SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમોદનીય યાત્રા સંઘ ૨૦૭ છેવટે શારીરિક અનુકૂળતા તથા તીર્થરક્ષા વિ. કારણે વિચારતાં લાભાલાભની દષ્ટિએ પૂજ્યશ્રી ધ્રાંગધ્રામાં વિરાજ્યા, અને સંઘે આગળ પ્રયાણ કર્યું. આ વખતે સંઘમાં ૬૫ મુનિરાજે, ૨૬૭ સાધ્વીજીઓ, ૫૮૫ ગાડી–મોટરવાળા, ૪૨૮ નોકરચાકરે, ૮૦ ચેકીયાત, ૨૫૦ છ “રી પાળતા ભાવિકે, ૨૬૦૦ યાત્રિકે, ૪૮૦ ગાડીમેટર-સિગરામ વિ., આ સિવાય રૂપાનું જિનમંદિર, તંબૂ--પાલ-શમીયાણાએ વિ. અનેક સાધનસામગ્રી હતી. ધ્રાંગધ્રામાં પૂજ્યશ્રીએ ૧ માસ સ્થિરતા કરી. તે દરમ્યાન શ્રીદિવાન સાહેબ સાથે તીર્થના હકકે, જેનોને મૂળ ગરાસિયા રાઈટ વિ. બાબતેમાં ખુલ્લા દિલે વિચારણા થઈ. સચેટ દલીલે અને વ્યાજબી મુદ્દાઓ (Points) સમજાવવાથી દિવાન સાહેબ પણ કબુલ થયા કે-શ્રાવકેની મૂળગરાસિયા સ્ટેટસની માંગણી તદ્દન વ્યાજબી છે. શેઠ આ. ક. ની તીર્થ રક્ષક કમિટિ પણ અહીં બે-ત્રણવાર આવી. સરકાર સાથે સમાધાનીની વાટાઘાટો ચાલુ જ હતી. ધ્રાંગધ્રાનરેશ નામદાર શ્રીઘનશ્યામસિંહજી બહાદુર પણ પૂજ્યશ્રીના દર્શને તથા વ્યાખ્યાનશ્રવણ માટે ત્રણેક વાર આવ્યા હતા. એક પ્રસંગે દિવાન સાહેબે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે : “અહીં રાજ્યની અનેક જગ્યાઓ છે, તે પૈકી જે જગ્યા આપશ્રી પસંદ કરે તે જગ્યા ધર્મકાર્ય માટે રાજ્ય અર્પણ કરે.' ' પૂજ્યશ્રીએ આ માટે સ્પષ્ટ ના ફરમાવી. અમદાવાદમાં શેઠશ્રી જમનાભાઈ ભગુભાઈના ધર્મપત્ની શ્રીમાણેકબેનને પોતે કરેલી તપશ્ચર્યા નિમિત્તે ભવ્ય ઉદ્યાપન-મોત્સવ ઉજવવો હતો. તેમજ શેઠશ્રી માણેકલાલ મનસુખભાઈએ નવપદજીની એળી આરંભેલી. તેમની ભાવના આગામી ચૈત્રી ઓળી પૂજ્યશ્રીની નિશ્રામાં આરાધવાની હતી. તેથી તેઓ પૂજ્યશ્રીને અમદાવાદ પધારવાની વિનંતિ કરવા આવ્યા. એમની વિનંતિને સ્વીકાર કરીને પૂજ્યશ્રી ધ્રાંગધ્રાથી અમદાવાદ પધાર્યા. આ વખતે સકલસંઘ તેઓશ્રીના સ્વાગત ઉમટયો હતે. અન્ય સમુદાયના મુનિવરે પણ સામૈયામાં આવ્યા હતા. પૂજ્યશ્રીના દર્શનની તે પડાપડી થઈ રહી હતી. ઘર આંગણે આવેલી ગંગામાં ન્હાવાને હા કેણ જતો કરે ભલા ? - પૂજ્યશ્રી પાંજરાપોળ-ઉપાશ્રયે બિરાજ્યા. અહીં તેઓશ્રીની સામે શાસનના મહત્ત્વના પ્રશ્નો તથા કાર્યો ખડા થયા. પણ તેઓશ્રીની કુશાગ્ર બુદ્ધિ-કુનેહ એક પછી એક સઘળા પ્રશ્નોને હલ કરવા લાગી, અને સર્વ કાર્યો વ્યવસ્થિત રીતે થવા લાગ્યા. ચૈત્ર માસમાં પૂજ્યશ્રી માકુભાઈ શેઠના બંગલે પધાર્યા. ત્યાં તેઓશ્રીના સાંનિધ્યમાં શેઠશ્રી આદિ ઘણું ભવ્યાત્માઓ વિધિપૂર્વક શાશ્વતી ઓળી આરાધવા લાગ્યા. ઓળી પૂર્ણ થયા પછી શેઠશ્રી જમનાભાઈના ધર્મપત્ની શેઠાણી માણેકબહેને અનેરા ઉત્સાહથી ઉજમણાની તૈયારી આરંભી. નગરશેઠશ્રી કસ્તૂરભાઈ મણીભાઈ વગેરેએ એ તૈયારીમાં ૧ એજન-પૃ. ૧૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy