SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અભુત કુનેહ–દઢ આત્મબલ ૧૯૭ ત્યારબાદ સં. ૧૯૮૦ નું ચાતુર્માસ પણ પૂજ્યશ્રી બહારની વાડીના પ્રવેશદ્વાર ઉપરના શ્રી હઠીભાઈ શેઠના બંગલામાં બિરાજ્યા. એની નીચેના ભાગમાં કવિસમ્રા, શ્રી ન્હાનાલાલ દલપતરામ સહકુટુંબ રહેતા હતા. પૂજ્યશ્રીની પ્રતિભાથી તેમજ વિખ્યાત વિદ્વત્તાથી તેઓ સુપરિચિત હતા. અને એ જ કારણે કે-પૂજ્યશ્રીના શ્રીમુખે “ગણધરવાદી નું શ્રવણ કરવું, એ જીવનને અપૂર્વ લ્હાવો છે, તેઓ ૧૯૭૮ માં એ માટે જ ખાસ ખંભાત ગયેલા, અને પૂજ્યશ્રીને “ગણધરવાદી સાંભળીને ઉપર્યુકત વાતની વાસ્તવિકતા ઊંડા સંતોષ સાથે અનુભવેલી. અહી' તેઓ હંમેશાં પૂજ્યશ્રી પાસે આવતા અને સંસ્કૃત સાહિત્ય-કાવ્ય-રસ તથા વેદાન્તસાંખ્ય દર્શન વિ. વિધવિધ જ્ઞાનવિજ્ઞાનની ચર્ચા-વિચારણા કરતા. આ વખતે પણ તેઓએ ફરીવાર પૂજ્યશ્રીના ગણધરવાદનો અણમોલ શ્રવણ-લાભ લીધે. પૂજ્યશ્રીના અજોડ ગુણે પ્રત્યે તેમના દિલમાં ઘણો જ અહેભાવ હતે. બહારની વાડીના દેરાસરની રથાવર મિલ્કતેને તથા ભંડારના નાણાં વિ. ને વહીવટ વ્યવસ્થિત કરવાનું કામ નિવૃત્ત ન્યાયાધીશ શ્રીનર્મદાશંકરભાઈને સોંપાયેલું. આ કામને વ્યવસ્થિત ઉકેલ એકલે હાથે લાવે મુશ્કેલ જણાતાં તેમણે મહાકવિ શ્રી ન્હાનાલાલભાઈને પૂછયું : “જેને માં કઈ એવી તટસ્થ અને સમજદાર વ્યક્તિ છે કે જે આ મામલાને ઉકેલ લાવી શકે ?” ત્યારે મહાકવિએ પૂજ્યશ્રીનું નામ જણાવ્યું. એટલે નર્મદાશંકરભાઈ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ પણ નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ, વકીલ કેશવલાલ પ્રેમચંદ, શેઠ જેશીંગભાઈ (વાડીવાળા), અને શેઠ હઠીસિંહના કેસરીસિંહના કુટુંબીજનો સાથે યોગ્ય વિચારવિનિમય કરીને તમામ ગુચ અભુત કુશળતાથી ઉકેલી સૌના મનના સુંદર સમાધાન કર્યા, અને વ્યવસ્થા તથા વહીવટ માટે શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટની સ્થાપના કરી. ચેમાસા પછી તત્વવિવેચક સભાના સભાસદ શ્રી જમનાદાસ હીરાચંદ ઘેવરીયા તરફથી નીકળેલા શ્રી શેરીસાતીર્થના છરી' પાળતા સંઘમાં પૂજ્યશ્રી સપરિવાર પધાર્યા. અહીં યાત્રા કરી પાનસર ગયા. ત્યાં પંદરેક દિવસ સ્થિરતા કરી. આ સ્થિરતા દરમ્યાન આચાર્યશ્રી વિજયદાન સૂરિજી મ., તથા તેમના શિષ્ય મુનિશ્રી પ્રેમવિજયજી મ. (સ્વ. આ. શ્રીવિજયપ્રેમસૂરિજી મ.) આદિ તથા વાચનાચાર્ય શ્રીમાણિયસિંહસૂરિજી મ. આદિ પણ અહીં આવેલા. તેઓ સૌ પૂજ્યશ્રી પાસે આવ્યા અને કલાકો સુધી વિવિધવિષયક વિચારણાઓ કરી. પાનસરથી પૂજ્યશ્રી ડાંગરવા પધાર્યા. આ. શ્રી દર્શનસૂરિજી મ. ના શિષ્યરત્ન (બોટાદના). મુનિશ્રી ગુણવિજ્યજી મ. ને અહીં ન્યુમેનિયા થઈ ગયે. સારવાર સારી રીતે કરવા છતાંય તેઓ એ તાવમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેઓ નાની વયના અને વિદ્વાન હતા. તેમણે હૈમધાતુમાળા' નામે ગ્રંથની રચના કરી છે. ડાંગરવાથી વિહાર કરીને પૂજ્યશ્રી ભાયણ પધાર્યા. ગત ચાતુર્માસ પાટણમાં રહેલા પૂજ્યશ્રીના શિષ્ય પં શ્રીવિજ્ઞાનવિજયજી ગણિવરાદિ પણ અહીં પૂજ્યશ્રીને આવી મળ્યા. તેઓએ જોધપુરના એક ગૃહસ્થને દીક્ષા આપેલી, અને મુનિશ્રી વલ્લભ વિજયજી મ. નામ રાખીને પિતાના શિષ્ય કર્યા હતા. શ્રીવલ્લભવિજયજી મ. પૂજયશ્રીની ભક્તિમાં અવિરત તત્પર રહેતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy