતી. લોકેત્તર જિનશાસનની આ એક ખૂબી છે કે-અહીં વયમાં કે કેવળ સંયમ પર્યાયમાં વૃદ્ધ હોય, તેને જ યોગ્ય નથી ગાણાતા. કિંતુ જે જિનપ્રવચન-વર્ણિત ગુણે મેળવવામાં તથા કેળવવામાં ઝડપી અને વિશિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy