________________
૧૮
શાસનસમ્રા
ભોયણીમાં પાંચ દિવસ રહીને મણુંદ પધાર્યા. અહીંયા ચાણસ્માના શ્રીસંઘની ચાણસ્મા પધારવાની આગ્રહભરી વિનતિ થતાં ચાણસ્મા પધાર્યા.
ચાણમાં આવ્યાના બીજે દિવસે પૂજ્યશ્રીને અણુઉતાર વિષમજવર લાગુ પડે, તે સતત બે અઠવાડિયા સુધી રહ્યો. સાથે હરસ-મસાને પણ વ્યાધિ હતો. તેથી હંમેશાં લેહી પડતું. આ કારણે ઘણી અશક્તિ તથા બેચેની થઈ આવી.
આ બધાના ઉપચાર માટે અમદાવાદ-પાટણ વગેરે ગામના શ્રાવકે નામાંક્તિ ડોકટર મણિભાઈ તથા ડો. છાયા વગેરેને લઈને આવ્યા. પણ પૂજ્યશ્રીએ દઢ નિશ્ચયથી કોઈ પણ દવા લેવાની ના ફરમાવી, અને કહ્યું કે–ઉકાળેલું અને અરધું બળેલ પાણી સિવાય કઈ ચીજ મારે લેવી નથી. માટે મને કઈ દવા આપશે નહિ. - વૈદ્યકના ઉચ્ચ કોટિના ગ્રંથ “ભાવપ્રકાશમાં વિષમજવરવાળાને અરધું બળેલ જળ પરમ ઔષધ કહેલ છે.
પણ આથી શેઠ ચીમનલાલ લાલભાઈ વગેરે શ્રાવકે તથા ડો. છાયા વગેરે નિરાશ થઈ ગયા, પજ્યશ્રીના દઢ આત્મબલથી તેઓ સુપરિચિત હતા, પણ તેઓશ્રીના આ દર્દને તેઓ સત્વરે દૂર કરવા ઈચ્છતા હતા. પરંતુ પૂજ્યશ્રીના દૃઢ નિર્ધાર પાસે તેઓ નિરૂપાય હતા. પાટણના ડો. હજારીએ કહ્યું: “દઢ આત્મબળવાળા પુરૂષને દવાની જરૂર ન હોય. તેઓ તો આત્માના યોગબળથી જ પિતાના રોગને દૂર કરશે.”
નગરશેઠ શ્રી કરતૂરભાઈ મણિભાઈ ખાસ મુંબઈથી હોમિયોપેથી ડોકટરને લઈને આવ્યા, પણ ૧૪ મે દિવસે જ તાવ ઉતરી જવાથી તેમની દવાની પણ જરૂર ન પડી.પૂજ્યશ્રીનું દઢ આત્મબળ જીતી ગયું.
તાવ ઉતરી ગયો, પણ નબળાઈ હજુ ઘણું હતી. એથી તથા સ્થાનિક સંઘની વિનંતિથી સં. ૧૯૮૧નું આ ચાતુર્માસ પૂજ્યશ્રી ચાણસ્મામાં બિરાજ્યા.
ધીરે ધીરે પૂજ્યશ્રીના શરીરમાં શક્તિ આવતી ગઈ. નબળાઈ તથા મસાને વ્યાધિ ઓછાં થતાં ગયાં. દરમ્યાન-પૂજ્યશ્રીના એક શિષ્યરત્ન મુનિશ્રી વિદ્યાવિજયજી મ. (કપડવંજવાળા) માંદગીના ભંગ બન્યા. ઔષધોપચારાદિ સર્વ રીતે કાળજી કરવા છતાંય આયુષ્ય પૂર્ણ થવાથી તેઓ સમાધિભાવે કાળધર્મ પામ્યા.
આ પછી તેમની સ્મૃતિનિમિત્તે તેમના અગ્નિસંસ્કાર-સ્થળે બે ખેતર જેટલી જમીન (ગામ બહાર–સ્ટેશન પાસે) પૂજ્યશ્રીના સદુપદેશથી શિરેહી-પાલડીવાળા સંઘવી અમીચંદ. ગુલાબચંદજી તરફથી શ્રીસંઘે ખરીદી લીધી. એ જગ્યામાં “શ્રીવિદ્યાવાટિકા' નામની એક વિશાળ વાડી બનાવીને તેમાં સંઘવી ભાઈઓ તરફથી શ્રી આદીશ્વર પ્રભુનું એક નાનુંનાજુક દેરાસર બંધાવવામાં આવ્યું. આ ઉપરાંત યાત્રાળુઓને ઉતરવા માટે “વિદ્યાશાળા નામનું મકાન, તથા જામનગરવાળા શેઠશ્રી પોપટલાલ ધારશી તરફથી “શ્રીવિજયનેમિસૂરિજ્ઞાનશાળા બંધાવવામાં આવ્યા. વળી-પૂજ્યશ્રીની સેવામાં ૪૦ વર્ષથી રહેલ પાલિતાણાના નારાયણ સુંદરજી' નામના માણસની યાદ કાયમ રાખવા શ્રીસંઘને ઈચ્છા થતાં શ્રીસંઘે આ વાડીમાં શાંતિભુવન” નામે એક સુંદર હોલ બંધાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org